________________
ધર્મયાત્રામાં પણ આત્માને જાગ્રત રાખવાનું એમનું વલણ આપણે અનેક પ્રસંગોમાં જોઈ શકીએ છીએ.
એવી જ રીતે મધ્યપ્રદેશમાં ‘ખજૂરાહો’નાં જગપ્રખ્યાત મંદિર જોતાં, ત્યાંની નખશિખ કંડારાયેલી અદ્ભુત મૂર્તિઓ, તેની કળા-કારીગરી જોતાં સહયાત્રીઓને ટકોર કરી કે.....
‘આત્માને યાદ રાખીને જ કલાકારીગરી જોજો .’
યાત્રામાં તો મનને લોભાવે-લલચાવે એવાં સ્થળો કોઈ વાર આવતાં હોય છે. પણ યાત્રી પોતે સજાગ અને સંયમી હોય તો ઘણા બધા ભયથી ઊગરી જતો હોય છે. અહીં શ્રી આત્માનંદજીની ટકોર પણ સમયસરની જ હતી.
કહેવાય છે અને હકીકત પણ છે કે સંતો બાળકો જેવા નિર્દોષ અને નિર્વિકાર હોય છે. ક્યારેક બધું ભૂલી બાળક જેવું નિર્દોષ અને નિર્વ્યાજ વર્તન કરતા હોય છે ત્યારે સૌ કોઈને આનંદની કોઈ જુદી જ દુનિયામાં લઈ જતા હોય છે.
શ્રી આત્માનંદજી ખૂબ નાના એટલે ચાર-પાંચ વર્ષના હતા ત્યારે તેમના ડૉક્ટરકાકાનો કોટ પહેરી મોટું ફુલાવી ‘હું મોટો ડોક્ટર બનીશ” કહેલું ત્યારે કુટુંબના સૌ કોઈ સભ્યો હસી પડતાં – તો ડબ્બીમાં રબરનો સાપ લઈ કોઈને ખોલવા કહે અને પેલો સાચો સાપ સમજી ચમકે ને શિયાવિયા થઈ જાય જે જોઈને એમને મઝા પડતી. આમ, બાલ્યાવસ્થામાં એમનો ટીખળી સ્વભાવ મોટી ઉંમરે પરિવર્તિત પામીને લોકસંપર્કમાં ઉપયોગી બની રહ્યો.
બાળકો સાથે બિલકુલ બાળકમય બની હાથની આંગળીઓનો પાવો વગાડી બાળકોનો પ્રેમ જીતી લે છે. બાળકો નાનાં હોય અને માતા તેમને કેવી રીતે નવડાવી વહાલ કરે, તેનો બાલચેષ્ટાસહ તાદેશ્ય ચિતાર ઘણી વાર સ્વાધ્યાયમાં આપતા જોવા મળે. ક્યારેક પ્રવચનમાં સંવાદ રચે ત્યારે જિનેન્દ્ર ભગવાનને કહે : “જુઓ ભગવાન, આ કર્મ છે અને આ હું છું, તો અમારા બેમાંથી જે દુષ્ટ હોય એને શિક્ષા કરો.”
આવાં ભાવચિત્રો ભાવિકોને જબરજસ્ત અસર કરી જતા હોય છે.
એક વખત રાજસ્થાનની યાત્રા દરમિયાન ચિત્તોડગઢ જવાનું થયું. ત્યાંના કીર્તિ-સ્તંભ પર સાતમા માળે ચડીને વિનોદમાં કહ્યું : જુઓ....
બધાંને થયું, પૂજયશ્રી કંઈક વિશેષ કહેવા માગે છે. બધાં એમની પાસે એકત્ર થઈ ગયાં. “જુઓ, (આંગળી આકાશ સામે ઊંચી કરી) અમે મોટા કે ભગવાન મોટા?” સાંભળી સૌ હસી પડ્યાં.
એમના આ બાળકવતું રમતિયાળ સ્વભાવને કારણે યાત્રીઓ પણ મુક્ત મનથી એમની સાથે હળી-મળી શકે. ‘હું બધા કરતાં અલગ છું, મોટો છું’ એવું મિથ્યાભિમાન ક્યારેય જોવા ન મળે. ગળે વળગાડીને આગળ લઈ જાય એનું નામ સંત. સદ્દગુરુ અને શિષ્યનું જેટલું એત્વ સધાય એટલી ઊંચાઈ શિષ્ય પામી શકે.
દેહ છતાં વર્તે દેહાતીત
ઈ.સ. ૧૯૯૮ની યુ.કે.ની ધર્મયાત્રા.
જે
હe
or
111
of
o
જે
હું