________________
આ પંક્તિઓ ખૂબ અસરકારક રાગે ગવાતી હતી! પૂજ્યશ્રી પોતાની પૂર્વાવસ્થામાં સરી પડ્યા. બાળપણમાં ૪૭ વર્ષ પહેલાં યોગ-સાધન-આશ્રમમાં સ્વ. પૂ. કૃષ્ણામૈયાએ મધુરકંઠે સંભળાવેલ આ પદની અત્યંત ભાવપૂર્ણ સ્મૃતિ થઈ આવી, હૃદય ગગદ થઈ ગયું.
શરીરમાં રોમાંચ વ્યાપ્યો અને ભાવસમાધિની દશામાં આવી ગયા.
બાલ્યાવસ્થાના ભક્તિ-સંસ્કાર સ્મૃતિ પર પુનઃ અંકાઈ જતાં ભક્તહૃદય ભાવભીનું થઈ ગયું અને પ્રાસંગિક ઉદ્ધોધન ઉપસ્થિત ભક્તજનોને કર્યું.
યુ.એસ.એ.માં લોસ-એન્જલસનો તા. ૧-૮-૧૯૯૮નો પ્રસંગ
પ્રવાસ દરમિયાન શ્રીમતી સુષ્માબહેન તથા દિલીપભાઈના નિવાસસ્થાને સ્વાધ્યાયનો કાર્યક્રમ હતો. સ્વાધ્યાય લાંબો ચાલ્યો. તે પૂરો થતાં જ શ્રી આત્માનંદજીએ ત્રણેક કલાકનું મૌન રાખ્યું.
દિલીપભાઈ તથા અરુણભાઈ સાથે પૂજ્યશ્રી પગ છૂટો કરવા ઘરની બહાર ફૂટપાથ પર ચાલવા લાગ્યા. ૧૦૦ ડગલાં ચાલ્યા હશે ત્યાં તેઓ એકદમ અટકી ગયા. સાથેના લોકો આગળ નીકળી ગયા હતા. તેઓને લાગ્યું કે પૂજયશ્રી કંઈક શોધી રહ્યા છે. પાછા ફરી પૂછ્યું કે શું થયું?'
મૌન વ્રત હતું એટલે આંગળી ચીંધીને કીડીઓનું લાંબુ એક પંક્તિમાં ચાલતું મોટું લશ્કર બતાવ્યું અને પોતે ત્રણેક ફૂટનો કૂદકો મારી આગળ ચાલવા લાગ્યા.
| દિલીપભાઈ જોઈ રહ્યા અને તરત જ ખ્યાલ આવ્યો કે પૂજ્યશ્રી પોતાના પગ નીચે કેટલીક કીડીઓને હાનિ પહોંચી તે જોઈ ક્ષોભ પામ્યા.
કીડીઓમાં પણ મારા જેવો જ આત્મા છે.” 'आत्मवत् सर्वभूतेषु ।'
પ્રત્યેક જીવ પ્રત્યેનું આત્મવત્ તાદાભ્ય એ તો સાધનાની ફળશ્રુતિ છે. પ્રત્યક્ષ વ્યવહારમાં એનો અનુભવ અને પ્રતીતિ આપણે શ્રી આત્માનંદજીના અનેક પ્રસંગોમાં જોઈ શકીએ છીએ.
આપણે જાણીએ છીએ કે દેહાસક્તિ ધીમે ધીમે ઘટાડી સાંસારિક માયાને ધીમે ધીમે સંકોચી લેવાની હોય છે. કોઈ પણ મુમુક્ષુના વિકાસની આ ક્રમિક પ્રક્રિયા છે.
શ્રી આત્માનંદજીના અગાઉના પ્રસંગમાં આપણે જોયું હતું કે તેમણે દેહને ગૌણ બનાવી દીધો છે. દેહ તો માધ્યમ છે. એની વિશેષ દરકાર કે લાડ લડાવવાનું સાધક માટે બાધક છે.
પૂજયશ્રીની યુ.એસ.એ.ની ધર્મયાત્રા દરમિયાન, લોસ એન્જલસમાં તેમનું આગમન થયું. આ દિવસ હતો તા. ૨૪-૭-૧૯૯૮નો.
સતત સ્વાધ્યાય-પ્રવચનો તથા અન્ય કાર્યક્રમોને કારણે શ્રી આત્માનંદજીના ગળામાં સોજો આવ્યો હતો અને એની સ્પષ્ટ અસર વિડિયો-ઑડિયોમાં વરતાતી હતી. તાવ હોય એવું લાગ્યું.
| સ્વાધ્યાય યથાવતુ પૂરો થયો. અરુણભાઈ - પદ્માબહેને ઘેર આવી શ્રી આત્માનંદજીનો તાવ માપવા થર્મોમિટર મૂક્યું. ૧૦૧ ઉપર તાવ હતો. પણ કોઈને ખાસ જણાવા દીધું નહીં.
113
ESPOO