________________
મોટા વૃદ્ધજન, શ્રીમંત કે ભિખારી, કોઈને “તું” કહેવાનું મટી ગયું. નોકરને પણ, બાળકને પણ, સૌ કોઈને ‘ભાઈ... બહેન... બેટા... વત્સ... ભવ્ય... હે... મા, હે મહાનુભાવ...' એવા જ શબ્દોથી સંબોધન થતાં આત્મામાંથી નીકળી પડ્યું સૂત્ર - “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.”
સ્વાશ્રયી
વ્યવહારજીવનમાં અને પરમાર્થજીવનમાં સ્વતંત્રતા સુખરૂપ છે અને પરાધનીતા દુઃખરૂપ છે. પૂજ્યશ્રીએ આ વાત નાનપણથી જ નક્કી કરી હોવાથી, “આપણી પેન, પુસ્તક, થાળી, કપડાં, ગરમ-પાણી, રૂમની સ્વચ્છતા વગેરે જેટલું પોતાની જાતે જ કરવાનું રાખીએ તેટલું વધારે સારું. બીમારી કે શરીરની વૃદ્ધાવસ્થા પ્રગટતાં કોઈનો સહારો જરૂરી બને છે છતાં, જેટલી સ્વાશ્રયની ટેવ પાડી હોય તેટલું ચારિત્ર્ય વિકાસ પામે છે અને વ્યક્તિત્વ ખીલતું જાય છે,” આમ દેઢપણે તેમની માન્યતા હોવાથી તેમની સહજપણે એક ‘self made' personality બની છે.
વળી, તેમની પરમાર્થદષ્ટિ કહે છે : “શરીરાદિ, સ્વજનાદિ, ઇન્દ્રિયાદિના અવલંબન વગર, સુખ પામવાની ટેવ અને તેમાંથી પ્રગટતી સાચી ધ્યાનદશા અને સમતાભાવ જેમને પ્રગટ થયા છે તેવા, સ્વાધીન સુખના ધારક મહાજ્ઞાનીઓને અને મુનિજનોને પુનઃ પુનઃ નમસ્કાર કરીએ છીએ!”
સહનશીલતાની મૂર્તિ
અનેક પ્રકારની વિપરીતતાઓ વચ્ચેથી આપણા જીવનની કેડીને કંડારવાની હોય છે. તેથી ડગલે ને પગલે પરમાર્થજીવનમાં કે વ્યવહારજીવનમાં જે કાંઈ મુશ્કેલીઓ આવે તે સમભાવથી સહન કરવાની ટેવ પૂજ્યશ્રીને નાનપણથી જ હતી. ૧૯૫૧-૧૯૫૬ના ગાળામાં, ખોપોલી તથા મુંબઈમાં, ઇંગ્લેંડના નિવાસ દરમ્યાન, તીર્થયાત્રાઓમાં, તથા કોબા સંસ્થાના પ્રારંભનાં ૫-૭ વર્ષોમાં “જાત મહેનત ઝીંદાબાદ' એ સૂત્ર ઉપર જ ચાલવાનું હતું. તેથી ભોજનાદિમાં, મુસાફરીમાં, ઑફિસ-કાર્યાલયના કામમાં, જે કાંઈ અગવડ હોય તે સ્વાભાવિક જ ચલાવી લઈને, આપણે આગળ વધવા માટે, પોતાની બધા પ્રકારની સગવડોની ઉપેક્ષા કરવી જ પડે, એમ તેઓ માનતા. આવનાર સાધકને સુવિધા આપવા માટે પૂજ્યશ્રી ઘણી વાર તેમનો સામાન પણ ઊંચકી લે અને ભોજન પણ પીરસે. શ્રી સહજાનંદજી તથા શ્રી સમંતભદ્ર મહારાજ પાસેથી “મુશ્કેલીઓ સમભાવે સહે તે જ સંત' એ સૂત્ર મળેલું; માટે નીચેના મંત્ર પ્રમાણે તેને નિરંતર જીવનમાં ઉતારવાનો પ્રયત્ન ચાલુ જ છે અને રહેશે. “ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે’ – બધું બરાબર છે, everything is OK, it will do.
બહુઆયામી સાધક
આ કાળના સાધકોમાં મોટાભાગે કોઈ એક પ્રકારની સાધના દૃષ્ટિગોચર થાય છે. મુખ્યપણે પોતાની કુળપરંપરા કે ગુરુપરંપરા પ્રમાણે વર્તીને મનુષ્યો આત્મકલ્યાણનો પ્રયત્ન કરતાં દેખવામાં આવે છે. પૂજ્યશ્રીના જીવનમાં ભલે પરમાર્થ-સાધના મુખ્ય રહી, પણ જીવનમાં જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિ-યોગ-તપ-ત્યાગ-પ્રભાવક વાણીયોગ અને સૌમ્યતા દ્વારા; સમીચીન દેશકાળજ્ઞતા, વિશ્વ વાત્સલ્ય, લોકોત્તર પ્રજ્ઞાસંપન્નતા, સત્યાર્થ સમાધિ
અને માનવજીવનનાં બધા પાસાંઓનું સર્વાગી અનુભવજ્ઞાન પ્રગટ થયેલ હોવાથી બહુજનકલ્યાણ થવામાં કરી છે. કોઈ વાર તો કરી
126
Jain Education International
For Private & Personal Use Only
www.ainelibrary.org