________________
દુનિયાથી કોઈ અલિપ્ત જગ્યાએ બધું ભૂલી જઈને બેઠા હોઈએ એવું લાગે. એમાં આત્માનંદજીનાં સ્વાધ્યાયપ્રવચનોમાં પ્રગટ થતી સૌમ્ય હૃદયમાંથી સહજપણે પ્રવહતી તેમની અનુભવવાણી આપણને અસર કર્યા વિના રહે નહીં. સ્થાપત્યકલાની દૃષ્ટિએ પણ આ હૉલ નિહાળવા જેવો છે. નીચે ગ્રંથાલય તથા ધ્યાન-કુટિરો છે; જેમાંનાં ૧૫,૦૦૦ જેટલા ગ્રંથો, ૬૦ ઉપરાંત ભારત અને વિદેશથી આવતાં સામયિકો અને ધ્યાન-કુટિરો તથા આ વર્ષે ચાલતી નિઃશુલ્ક ભોજનશાળા તેમજ ગુરુકુળ આદિનો લાભ જનસમાજનો કોઈ પણ વર્ગ લઈ શકે છે.
| શ્રી આત્માનંદજીના સ્વભાવનું એક ધ્યાન ખેંચે એવું લક્ષણ એ તરી આવે છે કે કોઈ પણ કામ કે પ્રકાશિત થતાં પુસ્તકો હોય કે “દિવ્યધ્વનિ'ના અંકો હોય, ક્યાંય ગુણવત્તા માટે સમાધાન નથી. જીવનમાં ફાવશે, ચાલશે એ બરાબર પણ નિર્માણમાં તો ઉત્તમતા જોઈએ જ. ભગવાન વતી થતાં કામ પણ સુંદર હોવાં જોઈએ. માત્ર વૈભવ એ સુંદરતા નથી પણ જેમાંથી પવિત્રતાની મહેક આવતી હોય તે બધી જ વસ્તુઓ ભલે સાદી હોય એ પણ “સુંદર' જ છે, ભલે પછી એ વ્યક્તિનું ચરિત્ર હોય કે એનું કર્મ હોય. શ્રી આત્માનંદજીની સંત-કુટિરની મુલાકાત લઈએ તો આપણને એક અતિ સ્વચ્છ, ધવલ વસ્ત્ર-પાથરણાથી સજ્જ એવા પવિત્ર સ્થાનની મુલાકાત લેતા હોઈએ એવું લાગે. એમાં એમનું મનમોહક સ્મિત વાતાવરણને જીવંત બનાવે છે. સ્વચ્છતાના તો એ ચુસ્ત આગ્રહી છે. કોઈ પણ પ્રકારનો ક્યાંય “ડાઇ” ન જોઈએ, એનો પ્રત્યક્ષ અનુભવ એમના સંપર્કથી અનુભવાય.
આમ, એમના “કર્મમય જીવનનું પ્રત્યક્ષીકરણ અથવા આકાર કહો તો એ “કોબા આશ્રમ” જ છે. જે વિચારધારા કે તત્ત્વજ્ઞાનના આધારે ‘નાવ’માં બેઠા છે, સામે પાર જવું છે, એ એમના દાર્શનિક પાસાને સમજવું હોય તો ‘દિવ્યધ્વનિ'ના એ અંકો જોવા પડે, એમના પોતાના વિચારની અભિવ્યક્તિ અનેક વિષયો પરના એમના લેખો દ્વારા “દિવ્યધ્વનિ'માં કરી છે, એટલે એમના વૈચારિક દેહનું પ્રાકટ્ય ‘દિવ્યધ્વનિ' દ્વારા થયું છે. સંસ્થા એ એમનું તન છે તો ‘દિવ્યધ્વનિ' એમનું મન છે, બન્ને અવિભાજ્ય અંગ એમને સમુચિત રીતે પ્રગટ કરે છે.
102
Jan Education International
For Privato a Pool Use Only
www.alneliblaty.org