________________
ગોધમજીમાં જ્યારે પૂજ્યશ્રી આત્માનંદજીને જવાનું થાય ત્યારે તેમનો સ્વાધ્યાય ગોઠવતા અને અત્યંત વાત્સલ્યભાવ દશાર્વતા. પૂજ્ય બાપજીનો જન્મદિવસ રક્ષાબંધનનો એટલે તે વખતે વક્તાપુરમાં મોટા મેળાવડાનું આયોજન કરવામાં આવતું. પૂજ્યશ્રીને તેઓ જ રાખડી બાંધતા અને આમ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરતા. દર વખતે શુભેચ્છા પાઠવતા અને જ્યારે સ્વાધ્યાય ચાલતો તેમાં મુખ્યત્વે આત્મા, આત્મા અને એક આત્માની જ વાત. એમની ખાસ ગ્રામ્ય ભાષામાં કહેતાં ‘તમે કુણ સો?’ ‘હમ અન તુમ ઔર દફતર ગુમ.’
પૂજ્યશ્રી તરફ બતાવીને લોકોને કહેતા, ‘જુઓ, એમને કંઈ દુ:ખ નથી તો પણ એમણે કેમ બધું મૂકી દીધું?’ પૂજ્યશ્રીનો સ્વાધ્યાય એકદમ સરળતાથી અને નિર્દોષતાથી સાંભળતા.
ઘણાં વર્ષો સુધી પરિચય રહ્યો. તેમની સરળતા, વાત્સલ્ય, કૃપાળુદેવ પ્રત્યેની ભક્તિ, પરોપકારલોકકલ્યાણની ભાવના અને ગુણગ્રાહકદષ્ટિ ઘણા પ્રશંસનીય હતાં.
પૂજ્ય યોગાચાર્ય શ્રી મનુવર્યજી મહારાજ (ગુજરાતના યોગવિદ્યાના ભીષ્મપિતામહ)
નિયમિત સાધક અને ભક્ત તરીકે, ઘણાં વર્ષો સુધી તેઓએ આશ્રમમાં ભક્તિ-સત્સંગનો લાભ લીધેલો. ધાર્મિક વૃત્તિ ઘણી પ્રબળ અને તેથી તેમની ઉંમરના કિશોરો-યુવાનોથી, અંતર્મુખ વૃત્તિને લીધે સ્પષ્ટપણે જુદા તરી આવે.
શ્રી મનુભાઈ અને શ્રી ભારતીબહેન પંડિત (જીવનસ્મૃતિ સ્વાધ્યાય મંદિર, અમદાવાદ)
હે ઋતંભરાના ચિરયાત્રી !
ગુજરાતમાં અધ્યાત્મનો આલોક સર્વજનને સુલભ થાય, એવી શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં ધૂણી ધખાવનાર, ગુજરાતના અધ્યાત્મસમ્રાટોના આશિષ મેળવી કોબાના કેન્દ્રમાં એક નવી જીવનની લહેર પ્રસરાવનાર આજે આપ અમૃત પ્રવેશ કરી રહ્યા છો, ત્યારે ‘જીવનસૃતિ સ્વાધ્યાય મંદિર' આપનું નિરામય દીર્ધમય, અધ્યાત્મપંથે અવિરત આલોકમય જીવન બની રહે એવી નમ્ર પ્રાર્થના કરે છે.
Dr. Chinubhai Nayak
I know Dr. Mukund Soneji, since 1980 as a fervent devotee of Shrimad Rajachandra. In a his talks and discourses he exposes Gathas of Atmasiddhi Sastra. He was deeply moved by the sad demise of Shri Jayantilal Gheewala, who was has his right hand person. He maintain patience and prayed for the departed soul.
To educate mumukshus, he has started a spiritual magazine 'Divyadhvani' which is very useful to the readers. His 'Sadhak-Sathi' is an important primer for spiritual trainees. Though he is a "Gyani Purusa", his heart throbs with full devotion. He sings many couplets from the devotional songs of Jain poets as well as medieval poets like Kabir, Nanak, Narasinha, Mirabai etc.
I always respect him as ‘Khalil Gibran' - i.e. physician of the soul of Gujarat.
148