________________
નિયમિત ઘરનાં કામ, નિયમિત નિશાળનું લેસન અને નિયમિત હિંદી ભાષાના વાચન સહિત તેની પરીક્ષાઓ ૨૦ વર્ષની વય પહેલાં સારી રીતે પાર પડ્યાં.
વાહનમાં મુસાફરીના સમયે, કુદરતી હાજતના સમયે, ફરવા જવાના સમયે – આ બધાં કાર્યો દરમ્યાન પણ પ્રભુ-સ્મરણ, પદરટણનો અભ્યાસ ચાલુ રાખવાનો સતત ઉદ્યમ રહેતો. નિયમિત તીર્થયાત્રાઓ, નિયમિત શિબિરો, નિયમિત પૂજા-સ્વાધ્યાય-લેખન-ચિંતન આદિ સાધનોથી અને પ્રભુ-ગુરુની કૃપાથી આત્માના બળમાં ઠીક ઠીક વધારો થયો.
હવે તો સત્પરુષની આજ્ઞા-કૃપાએ સમયના સદુપયોગ પ્રત્યે સહજ જાગૃતિ રહે છે; છતાં શારીરિક પરિશ્રમની યથાપદવી મર્યાદા પણ સ્વીકારવી પડે છે.
ગુણગ્રાહકતા
જેમ વ્યવહારજીવનમાં કરકસરની ટેવ, તેમ પરમાર્થજીવનમાં પણ રૂડું રૂડું ભેગું કરવાની ટેવ. ૧૫-૧૬ વર્ષે લખાયેલી નોંધપોથીઓ મળી આવશે, જેમાં વિવિધ મહાપુરુષોનાં સર્વચનોનો સંગ્રહ હાથથી લખેલો છે.
‘ટીપે ટીપે સરોવર ભરાય’ એમ પૂજ્યશ્રીએ સંત-સમાગમથી અને બીજા મહાનુભાવોના પરિચયમાંથી ગુણોને ગ્રહણ કરવાની ભ્રમરવૃત્તિ રાખી છે અને તેથી જ તેઓ આજે સગુણોના પુંજરૂપ ‘સંત' બની ગયા છે.
માનવતાના મશાલચી
ઋજુ હૃદયના શ્રી આત્માનંદજી હંમેશાં કરુણા અને માનવતાનાં કાર્યોના પ્રેરક રહ્યા છે. સમયની માંગ પ્રમાણે, તેમની પ્રેરણાથી, સંસ્થા દ્વારા અનેકવિધ લોકહિતનાં કાર્યો એક યા બીજા પ્રકારે વર્ષોથી થતાં જ રહ્યાં છે. આ સમ્પ્રવૃત્તિઓમાં દર વર્ષે, ૨ ડિસેમ્બરના દિને યોજાતી રક્તદાન શિબિર, સમયે સમયે આજુબાજુનાં ગામોના લોકોને સ્થાનિક કાર્યકરો અને
| ‘પક્ષીમુક્તિ' કાર્યક્રમ સરપંચ-તલાટી આદિના સહયોગથી અનાજ, તેલ, ખાંડ તેમજ કપડાંનું વિતરણ, જીવદયા નિમિત્તે વિવિધ પાંજરાપોળોને અર્થસહયોગ, પક્ષીમુક્તિનું કરુણાસભર કાર્ય, સાબરકાંઠાનાં વિવિધ ગામડાંઓમાં પંખીઘર તેમજ પાણીના હવાડાઓ બાંધવા માટેની પ્રેરણા, ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં આસપાસનાં અનેક
ગામડાંઓમાં સંસ્થાપ્રેરિત યુવાપેઢી દ્વારા રાહતસામગ્રી| 128
નેત્રયજ્ઞમાં ઑપરેશન કરતા ડૉક્ટરો સાથે
128
Jain Education International
For Private & Personal Use Only
www.ainelibrary.org