________________
- પારસમણિત
કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વની છાયાઓને પામવાનો રસ્તો એમના નાના-મોટા પ્રસંગો છે. એમના જીવનનું સાચું દર્શન આપણને એમના જીવન-વ્યવહારમાંથી ઉદ્ભવતા બનાવોમાં દષ્ટિગોચર થાય છે; તેમજ સંબંધિત વ્યક્તિના સંદર્ભમાં આપણને ઘણુંબધું દર્શાવી જાય છે. એમના સમુચ્ચય વ્યક્તિત્વને સમજવામાં ચાવીરૂપ બને છે. શિવાજી મહારાજના પ્રસંગોમાંથી રાષ્ટ્રીય ચારિત્ર, ગાંધીજીના પ્રસંગોમાંથી સામાજિક અને માનવીય ચારિત્ર અને શ્રીમદ્ રાજચંદ્રજીના પ્રસંગોમાંથી આધ્યાત્મિક ચારિત્ર ઊપસી આવે છે. સામાન્ય સ્તરના માણસો, પ્રસંગો દ્વારા જ મહાન વ્યક્તિઓના જીવનમાંથી કંઈક ને કંઈક પ્રેરણા પ્રાપ્ત કરતા રહે છે. તે સુધી બહુધા ખૂબ ઓછા લોકો પહોંચી શકતા હોય છે. પણ એમના જીવનપ્રસંગો દ્વારા તત્ત્વનું નિરૂપણ એ સર્વના રસનો વિષય બને છે. ઝીણી ઝીણી રેખાઓ પ્રસંગો દ્વારા વ્યક્ત થાય છે.
મૃદુનિ કુસુમાત્ઃ
દિલ્હી દૂરદર્શન-નેટવર્કમાં દર રવિવારે સંસ્કારપ્રેરિત શ્રેણીઓ (સિરિયલ) આવતી હતી. રામાનંદ સાગરની રામાયણે તો આખા દેશમાં એટલું મોટું ઘેલું લગાડેલું કે ઘરમાં સૌ ઝટપટ કામ પતાવી ટીવી સામે ગોઠવાઈ જતા. જેને ત્યાં ટીવી ન હોય તે આજુબાજુ પાડોશીના ઘરમાં પહોંચી જતા. બહાર તો જાણે કરફ્યુ હોય તેમ રસ્તાઓ સૂમસામ બની જતા. ત્યાર પછી આવી જ બીજી સિરિયલ ‘મહાભારત’ શરૂ થયેલી. એની પણ લોકોને એટલી જ માહિતી હતી.
એપ્રિલ ૧૯૯૬ની આ વાત છે.
શ્રી આત્માનંદજીએ હરસ-મસાનું ઑપરેશન અમદાવાદના ડૉ. અમરીષ પરીખને ત્યાં કરાવ્યું હતું. ડૉ. અમરીષ પરીખ એમના સહાધ્યાયી પણ હતા. આત્માનંદજી અમદાવાદમાં થોડા દિવસ માટે આરામ વખતે મહાભારતની સિરિયલ ચાલુ હતી. અભિમન્યુના ચક્રવ્યુહ-કોઠાનો એપિસોડ હતો. અભિમન્યુ વીરતાપૂર્ણ યુદ્ધ કરતો કરતો એક પછી એક કોઠા પાર કરતો હતો, પરંતુ તેને ગર્ભાવસ્થામાં જેટલું જ્ઞાન મળ્યું હતું ત્યાં સુધી પહોંચી ગયો. પણ હવે તે એકલો પડી ગયો. ચારે બાજુથી શત્રુઓએ ઘેરી લીધો. દુર્યોધન, દુ:શાસન, કર્ણ, શકુનિ બધા મહારથીઓ આગળ આ “બાળક” કેટલું ટકી શકે? બધાએ એને ક્રૂરતાપૂર્વક રહેંસી નાખ્યો. યુદ્ધના નિયમોનો ભંગ કરી, શક્તિશાળી મહારથીઓ ભીષણ રીતે તૂટી પડ્યા. આ વિભીષિકાનું દશ્ય શ્રી આત્માનંદજીએ ટી.વી. સ્ક્રીન પર જોયું. આ પ્રસંગને દિગ્દર્શક ચોપરાએ એવી રીતે ઉપસાવ્યો હતો કે જોનાર કોઈ પણ વ્યક્તિને અત્યંત ધૃણા થયા વિના રહે નહીં. આ કૅસેટ જોયા પછી, સાંજે આહાર માટે ગયાં, ત્યાં “આહાર” અલ્પ પ્રમાણમાં લીધો. હાજર રહેલ બહેનોએ પૂછ્યું : “આજ કેમ આટલું જ ભોજન લીધું?” તેના જવાબમાં પૂ. શ્રીએ કહ્યું : “અભિમન્યુનો
106
પારસમણિનો સ્પર્શ પારસમણિનો સ્પર્શ પારસમણિનો સ્પર્શ પારસમણિતો પણ