________________
નહોતા. ફ૨ીથી અભ્યાસ ચાલુ કર્યો. થોડો વખત વાય.એમ.સી.એ.માં રહ્યા. નોકરી કરી એ સમયે પણ તેમની હૉસ્પિટલ અને મારી હૉસ્પિટલ વચ્ચે ઘણું અંતર હતું તેથી week-end દરમ્યાન મળી શકતાં.
ઘણો વખત એકલા રહેવાથી મને થોડું ડિપ્રેશન આવ્યું, હતાશ થઈ ગઈ. એમ થયું કે મારે ભારત પાછા ચાલ્યા જવું છે, જેથી કુટુંબ સાથે તો રહી શકાય. પૂજ્યશ્રીને મેં પત્ર લખી દીધો. પત્ર મળ્યો કે બીજે જ દિવસે સવારે રજા લઈને તેઓ મારી હૉસ્પિટલ આવી ગયા. ખૂબ વિનંતી કરીને સમજાવી, આજીજી કરી. એકદમ ઢીલા થઈ ગયા. તેઓએ કહ્યું, હવે થોડો જ સમય બાકી છે, પરીક્ષા પૂરી થયા પછી આપણે સાથે રહી શકાશે. હું પણ ખૂબ રડી. પસ્તાવો થયો અને ભારત પાછા જવાનો વિચાર છોડી દીધો.
પ્રભુકૃપાથી પૂજ્યશ્રીએ M.R.C.P. Glasgow અને Edinborough બન્ને પાસ કરી લીધી. તેથી તેઓ વધારે સમય મારી હૉસ્પિટલ આવી શકતા. તે સમયમાં મારી Glasgowમાં D.(obst.) R.C.O.G (London)નો અભ્યાસ ચાલુ હતો. મારી પરીક્ષા પણ લંડનમાં સારી રીતે થઈ ગઈ. પાસ થયા પછી થોડા વખતમાં ભારત જવાનો વિચાર કરી રાખ્યો હતો અને બાળક થાય એવી ઇચ્છા પણ થઈ હતી. થોડા વખતમાં Pregnancy રહી. ત્યાર બાદ જવાનો નિર્ણય કરી લીધો; કારણ પૂ. બાપુજી (સસરાજી)ની તબિયત નાજુક રહેતી હતી, તેમજ કુટુંબના સૌ સભ્યો પણ આતુરતાથી રાહ જોતા હતા. કુટુંબમાં પણ આર્થિક સહયોગની આવશ્યકતા હતી.
ભારત જતાં પહેલાં મારાં બા-બાપુજીને ઇંગ્લેંડ આવવાની ઇચ્છા હતી. તેથી તેઓ પણ આવી પહોંચ્યાં. સ્કૉટલેન્ડ, ઇંગ્લેંડ અને યુરોપ ફરીને જૂન-૬૬માં અમે સૌ સાથે અને સુખરૂપ ભારત આવી પહોંચ્યાં. સૌને મળીને ખૂબ આનંદિવભોર થઈ ગયાં. અહીંયાં આવ્યા પછી થોડા જ વખતમાં ઇન્દોર જવાનું થયું અને તા.૧૮ સપ્ટેમ્બર ૧૯૬૬ના રોજ ચિ. રાજેશભાઈનો જન્મ થયો. તે સૌ માટે હર્ષનો પ્રસંગ બન્યો. પૂજ્યશ્રીની પણ તે વખતે ઈ.એસ.આઈ.માં સર્વિસ ચાલુ થઈ ગઈ હતી તથા પ્રાઇવેટ પ્રેક્ટિસ ચાલુ કરવાની તૈયારી ચાલતી હતી.
તા. ૫મી માર્ચ ૧૯૬૭ના રોજ પૂજ્યશ્રીનું Consulting Clinic તથા નાનું Maternity Home અમદાવાદમાં ચાલુ કર્યાં. શરૂઆતનાં વર્ષોમાં ઘણી તકલીફ પડી. પણ સૌ કુટુંબીજનોના સહયોગથી, વડીલોના આશીર્વાદથી અને પ્રભુકૃપાથી તકલીફમાંથી પસાર થઈ ગયાં. તેથી પૂ. બા-બાપુજી તથા સૌ કુટુંબીજનોને સંતોષ થયો.
૧૯૬૮ના ઑક્ટોબરની આસપાસ પૂજ્યશ્રીને મોઢામાં Ulcersની જે તકલીફ થઈ તે પછી તેમનામાં ઘણો ફેરફાર દેખાવા લાગ્યો. જોકે એનું કારણ તે વખતે બહેનને ખ્યાલમાં ન આવ્યું. ધીરે ધીરે તેઓએ પ્રેક્ટિસમાં રસ ઓછો કરવા માંડ્યો. સવારે હૉસ્પિટલ જવા માટે વહેલા નીકળી પંચભાઈની પોળ, શ્રીમદ્ રાજચંદ્રે પાઠશાળા જવા લાગ્યા. ઘણી વાર ખાડિયા દિગંબર જૈન મંદિર દર્શન કરવા જતા. કોઈ કોઈ વાર રજાના દિવસે હું પણ સાથે જતી. પંચભાઈની પોળમાં સ્વાધ્યાય વગેરે શરૂ કર્યો ત્યારે થોડા જ મુમુક્ષુઓ આવતા. તે વખતે આદ. મુમુક્ષુ ભાઈ શ્રી ચંદુભાઈ, આદ. શ્રી હેમેન્દ્રભાઈ શાહ, આદ. શ્રી શકરાભાઈ પાઠશાળામાં સેવા કરતા. આદ. શ્રી વિઠ્ઠલભાઈ ભાવસાર આદિનો પરિચય થયો. શ્રી ચંદુભાઈ તથા શ્રી હેમેન્દ્રભાઈ સાથે પૂજ્યશ્રી પ.કૃ.દેવના આશ્રમો જેમ કે અગાસ, વડવા, વગેરે જગ્યાએ દર્શન માટે લઈ જતા. કોઈ વાર તેઓને રજા હોય ત્યારે ચિ. રાજેશભાઈ તથા હું અને કોઈ વાર પૂ. બા તેઓની સાથે જતાં. એક વાર પૂ. બા સાથે અગાસ ગયા ત્યારે પૂજ્યશ્રીએ ચા છોડી હતી. તે વખતે માથામાં ખૂબ દુખાવો થવાને લીધે આરામ કરવો પડ્યો હતો. પૂજ્યશ્રી અવારનવાર યાત્રાએ જતા ત્યારે પૂ. બા-બાપુ મને કહેતાં કે તેમને યાત્રાએ જવાનો, ભગવાનનાં દર્શનનો, નાનપણથી જ શોખ છે, તમારે ચિંતા કરવી નહીં. પણ પૂજ્યશ્રી બહારગામ જાય ત્યારે કામ ઘણું રહેતું – ઘરનું, હૉસ્પિટલનું, સામાજિક તથા અન્ય. કોઈ વાર ચિ. રાજેશભાઈની તબિયત પણ બગડી જતી. ત્યારે ખૂબ ખેંચાવું પડતું અને કહેવાઈ જતું કે તમે નથી હોતા ત્યારે
135