________________
૩.
૪.
ફરજ બજાવવાની છે, જેથી સમાજ પણ શિષ્ટ અને સુદઢ બની શકે. મારા વિચારો, નિર્ણયો અને કાર્યોની જવાબદારી મારી પોતાની જ છે. તેનું પરિણામ આવે ત્યારે દોષનો ટોપલો બીજા પર કેવી રીતે ઢોળાય? અનેક વિપરીત સંજોગોમાં પણ હું ઠંડું દિમાગ રાખીને વર્તીશ. બીજાનો વાંક કાઢ્યા વિના મારી જાતને ઢંઢોળીશ કે મારી તો ક્યાંક ભૂલ નથી થતીને? જો થતી હોય તો સુધારવા હંમેશા તત્પર રહીશ. ગમે તેટલો કામનો બોજો હોય તો પણ થોડી ક્ષણો તો શાંત બેસીને પ્રભુનું સાન્નિધ્ય પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ રહીશ. બીજાઓની ઉન્નતિ જોઈને મનમાં ઈર્ષા નહીં કરું, ઊલટો હર્ષ પામીશ. સુખી થવાની એક ચાવી એ છે કે બીજાના સુખને જોઈને અને બીજાને સુખ આપીને જ આપણે સુખી થઈ શકીએ; કારણ કે આપણે એકલપેટા સુખી બની શકતા નથી.
૫.
• જીવન-ઉન્નતિના બાર મહામંત્રો ૧. પોતાનું કાર્ય સાચી સમજણપૂર્વક, સત્યનિષ્ઠાથી કરો. ૨. ખાનદાન અને ઉમદા મનુષ્યોની જ સોબત કરો. ૩. જીવનની પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરશો તો સમયના અભાવનો પ્રશ્ન સ્વયં હલ થઈ જશે. ૪. સંપત્તિનું જતન કરો છો, તેટલું જ જતન સંતતિને સંસ્કારિત બનાવવા માટે કરજો . ૫. આવક કરતાં ખર્ચ ઠીકઠીક ઓછો રાખજો, જેથી જીવન ચિંતામુક્ત અને કરજ વગરનું રહી શકશે.
સ્વચ્છતા અને વ્યવસ્થાનો જીવનનાં સર્વ ક્ષેત્રોમાં બરાબર ખ્યાલ રાખશો. તમારી વાણી ધીમી, સાચી, મીઠી, ખપ પૂરતી અને આદર દેવાવાળી રાખજો .
જીવનમાં પ્રભુ પર અતૂટ વિશ્વાસ રાખો. તેની સંપૂર્ણ શરણાગતિ કેળવો. ૯. ઉત્તમ અને અધિકૃત ગ્રંથોનું વારંવાર નિયમિત વાચન કરો. ૧૦. શ્રદ્ધા, ધીરજ અને ખંતને કાર્યની સફળતા માટે પાયારૂપે સ્વીકાર કરો. ૧૧. ધ્યેયનિષ્ઠ અને અડગ નિશ્ચયવાળા બનો. ૧૨. પ્રત્યેક પ્રાણીમાત્રમાં પરમાત્માનાં દર્શન કરો, જેથી વિશ્વમૈત્રી અને ચિત્તની શાંતિનો અનુભવ થવા લાગશે.
પૈસો, ધન અને લક્ષ્મી
આ બધા વચ્ચે ઘણો ફેર છે. પૈસો : જેને પ્રાપ્ત કરવા માટે વધારે પડતી મહેનત કરવી પડે, સાથે સાથે તીવ્ર પાપનું આચરણ કરવું પડે. જે ઘરમાં
આવ્યા પછી અનેક પ્રકારના ઝઘડા, કુસંપ, વેર-ઝેર, રોગ અને અશાંતિનાં કારણો બને તો સમજવું કે આ ‘ખાઉધરો મહેમાન” આપણા ઘરમાં પેસી ગયો છે અને થોડા સમયમાં ચોરી કરીને પાછો નાસી જવાનો છે. આવા પૈસાથી ઘરનાં સભ્યોની બુદ્ધિ બગડી જાય છે અને દાન, ધર્મ, ભક્તિ, અતિથિસત્કાર વગેરે સારી
132
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org