________________
આટલી મોટી સંસ્થા હોય અને વિશાળ અનુયાયીઓ, મુમુક્ષુઓની સંખ્યા હોય, સ્વભાવનું વૈવિધ્ય હોય - આ બધાંને સાથે રાખીને ચાલવું અશક્ય નહિ તો અઘરું તો છે જ. મતભેદ પણ જણાય, વિકલ્પો પણ થાય, સ્નેહભાવને કારણે ગૂંગળામણ અનુભવાય, આ બધાંમાંથી માર્ગ કાઢી, સૌનું વત્તા-ઓછા પ્રમાણમાં માનસિક સમાધાન કરી સૌને સાથે રાખી કામ કરવાની કુશળતા શ્રી આત્માનંદજી ધરાવે છે. સર્વ જીવોનું ભલું કેમ થાય એ એમનું લક્ષ્ય. આ માટે પ્રથમ તો પારદર્શક પ્રભાવી ચારિત્ર્ય જોઈએ, અત્યંત ઉદાર વલણ અને વિશાળ હૃદય જોઈએ, જે શ્રી આત્માનંદજીમાં આપણે જોઈ શકીએ છીએ. ધર્મી જીવો પ્રત્યેનો વાત્સલ્યભાવ એમને એ દિશામાં દોરે છે. દરેક સાથેનો પ્રેમમય વ્યવહાર, આશ્રમના નાનામોટા કોઈ પણ કાર્યકર્તાઓ જોડે મીઠા સંબંધ તથા આદર એ એમના વણાઈ ગયેલા ગુણો છે. ‘અમે તો ધર્મી જીવોના દાસ છીએ” ઉચ્ચારણમાં એમની નમ્રતા જોવા મળે છે. ડૉ. શર્મિષ્ઠાબહેને તેમનામાં Thinking type of Personality જોઈ. કુટુંબના સર્વ સભ્યો સાથે મૈત્રીભાવ અનુભવ્યો. તેમના લઘુબંધુ પ્રાચાર્ય શ્રી અનિલ સોનેજી જણાવે છે : “કુટુંબમાં સંપ વધે, એકતા જળવાય, વડીલોને આદર આપતા થાય અને નાનાઓનું સન્માન જળવાય એવો હંમેશાં એમનો પ્રયત્ન રહ્યો છે. નોકરી દરમિયાન તેઓ જુનિયર્સ માટે પ્રોત્સાહક, સિનિયર્સ માટે આદરભાવ છતાં મર્યાદાઓ વિષે સ્પષ્ટવક્તા અને ટીકાકારો માટે ‘તટસ્થ', સત્યનો અંશ હોય તો સ્વીકારવાની તૈયારી, ટીકાકાર માટે સહેજ પણ કડવાશ નહીં, સ્વનિરીક્ષણમૂલ્યાંકન અને પરીક્ષણે જ એમને સતત જાગ્રત રાખ્યા છે.”
| ગમે તેવી વિષમ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં “સ્વસ્થ રહેલા જોઈ શકીએ. “સમ્યકત્વભાવનું દર્શન થાય. બોટાદવાળાં શેઠ છાયાબહેન રતિલાલના શબ્દોમાં સહેજ પણ વ્યાકુળ થયા વિના, કોઈને પણ દુઃખ પહોંચાડ્યા વિના, હૃદયની અનુકંપા સાથે, અપમાનાદિ ગજબની કક્ષાએ સહન કરીને, અજબની શાંતિ ધરાવે એટલે મોટાભાગની કોઈ પણ સમસ્યા અહીં જ હલ થઈ જાય અથવા ઠંડી પડી જાય.”
સંસ્થાના પ્રમુખશ્રી જયંતભાઈ શાહ કહે છે કે : “મારાં ૨૫થી પણ વધુ વર્ષોના તેમના પરિચયમાં એક વખત પણ મેં તેમને ગુસ્સે થયેલા જોયા નથી, ભલે ગમે તેવાં વિપરીત પરિબળો કામ કરી રહ્યાં હોય.” આ જ વાત મને સર્વશ્રી પ્રમોદ ભીખાભાઈ શાહ, ચંદ્રિકાબહેન પાંચાલી, બોટાદ વગેરે તરફથી પણ કહેવામાં આવી છે. ક્રોધ ઉપરનો કાબૂ એ “સંત'ની પહેલી જરૂરિયાત છે. ક્ષમા ગુણનું આવું પ્રત્યક્ષીકરણ અન્યત્ર મારા જોવામાં આવ્યું નથી. કાબૂ ગજબનો છે.
આમ છતાં આ ગુણ મર્યાદા બની ન જાય એ પણ જોયું છે. ક્યારેક પુણ્યપ્રકોપનો અનુભવ થાય. ખાસ તો શિસ્તની બાબતમાં ચલાવી ન લેવાય. આ બાબતમાં એમના શિસ્તના આગ્રહને સૂચવતો એવો એક પ્રસંગ હમણાં બન્યો. (૪-૭-૯૯). સ્વાધ્યાય-પ્રવચન વખતે એક મુમુક્ષુ ખુરશી પર ટેકો લઈ ઊંઘતા હોય એવું લાગ્યું ત્યારે
103
(resert si urી તી આત્માનની મસાણી જીવ પાહિતી મસ્તી યાત્માનંદજી સદી