________________
કપાયાં છે, પાપો વિરામ્યાં છે, વિશિષ્ટ પુણ્યો પ્રકાશ્યાં છે. મનજીભાઈ પ્રસન્ન થયાં છે રોમ રોમ વિકસ્યાં છે, બોધિસમાધિ વિસ્તર્યાં છે અને મુમુક્ષુઓનાં મન તજ્જન્ય અનુભવવાણી સાંભળીને હરખ્યાં છે.”
ક્ષમાધારક
પૂજ્યશ્રીના સંપર્કમાં આવેલાં સર્વ ભાઈ-બહેનો સારી રીતે જાણે છે કે તેઓ શાંતિ, પ્રેમ, કરુણા અને ક્ષમાની મૂર્તિ છે.
જાહેર જીવનનાં વિવિધ ક્ષેત્રોનાં ભાઈ-બહેનો પર સંસ્થા તરફથી એક પ્રશ્નાવલિ મોકલી તેમના પૂજ્યશ્રી સાથેના પરિચયની વિગત મેળવવામાં આવી હતી. એક અગત્યની નોંધનીય બાબત એ હતી કે નિશાળ, કૉલેજ, હૉસ્પિટલ, સહકાર્યકરો, શિક્ષકો, સેવકો, ભક્તજનો કે કોઈ પણ ક્ષેત્રની એક પણ વ્યક્તિએ તેમને કદાપિ ગુસ્સે થયેલા જોયા કે અનુભવ્યા નથી.
આમ, સાધના દ્વારા તેઓએ કેળવેલી ક્ષમા ઉપરાંત નાનપણથી જ તેમનામાં ક્ષમા અને પ્રેમનો ગુણ વિદ્યમાન હતો; જે ક્રમે ક્રમે આ તબક્કે વિશ્વપ્રેમરૂપે પરિણમેલો આપણે તેમનામાં જોઈ શકીએ છીએ. પ્રત્યક્ષ સમાગમ દ્વારા જ આ હકીકતનો અનુભવ થઈ શકે.
જ્ઞાનદાન - અભયદાનના દાતાર
સ્વ-પર હિતાર્થે પોતાની વસ્તુનો ત્યાગ કરવો તે દાન છે. આ અર્થમાં પૂજ્યશ્રીનું જીવન ઉત્કૃષ્ટ દાન પ્રવૃત્તિનું એક આદર્શ દૃષ્ટાંત છે, નીચેની હકીકત દ્વારા તે વધારે સ્પષ્ટ થઈ શકશે.
(૧)
સત્સંગ-સ્વાધ્યાય-ચિંતન-સાધના દ્વારા પ્રાપ્ત થયેલું જે દિવ્ય જ્ઞાન તેને તેઓએ ઉદારતાપૂર્વક વિતરિત કર્યું છે. તેમણે પ્રણીત કરેલું સાહિત્ય અને તેમણે કહેલાં સ્વાધ્યાય-પ્રવચનોની કુલ સંખ્યા ૧૨,૦૦૦ ઉપરાંતની છે. તેમાં ઉચ્ચ જીવનનાં બધાં પાસાંઓની ઉત્તમ છણાવટ તેઓએ નિષ્પક્ષ, અધિકૃત અને અનુભવપૂર્ણ શૈલીમાં કરી ઉત્તમ પ્રકારનું જ્ઞાનદાન કરેલ છે.
(૨) જીવનનું પ્રત્યેક કાર્ય જાગૃતિપૂર્વકનું હોવાથી અને હૃદયની વિશાળતા સમસ્ત જીવસૃષ્ટિ સુધી વિસ્તરી હોવાથી, તેઓએ પોતાની જાતને ‘અજાતશત્રુ’ બનાવી છે અને સમસ્ત વિશ્વ સાથે તેમનો દિવ્ય પ્રેમપૂર્ણ વ્યવહાર છે. આ છે તેમનું અભયદાન.
(૩) સામાન્ય દાન : છેલ્લાં ૩૦ વર્ષોમાં તેમની પ્રેરણાથી સમસ્ત ભારતમાં અને મુખ્યપણે કોબાના સાધના કેન્દ્રમાં લોકોએ ઠીક ઠીક પ્રમાણમાં દાન કરેલ છે; જેમાં જ્ઞાનદાન, વિદ્યાદાન, તીર્થદાન, ભોજનદાન, ઔષધદાન, અનુકંપાદાન આદિનો સમાવેશ થાય છે.
સાદું જીવન - ઉચ્ચ વિચાર
જીવનને આધ્યાત્મિક બનાવવાની ગણતરી હોવાથી નાનપણથી જ બે ગુણો પૂજ્યશ્રીના જીવનમાં વિકસ્યા - સાદાઈ અને ઉચ્ચ વિચાર.
સત્સંગ અને સાચનની જીવનમાં વિપુલતા રહી અને તેમાં વિવેક ભળ્યો જેથી ચિત્તમાં સામાન્યપણે ખોટા, હિંસક, પરનિંદાના કે એવા પાપવર્ધક વિચારોને પોતાનો અડ્ડો જમાવવાનો મોકો મળ્યો જ નહીં. આમાં
Jain Education International
122
For Private & Personal Use Only
www.jainelibrary.org