________________
પ્રવચન બાદ કોઈનું નામ દીધા વિના ખૂબ જ શાંતિથી પણ દેઢ-કડક શબ્દોમાં જણાવી દીધું કે ઊંઘ પર કાબૂ રહી શકે એમ ન હોય તો હૉલમાંથી બહાર ચાલ્યા જવું અને આવા પ્રકારની વ્યક્તિઓએ આગળ કે વચ્ચે બેસવું નહીં, પણ છેલ્લે બેસવું; જેથી કોઈને ખલેલ પહોંચે નહીં ને શાંતિથી બહાર નીકળી જવાય. વાત તો સામાન્ય છે પણ આ વાક્યોથી મુમુક્ષુઓમાં સહેજ પણ ઢીલાશ હોય તો જાગ્રત થઈ જાય. એની બધા પર અસર પડી. પણ આવું તો
ક્યારેક જ બને. સામાન્ય રીતે તેઓ સામાને આદર આપતા હોય છે. નારાજગી પ્રગટ કર્યા વિના સહન કરી લે એ સ્વભાવ તો મૂળથી જ છે. એવો એક પ્રસંગ તેમના લઘુબંધુ શ્રી જ્યોતીન્દ્રભાઈ વર્ણવે છે. આમ તો મુકુન્દભાઈ સાથે મારે રહેવાનું ખૂબ જ ઓછું બન્યું છે. હું ઘણો નાનો. પરિપક્વતા આવી ત્યારે કંઈક સમજતો થયો. પણ મને યાદ છે કે વર્ષો પહેલાં મુકુન્દભાઈ સાથે હું મુંબઈ ગયેલો ત્યારે મને પિશ્ચર જોવાનું મન થયું. ‘ભાભી’ પિક્સર ચાલતું હતું. તેમને ન ગમતું હોવા છતાં મારું મન રાખવા અને થિયેટરમાં પિશ્ચર જોવા ગયા અને મને બરાબર ખ્યાલ છે કે મુકુન્દભાઈ થિયેટરમાં આંખો બંધ કરીને ત્રણ કલાક બેઠા રહ્યા. કોઈ ઉપદેશ નહીં, કોઈ પણ પ્રસંગને પચાવી’ જાણવાની શક્તિ જ નિર્વિરોધ કરી દેતી હતી.
એમના પરિચયમાં કહો કે સત્સંગમાં આવનાર અનેક વ્યક્તિઓનું જીવનપરિવર્તન થયેલું જોવા મળે છે. વડોદરાના ડૉ. રમેશભાઈ પરીખ જણાવે છે : ડૉ. સોનેજી સાહેબના મદદનીશ ડૉક્ટર તરીકે, હું તેમની ખૂબ જ નજીક આવ્યો. રિસેસમાં તેઓ લૌકિક કરતાં આધ્યાત્મિક વાતો વધુ કરતા. તેઓ કહેતા કે ભગવકૃપાએ મને આ દિશામાં વાળ્યો ન હોત તો આજે હું સ્વચ્છંદી બન્યો હોત. સંત સૂરદાસ જેવા જ સ્પષ્ટ કબૂલાત કરીને કહી શકે કે ‘મો રામ ઝીન શુદિન રાત વામી’ આગળ તેઓ જણાવે છે : “તેમના સ્વભાવમાં નરી ઋજુતા, મૃદુતા, સરળતા, કરુણા તથા હૃદયની વિશાળતા જોનારને તરત જ જણાઈ આવે...આવા સંતપુરુષનો પ્રેમ અને સદ્ભાવ મળ્યો તેથી મારા જીવનને ભાગ્યશાળી માનું છું.”
- ડૉ. ચિનુભાઈ નાયક તેમના વ્યક્તિત્વને Sound character and total Personality, full of love and emotion તરીકે ઓળખાવે છે. એટલે તો તેઓ શ્રી આત્માનંદજીને ગુજરાતના ખલિલ જીબ્રાન અથોતુ આત્માના ડૉક્ટર તરીકે માન આપે છે.
કૅલિફૉર્નિયાથી શ્રી પ્રવીણભાઈ વી. મહેતા લખે છે : “સતધર્મ પ્રત્યે મારી રુચિ કેળવવા માટે અને આત્મકલ્યાણના માર્ગે પ્રગતિ કરવામાં, યથાયોગ્ય માર્ગદર્શન આપીને પૂ. શ્રી આત્માનંદજીએ મારા પર પરમ ઉપકાર કર્યો છે. પારમાર્થિક જ્ઞાન અને આત્મલક્ષી ક્રિયાનો ઉત્તમ સમન્વય મને તેમના જીવનમાં જોવા મળ્યો છે. શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચનામૃતોના બોધને મુમુક્ષુજીવોના અંતર સુધી પહોંચાડવાનું ઉત્તમ કાર્ય તેમણે કર્યું છે.”
કૅલિફૉર્નિયાથી શ્રી મહેન્દ્રભાઈ કે. ખંધાર તથા વીણાબહેન ખંધાર, શ્રી આત્માનંદજીના સાર્વત્રિક ગુણો ટૂંકમાં જણાવતાં કહે છે : “He is open minded & liberal with tolerant attitude towards other religions and other people's views. Plain & simple living, high thinking, pleasant character, with honest smile, helpful to others, respect to all, attention to everybody.....still aloof and also to his soul with frequent moment of self realizing bliss & peace.”
શ્રી આત્માનંદજીનાં બહેન દિવ્યાબહેન કનુભાઈ જાજલ તેમનામાં વિશિષ્ટ ગુણ તરીકે punctualityને જુએ છે તો તેમનાં પત્ની ડૉ. શર્મિષ્ઠાબહેન તેમની ચોક્કસતા અને પ્રત્યેક ક્ષણનો સારા કામમાં ઉપયોગ કરતા નજર સમક્ષ અનુભવે છે. શ્રી મિતેશ એ. શાહ, આત્માનંદજીમાં નિર્મળ ચારિત્ર તથા ઉચ્ચ આધ્યાત્મિક દશાને પ્રાપ્ત સંત તરીકે જુએ છે. સંતોનું ચારિત્ર એ જ એમની આધ્યાત્મિક મૂડી છે. એટલા માટે તો શ્રી આત્માનંદજી અપાર
104
Jain Education International
Fue Private & Personal use only
www.ainelibrary.org