________________
કપટપૂર્ણ વધ હમણાં સ્મૃતિમાં આવી ગયો...એક નાના યુવાન સાથે કિન્નાખોરીથી યુદ્ધ અને વડીલો દ્વારા ક્રૂરતાપૂર્ણ વધ....આ સ્મૃતિથી હૃદય દ્રવી ઊઠે છે અને ભોજનની ક્રિયા સંક્ષેપાઈ જાય છે.' આ કહેતાં એમના મોં પરના ભાવો એક “કરુણામૂર્તિ'માં કેવા પ્રતિબિંબિત થયેલા જોવા મળે છે! | અહીં આપણને શ્રી આત્માનંદજીના ઋજુ સ્વભાવનો પરિચય થાય છે. “મૂદુનિ કુસુમાત્’ - ફૂલથીય કોમળ હૃદયનું દર્શન થાય છે. આખોય પ્રસંગ કેટલાય દિવસો સુધી વ્યથિત કરી રહ્યો.
શ્રી આત્માનંદજીના હૃદયમાં અન્ય જીવો પ્રત્યે ભારોભાર કરુણા, પ્રેમ પ્રગટ થતાં જોવા મળે છે. દવાખાનાની પ્રેક્ટિસ દરમિયાન સાંજે શર્મિષ્ઠાબહેન સાથે બળિયાકાકાના મંદિરે ફરવા નીકળે ત્યારે ચણા-મમરાની થેલી સાથે રાખે અને ગરીબોમાં વહેંચે. તીર્થયાત્રાઓમાં જતી વખતે ખાવાની ચીજો, ઓઢવા માટેના ચોરસા અને ધાબળા વગેરે સાથે રાખે અને જરૂરતમંદ વ્યક્તિઓને વહેંચવાનો ઉપક્રમ કાયમ સેવે.
એક વખત બિહારની સમેતશિખરની યાત્રા હતી. ઠંડી પુષ્કળ હતી. સવારે મુમુક્ષુઓ સાથે ફરવા નીકળ્યા. આપવાની વસ્તુઓ તો ખલાસ થઈ ગઈ હતી. રસ્તામાં બેત્રણ માણસો ટાઢમાં ઠૂંઠવાતા પડેલા જોયા. ધર્મી જીવ કકળી ઊઠ્યો. પોતે ઓઢેલ ધાબળો કે ખેસ ઘડીનોય વિચાર કર્યા વિના તેમને ઓઢાડી દીધો. સાથેના મુમુક્ષુઓને કોઈ આનાકાની કે વિચારની તક આપ્યા વિના સહજ જ ક્રિયા પતાવી પાસેની ધર્મશાળામાં જ્યાં ઉતારો હતો ત્યાં ચાલ્યા ગયા.
દયાભાવથી દાન કરવું અને કરુણાભાવથી દાન કરવું બને અલગ બાબત છે. એકમાં ઉપકારના ભાવનો સૂક્ષ્મ અહંકાર રહેવો સંભવે છે, બીજામાં જીવમાત્રમાં પ્રભુપ્રેમનું સાકાર સ્વરૂપ છે. અહિંસાનું આ એક શુદ્ધ સ્વરૂપ છે. જ્યારે પણ તમે શ્રી આત્માનંદજીને મળો ત્યારે, ક્ષેમ-કુશળના સમાચાર પહેલાં સસ્મિત, પૂછે; જેમાં માત્ર ઔપચારિકતા કરતાં પ્રેમ-ભાવના વધારે પ્રતિબિંબિત થતી જોવા મળે.
હાચું સુખ દીઠું
સાબરકાંઠામાં સંત શ્રી જેસિંગબાવજીનું નામ મોટું. પરમાત્માને ભજવાના અનેક પ્રકારોમાં ‘ભક્તિ' એક આગવો પ્રકાર છે. ગુજરાતમાં નરસિંહ મહેતાથી માંડીને આજસુધીમાં આ પરંપરામાં અનેક નાનામોટા સંતો થઈ ગયા. તેમની અણીશુદ્ધ નિર્મળ ભક્તિથી ગુજરાત ઊજળું છે. શ્રી જેસિંગબાવજી પણ તેમાંના એક છે. સાચી ભક્તિ હોય ત્યાં કોઈ સંત દૂર રહી શકે જ નહીં. શ્રી આત્માનંદજી સાથેનો પરિચય સુભગ યોગ કહેવાય. આમેય તેમનો ઈડર-સાંબરકાઠા સાથેનો સંપર્ક તો ઘણા વખતથી હતો જ. શ્રી જેસિંગબાવજીના જન્મદિને ખૂબ મોટો મેળાવડો વક્તાપુરમાં થાય. શ્રી આત્માનંદજીને તેઓ રાખડી બાંધી ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરતા. દર મેળાવડે તેમને ભાવભર્યું આમંત્રણ પાઠવતા અને સ્વાધ્યાય ગોઠવતા. એવા એક સ્વાધ્યાય વખતે આત્માનંદજી સામે આંગળી ચીંધીને માનવ-મેદનીને નરી ગામઠી ભાષામાં કહ્યું :
આ અમેરિકા-યુરોપ વગેરે આખી દુનિયામાં ફરી આવ્યા પણ ચ્યોય હાચું સુખ દીઠું નહીં તો આત્મા તરફ વળી ગયા છે. મોટું મુનિપણું લીધું. અને કોબામાં ભગવાનની ભક્તિ, સંતોની સેવા અને મુમુક્ષુઓનો સત્સંગ કરે છે. ઈમને પૂછો કે એક આત્મા વિના ક્યાંય પાસાં સુખ-શાંતિ મળે એમ છે? માટે તો એમણે બધું (સંસાર) મૂકી દીધું.
તમે કુણ છો? એટલી ઓળખ પામો તોય ઘણું.” | G G G 107 -
O PજO