________________
વળી દૈનિકચર્યા લખવાનો ઉપક્રમ ભળ્યો, એટલે અંતરનિરીક્ષણની ટેવ જ પડી ગઈ; જેથી સમયના સદુપયોગને અને ઉમદા વિચારોને જીવનમાં અગ્રિમતાનું સ્થાન મળ્યું.
સાદાઈ બાબત પૂર્વભવોના સંસ્કારોએ સારો એવો ભાગ ભજવ્યો છે. કોઈ પણ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે ચિત્ત એકદમ આકર્ષાયું હોય એવું ક્યારેય બન્યું નથી. વળી, એકલા રહેવાનો યોગ જ જીવનમાં મુખ્યપણે બન્યો અને સામાજિક જવાબદારી નહીવત્ રહી આ બધાં કારણોથી આહાર, પહેરવેશ કે શરીરસંસ્કાર આદિ બાબતોમાં હંમેશાં સહજતા અને સાદગી જ રહી. પૂ. શ્રી સમંતભદ્ર મહારાજની આજ્ઞા-પ્રેરણાથી બ્રહ્મચારીનો વેષ વિધિવત્ ૧૯૮૪થી ધારણ કર્યો.
સાધના કેન્દ્રમાં, આગળ વધેલા સાધકોએ સફેદ વસ્ત્રો જ ધારણ કરવા બાબતની સૂચના અને પ્રેરણા કરી. દાનની પ્રેરણા દ્વારા જીવનમાં સંતોષ ગુણની વૃદ્ધિ પોતે કરી અને બીજા અનેકોને તેમ કરવા પ્રેરણા આપી.
બાળકવત્ સરળતા
‘સત્યપ્રિયતા’ના ઉપફળરૂપે આ ગુણ વિકસ્યો. જેવું હોય તેવું જ વિચારવું, જેવું વિચારવું તેવું બોલવું અને માનવું. જીવનમાં જેનો ઉપદેશ આપતા તેને પોતે ચરિતાર્થ કરતા.
| મુમુક્ષુદશાને વધારવાના ક્રમમાં આયોજનપૂર્વક આ પરમ ઉપકારી ગુણનો વિશેષ અભ્યાસ થયો. અભ્યાસ અને વિકાસથી તેની વૃદ્ધિ થઈ અને આત્મસાક્ષાત્કાર પછી તેની વિશિષ્ટ અને સાહજિક વર્ધમાનતા પ્રગટી; કારણ કે ભગવાન મહાવીરની આજ્ઞામાં ‘નિઃશન્યો વ્રતી ” એવું વિધાન છે. આત્માના મુખ્ય દસ ગુણોમાં તે સરળતાનો ત્રીજો નંબર આવે છે, એટલે આત્મગુણોના ચિંતનમાં વારંવાર તે ગુણ પાકો થાય છે. આથી આગળની વાત અનુભવગમ્ય છે. સંતોએ તેનો નિર્દેશ ‘તેનાં નેણ ને વેણ બદલાય, હરિરસ પીજિએ....' એ કથનથી કરેલ છે; જેનો આધ્યાત્મિક શાસ્ત્રોમાં અનેક જગ્યાએ ઉલ્લેખ છે.
પૂર્વભવના વિશિષ્ટ આરાધક
પૂજ્યશ્રીના વર્તમાન જીવન વિષે, તેમજ વિશેષ કરીને આધ્યાત્મિક જીવન વિષે વિચાર કરીએ છીએ ત્યારે તેને અનુકૂળ, પૂરક અને સંવર્ધક પૂર્વસંસ્કારોનું બાહુલ્ય સ્પષ્ટપણે ભાસ્યમાન થાય છે. એક કિશોરવયના વિજ્ઞાનના વિદ્યાર્થીને આટલી બધી સધર્મની રુચિ અને અધ્યાત્મ-વિકાસની દિશામાં
સતત પ્રગતિ કયા કારણથી થઈ તેનું જો વિશ્લેષણ કરવામાં
આવે તો પૂર્વભવોમાં થયેલી સાધનાનું યોગદાન લગભગ - ૬૫% થી વિશેષ ગણવું જોઈએ અને આ ભવમાં થયેલી જ્ઞાન-ધ્યાન-વૈરાગ્ય-ભક્તિ-સત્સમાગમ અને તીર્થયાત્રા આદિ સાધનોનું યોગદાન લગભગ ૩૫% જેટલું ગણવું જોઈએ; એમ તેઓશ્રીને ગહન વિચારણા કરતાં ભાસ્યમાન થાય છે.
નાનપણથી જ એકાંતપ્રિયતા, સગ્રંથોનાં વાચનમનનની ખૂબ જ રુચિ, “અનંત આનંદની પ્રાપ્તિ'ની ધૂન અને
ધ્યાનાવસ્થા
|
123 .
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org