________________
સ્વરૂપ આત્માનંદજી છે. તેમના જીવનનો પ્રત્યેક શ્વાસ માત્ર ‘બહુજન હિતાય ચ સુખાય ચ’ની મંગળકામનાથી જ ચાલી રહ્યો છે. તેમને છેલ્લાં બાર વર્ષમાં અનેક વાર મળવાનું થયું.
આત્માનંદજીની સ્થિતિ ‘હંસા પાયા માન સરોવર' જેવી ઉચ્ચ અને દિવ્ય છે. એમણે તો ‘હીરા પાયા ગાંઠ લગાઇ.’ એમને તો શ્રીમદ્ રાજચંદ્ર જૌહરી પાસેથી આત્મજ્ઞાનનો હીરો મળ્યો છે અને અનુભૂતિ પણ “અપને સાહેબ હૈં ઘર, ભીતર-બાહર નૈના ક્યોં ખોલે ?’’ની છે.
સમ્યક્ વિચાર, સમ્યક્ વર્તન, સમ્યક્ વ્યવહાર અને સ્વચ્છ શ્વેત વસ્ત્રો જેવાં તેઓ પહેરે છે તેવું જ તેમનું નિર્મળ, નિર્ભેળ અને નિષ્પાપ જીવન છે. મૌન રહીને અનેકાનેક ગૂઢ તત્ત્વોનું દર્શન તેમની માત્ર ઉપસ્થિતિ જ ઉપલબ્ધ કરાવે કે અનુભૂતિનો દિવ્યસ્રોત વહાવે તેવું વ્યક્તિત્વ એટલે આત્માનંદજી.
બાહ્ય દૃષ્ટિએ શ્રી આત્માનંદજી જૈન ધર્માવલંબી દેખાય છે, પરંતુ ખરેખર તેઓ સહજ, સરળ અને મતમતાંતરથી પૃથક્ કે ભિન્ન જ છે. આત્માનંદજી જુદી માટીના માનવી છે. ટીકા, ટિપ્પણ કે બાહ્યાડંબરથી પર, જ્યાં આત્મવંચના રહિત આત્મસ્થ કે આત્મોત્થાન પ્રેરક તત્ત્વ છે, ત્યાં જ તેમણે પગલાં માંડ્યાં, અને તેમના અનુસરણકર્તાઓને પણ ‘તમસો મા જ્યોતિર્ગમય’નો જ માર્ગ ચીંધ્યો છે.
આપણે નાનકદાસ, સૂરદાસ, રૈદાસ, કનકદાસ, તુલસીદાસ, કબીરદાસ, રામદાસ - આ દાસ એટલે જ સેવક, તો આત્માનંદજીને ‘આત્મદાસ’ કહીએ તો કંઈ અયોગ્ય નથી જ. જે અજાતશત્રુ હોય તે જ સૌનો મિત્ર હોઈ શકે. તે સત્યનો મિત્ર, પ્રભુનો મિત્ર, જગત માત્રનો મિત્ર સંભવી શકે. એવા અણુથીયે અણુ અને મહત્ થી મહત્ શ્રી આત્માનંદજી મહારાજનો અમૃતોત્સવ તે માત્ર કોબા કે ગાંધીનગર-ગુજરાતનું જ ગૌરવ કે ઉત્સવ નથી; તે સાંસ્કૃતિક પુનરોત્થાનનો ઉત્સવ છે. તેવા મહાપુરુષને, મત્થએણ વંદામિ. ૐ શાંતિઃ
પૂજ્ય શ્રી નલિનભાઈ કોઠારી
(શ્રી રાજસોભાગ આશ્રમ, સાયલા)
જેમની દૃષ્ટિ કૃપાની વૃષ્ટિ કરનારી છે અને જેમની વાણી ઉપશમરૂપી અમૃતનો છંટકાવ કરનારી છે, તે શુભ જ્ઞાન-ધ્યાનમાં મગ્ન બનેલા યોગીને નમસ્કાર હો.
જ્ઞાનામૃત મહોત્સવ પ્રસંગે સંતશ્રી આત્માનંદજીને સાદર પ્રણામ.
બહુશ્રુત, જ્ઞાનવૃદ્ધ, પરમશ્રદ્ધેય, પૂજ્ય શ્રી આત્માનંદજી સાહેબે સ્યાદ્વાદરૂપ, પરમાગમના પ્રકાશ વડે જિનેશ્વ૨ વીતરાગ ભગવાનના શાસનની ઉત્તમ પ્રભાવના કરી છે. સમ્યવિદ્યાથી વિભૂષિત પોતાના ઉજ્જવળ આચરણ વડે આપશ્રીએ સ્વપકલ્યાણ ભાવને ઉત્કૃષ્ટ રીતે ચરિતાર્થ કરી બતાવ્યો છે.
ચિત્તની પ્રસન્નતા, સંયમની સુવાસ, નિર્મોહી વાત્સલ્ય, અતિશય સ્મરણશક્તિ, અર્થ અને આશયનો બોધ કરાવતી વિશિષ્ટ પ્રજ્ઞા, તેમજ આત્મજાગ્રત કરાવનારી અમૃત વાણી વડે મુમુક્ષુ આત્માઓ પ્રત્યે મોટો ઉપકાર કર્યો
છે.
આ જ્ઞાનામૃત ભક્તિ મહોત્સવના પૂર્ણાહુતિ પ્રસંગે આપને અભિનંદન તેમજ ભાવવંદન. આપનું સુખાકારી દીર્ઘ આયુષ્ય અનેક સાધક આત્માઓને મૂળ સનાતન મોક્ષમાર્ગે પ્રયાણ કરવા નિમિત્તરૂપ બને એવી મંગલ પ્રાર્થના.
સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
144