________________
ત્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષક ખૂબ ભાવપૂર્વક સાંભળી આનંદિત થતાં. આમાં, જે બે પદો વારંવાર ગવડાવતા તે આજ સુધી પણ અવારનવાર સ્વાધ્યાયમાં આવે છે. શિવાજી મહારાજનું હાલરડું અને વનરાજ ચાવડાનું હાલરડું. અમદાવાદની પ્રીતમનગર સોસાયટીના ૧૬ નંબરના મકાનમાં, સમસ્ત ભારતીય સંતભક્તોનાં ભજનો અને ધૂનો સાંભળવાનું, શીખવાનું અને ભાવવાનું પૂજ્ય કૃષ્ણામૈયાના સહયોગથી અને સદ્ભાવથી ચાલતું રહ્યું અને ત્યાર પછી સહજ-સુખ-સાધન, સમયસાર-કળશ, જ્ઞાનાર્ણવ, રાજપદ આદિ અનેક સત્શાસ્ત્રોનાં પદ્યમય અધ્યયનઅનુશીલન દરમ્યાન આધ્યાત્મિક-સંગીતનો પ્રેમ, પરિચય અને પક્કડ વધ્યાં; જે ક્રમે ક્રમે વિશેષ અભ્યાસના ફળરૂપે ભાવોલ્લાસ અને ભાવશુદ્ધિમાં પોતાને અને અન્ય હજારો ભક્ત સાધકોને પ્રેરણારૂપ બની રહ્યાં.
ભાવપ્રધાન સાધકદશા
આત્મકલ્યાણ માટે જ્ઞાનીઓએ અનેક સાધનો બતાવ્યાં છે. જગતના સામાન્ય મનુષ્યોની દૃષ્ટિ સ્થૂળ અને બહિર્મુખ હોવાથી, જ્ઞાનીઓએ બોધેલાં બાહ્ય સ્થૂળ સાધનોને જ પરમાર્થપ્રાપ્તિનાં સાચાં સાધનો માની તેઓ ચાલે છે; પણ તેવી દૃષ્ટિ યથાર્થ નથી.
પૂજ્યશ્રીનું વ્યક્તિત્વ ચિંતનપ્રધાન અને વિશ્લેષણમય હોવાથી કોઈ પણ વસ્તુને તેના સમગ્ર પરિપ્રેક્ષ્યમાં સમજવા છતાં ‘આમાં પરમાર્થ શું?’ - એવી દૃષ્ટિ કાયમ રહેલ છે. જીવનનાં માંગીનુંગી મુકામે ભાવપ્રધાન સાધકદશા બધાં જ ક્ષેત્રોમાં સ્થૂળની ગૌણતા અને સૂક્ષ્મની મુખ્યતા રહેવાથી જ ઇન્દ્રિયો-વાણી-બુદ્ધિથી અગોચર એવા ‘ભાવાત્મક જગત’ પ્રત્યે તેમની દૃષ્ટિ રહી અને તેથી જ દેહાદિથી પાર એવા ‘નિજભાવ’ - શાયકભાવ-સહજ જાણનાર તરફ ઢળતી રહી.
દરેક વસ્તુના બાહ્ય સ્વરૂપને નિહાળતા તેના સૂક્ષ્મ પરિવર્તનશીલ અને અંતરંગ સત્ત્વ તરફ તુરત દૃષ્ટિ અને ચિત્તવૃત્તિ જવાનું ઘણાં વર્ષોથી તેમને સહજ થઈ ગયું છે. પૂજ્યશ્રી માટે જગત દેખાવા માત્ર છે, દૃષ્ટિ અને વૃત્તિ તે સર્વેને ભેદીને તેના ‘સહજ જાણનાર’ પ્રત્યે જાય છે. આમ થવાથી સાધના મુખ્યપણે ‘આધ્યાત્મિક-સૂક્ષ્મ-અંતરંગ’ સ્વરૂપને જ પકડે છે. ‘ભાવના મવનાશિની’ - એ સૂત્ર ચરિતાર્થ થાય છે અને એવી શ્રદ્ધા અને જાગૃતિ રહે છે કે “ભાઈ, પૅકિંગને જોવા કરતાં માલને જોવો તે જ પરમાર્થ સાધના છે.’"
વિનયસંપન્નતા
ધર્મનું મૂળ વિનય છે. જ્યાં સાચો વિનય પ્રગટે ત્યાં ક્રમશઃ સર્વસિદ્ધિ થાય છે.
આધ્યાત્મિક જીવનમાં પણ ભક્તિપ્રધાન દૃષ્ટિ હોવાથી પૂજ્યશ્રીને માટે વિનયગુણની આરાધના સરળતાથી બની શકી. આ યુગની અંદર પોતાને ભક્તિમાર્ગ શ્રેષ્ઠ લાગ્યો અને બાળપણમાં માતા-પિતા-ભાઈ-બહેન વગેરેનો વિનય, શિક્ષકો, વિદ્વાનો-સંતો-ગુરુજનો-ગુણિયલજનો અને ઉપકા૨ક મહાનુભાવોના વિનયમાં પરિણમ્યો. અભ્યાસમાં પ્રબુદ્ધતા આવતાં આત્માનો વિનયગુણ એવો તો પુરબહારમાં ખીલ્યો કે ‘સર્વ જીવો પરમેશ્વરનાં જ રૂપ છે’ એવો અનુભવ થયો. અંતરની કોમળતા વાણીમાં, વર્તનમાં - એમ ક્રમશઃ પ્રગટવા લાગી અને નાનું બાળક,
Jain Education International
125
For Private & Personal Use Only
www.jainhelltrary.org.