________________
બહેન એક સાધનસંપન્ન કુટુંબ તથા મોસાળમાં મોટા થયા છતાં તેમનું જીવન પ્રમાણમાં સાદું હતું. કોઈ મોંઘા કપડાંનો, દાગીના વગેરેનો કોઈ શોખ નહોતો. બહુ ફરવા જવું એવું પણ નહીં. થોડો વખત હૉસ્પિટલના કામથી relax થવા માટે ચાર-પાંચ દિવસે માતાપિતાને ત્યાં અથવા આજુબાજુના સ્થળે જવાનો વિચાર થતો. મુખ્ય શોખ ભણવાનો અને પછી લગ્ન કરી સારું, સાદું, સંપીલું ગૃહસ્થજીવન જીવવાનો હતો. મેડિકલ એજ્યુકેશન લીધા પછી પોતાના પ્રોફેશનનું કાર્ય પણ વ્યવસ્થિત રીતે અને ન્યાયનીતિપૂર્વક કરવું એવી પણ ભાવના હતી; જેથી આર્થિક, માનસિક તથા સામાજિક રીતે કોઈ મુશ્કેલી ન પડે. આવાં કારણોને લીધે પ્રભુ-ગુરુ-કૃપાથી મને પૂજયશ્રીના જીવનમાં એડજસ્ટ થવાની સારી સરળતા રહી એમ મને લાગે છે.
આ રીતે પૂજ્યશ્રીના અગણિત ઉપકાર અને ઋણનો હું સ્વીકાર કરું છું. તે ઋણ ચૂકવવાની યોગ્યતા નથી પણ તેમની તથા સર્વ મહાપુરુષોની આજ્ઞા પ્રમાણે મારું જીવન ઢાળવાનો પ્રયત્ન કરીશ, જેમાં મારું જ પરમ કલ્યાણ સમાયેલું છે.
અહો! ઉપકાર તુમારડો, સંભારું દિનરાત; આવે નયણે નીર બહુ, સાંભળતા અવદાત.
)િ ગિરિદ્ધિ લિમિલે ના 138 ) દિલિ સોલિક) શિલ્પ