________________
વિવિધલક્ષી સત્સાધનો અને સદ્દગુણોને જીવનમાં સ્થાન આપવું એ જ તેમનો બોધ છે.
પૂજ્યશ્રી કહે છે : “ધર્મ એ કોઈ અમુક વ્યક્તિ, જ્ઞાતિ, પ્રાંત, ભાષા કે વેષ-વાળાની અંગત માલિકીની વસ્તુ નથી. જે કોઈ મનુષ્ય સત્યની સાચી સમજણ મેળવે, સ્વીકારે અને તેને અનુરૂપ જીવન જીવે તે મનુષ્યમાં ધર્મ પ્રગટે અને તે સાચો ધર્માત્મા બને. આ કારણથી, જ્ઞાનીઓએ ‘વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે' એમ કહ્યું છે. જીવનમાં ક્ષમા, વિનય, વિવેકાદિ ગુણો પ્રગટે તે ધર્મ છે. જે દ્વારા જીવનમાં અભ્યદય અને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય તે જ સાચો ધર્મ છે.”
માનવ પોતાના પૂર્વસંસ્કારો, રુચિ, તાસીર, પરંપરાગત અભ્યાસ, શક્તિ, સંયોગ અને સમુચ્ચય યોગ્યતા પ્રમાણે ભિન્ન ભિન્ન બાહ્ય સાધનો ભલે સ્વીકારે, પણ તે દ્વારા જો ચિત્તની શુદ્ધિ સાધીને, આત્મલક્ષ સહિત સ્વપરકલ્યાણમાં આગળ વધે અને સમતા-સમાધિને પ્રાપ્ત કરે તો તેનામાં ધર્મ પ્રગટે છે.
આવી ઉપરોક્ત માન્યતા આત્મસાત્ થઈ હોવાથી, પૂજ્યશ્રી કોઈ અમુક મત કે પક્ષનો હઠાગ્રહ કરવામાં માનતા નથી; પણ ઉદાર દૃષ્ટિબિંદુ અપનાવી ઉપર પ્રમાણે સમ્યક્રયોગની આરાધનાથી વિવેક, વૈરાગ્ય અને સમતાનો અનુભવ થાય તેવા સધર્મ પ્રત્યે સાધકને દોરે છે.
વાત્સલ્યમૂર્તિ
જીવનમાં સત્યની જ્યોતિનું પ્રાગટ્ય થવાથી તેની ફળશ્રુતિરૂપે, “પ્રેમ” એ પૂજ્યશ્રીના જીવનનો મુખ્ય મંત્ર રહ્યો છે. ભક્તિ-ભાવ-પ્રધાન વ્યક્તિત્વ હોવાથી કોઈ પણ મનુષ્ય કે જીવ કોઈ પણ રીતે દુભાય તેવો પ્રસંગ તેમને પ્રિય નથી.
નાના-મોટા સૌને ‘આ આત્મા છે, પરમાત્માનો જ અંશ છે.” એવી દૃષ્ટિએ જોવાની અને તેને અનુરૂપ વ્યવહાર કરવાની ટેવ હોવાથી બાળકો, વિદ્યાર્થીઓ, યુવાનો, માતાઓ, નોકરો, ડ્રાઇવરો, કચરો વાળનારો, શેઠશાહુકાર કે તિરસ્કૃત ભિખારી – કોઈ પણ હોય તેના પ્રત્યે અમારો સહજ પ્રેમભાવ નિસ્વાર્થપણે અને નિશ્ચલપણે પ્રગટે છે. | કોઈ પણ જીવ કેવી રીતે અભ્યદય પામે? તેને સુખ-સગવડ, શાંતિ, સાચી સમજણ, સમાધિ કેમ મળે, અને તેમાં હું કંઈ રીતે ઉપયોગી થઈ શકું? આવી ભાવના જીવનમાં હંમેશાં રહેતી હોવાથી - ‘આમાંથી કંઈક મેળવી લેવું - એવી પ્રવૃત્તિ બની શકતી નથી. “સકલ સંઘ હમરી બન આઈ'-ને ચરિતાર્થ કર્યું હોવાથી સાધના કેન્દ્રના સાધકોમાં, કર્મચારીઓમાં, ગુરુકુળનાં બાળકોમાં નાત-જાતના-દેશ-ભાષાના ભેદ નથી. સૌ કોઈ આવીને રહે, સારું શીખે, સારું વાંચે, સારું પામે; એવી જ તેઓની ભાવના હંમેશાં રહી છે.
પરમપ્રજ્ઞાવંત
સાધકના જીવનમાં પ્રજ્ઞા ક્રમે ક્રમે પ્રગટે છે. પૂજયશ્રીને બાળપણથી જ જ્ઞાનની પિપાસા તીવ્ર હતી, જે ધીમે ધીમે સંસ્કારિત થઈ સુવિચારોરૂપે પરિણમી; કારણ કે તેને સત્સંગ, સવાંચન અને મનનનું જળસિંચન મળ્યું. તેમની ૨૦ વર્ષની શરીરાવસ્થા પછી અનેક ઉત્તમ શાસ્ત્રોનું ગહન અવગાહન થતાં ચિત્તશુદ્ધિ વધવા લાગી. તેમાં વળી સત્સંગ, વિચારશીલતા અને ભગવદ્ભક્તિનો ઉમેરો થતાં જ્ઞાન સ્થિર અને નિર્મળ થયું અને પ્રજ્ઞા પ્રગટી.
પૂજ્યશ્રી કહે છે : “આ પ્રજ્ઞા દેવ-ગુરુ-ધર્મના પ્રભાવે વધતી જ ચાલી છે અને તેના સદુપયોગથી કર્મો
Jain Education International
For Private & Personal use only
www.anelibrary.org