________________
પ્રવૃત્તિઓ પણ ઓછી થઈ જાય છે. ધન: અહીં, મધ્યમ કક્ષાના પુરુષાર્થ અને સામાન્ય પાપથી ધનની ઠીક ઠીક કમાણી થાય છે, બુદ્ધિ બગડતી નથી
અને આવા ધનનું રોકાણ સારી જગ્યાએ થવાથી તેની ક્રમશઃ વૃદ્ધિ થાય છે. દાન-પુણ્યની સામાન્ય ભાવના
જળવાઈ રહે છે અને કૌટુંબિક સંબંધો પણ પ્રાયે બગડતા નથી. લક્ષ્મી : આ જમાનામાં ભાગ્યે જ કોઈને ઘેર લક્ષ્મી હોય છે. અલ્પ ઉદ્યમ અને નજીવા આરંભથી પુષ્કળ આવક થાય
તેને લક્ષ્મી કહીએ છીએ. ઘરમાં તેનો પ્રવેશ થતાં સંપ, શાંતિ, પ્રેમ, વિનય, પરસ્પર સહયોગ અને ધર્મકાર્યો કરવાની વૃત્તિ વધે છે. રોગ વગેરે સામાન્યપણે આવતા નથી અને આવે તો શાંત થઈ જાય છે.
• જીવન અને ભોજન ૧. અન્ન અને પ્રાણને નિકટનો સંબંધ છે. “જેવું ખાય અન્ન તેવું થાય મન’, ‘જેવું પીએ પાણી તેવી બોલે વાણી”
આ બધી ઉક્તિઓ અનુભવી પુરુષોએ ખૂબ વિચારપૂર્વક લખેલી છે. સુખી જીવન માટે સ્વચ્છ, સાત્ત્વિક અને શાકાહારી ભોજન ઘણું જ ઉપકારી છે. આપણા દેશમાં માંસાહારનું પ્રચલન ચિંતાજનક છે અને તેમાં પણ હૂંડિયામણ કમાવા માટે આપણા પશુધનની આડેધડ કતલ કરીને તેની નિકાસ કરવી તે આપણી અહિંસક અને પંચશીલની ભાવનાથી તદ્દન વિપરીત છે. ચાવવા માટેના દાંત, આંતરડાની લંબાઈ વગેરેનો વૈજ્ઞાનિક અભ્યાસ સૂચવે છે કે માનવ સ્વાભાવિકપણે શાકાહારી પ્રાણી જ છે. રસલોલુપતા અને ખોટી ફૅશનના પ્રવાહમાં ન તણાઈ જઈએ, નવી નવી શાકાહારી વાનગીઓ નવી પેઢીને આપીએ અને ઘરમાં જ સારી વાનગીઓ બનાવીએ તો નવી પેઢીને વિદેશના પ્રભાવવાળી હોટેલોમાં જતી ઓછી કરી શકાય અને સ્વસ્થ, સંસ્કારી અને સગુણસંપન્ન જીવન પ્રત્યે વાળી શકાય.
* રોજબરોજના જીવનમાં શું કરીએ તો ઉન્નતિ થાય? ૧. દરરોજ એક પરોપકારનું કાર્ય કરવું. ૨. સૌ સાથે નમ્રતાથી વર્તવું – પ્રેમથી વર્તવું. ૩. ધીમેથી અને જરૂર પૂરતું બોલવું. ૪. પોશાક અને આહાર સાદા અને પોતાને યોગ્ય રાખવા. ૫. દરરોજ ઓછામાં ઓછા ત્રણ પાનાં પ્રમાણ સગ્રંથોનું વાચન કરવું. ૬. સવારે અને સાંજે, પાંચ મિનિટ મંત્ર દ્વારા પ્રભુ-ગુરુનું સ્મરણ કરવું. ૭. અઠવાડિયે એક વાર દોઢ કલાક સત્સંગ કરવો. ૮. દર વર્ષે એક તીર્થયાત્રા કરવી. ૯. દરેક કાર્ય જાગૃતિપૂર્વક કરવું. ૧૦. આહારને, વિશ્રામને, નિદ્રાને અને કુટુંબીજનોને યોગ્ય ન્યાય આપવો.
Jain Education International
For Private & Personal Use Only
www.ainelibrary.org