________________
બહુમુખી
પ્રતિભાવો
પ્રકાશ
શ્રી આત્માનંદજીનો ઘનિષ્ઠ અને અંતરંગ પરિચય મને થોડા સમય માટે જ મળ્યો, તેમ છતાં તેમના વ્યક્તિત્વની મહેક હું માણી શક્યો છું અને તેમની સાથે સંકળાયેલા સજ્જનો દ્વારા પણ જાણવા મળી છે.
બાલ્યાવસ્થાથી માંડીને અત્યાર સુધીનું એમનું ચરિત્ર વૈવિધ્યપૂર્ણ છે. બાલ્યાવસ્થામાં એમના કુટુંબની ભક્તિ-સંસ્કારની છાપ, એમનામાં ભક્તિનો ઘૂંટાતો રંગ, સંગીત અને ભક્તિની એકરૂપતા સાથે સાધના, શ્રી મનુવર્યજીના શબ્દોમાં એમની ઉંમરના કિશોરોથી તદ્દન જુદા તરી આવે, બધું છોડી ભક્તિ-ગીતોમાં તલ્લીન થઈ બેસી જવું, વાચનનો ખૂબ જ શોખ અને તેમાંય ધાર્મિક પુસ્તકોનું રસપૂર્વક-જિજ્ઞાસાપૂર્વક વાચન, દરેક સંપ્રદાયના પ્રવાહો તરફ વિધેયાત્મક વલણ, દરેકમાંથી સારું તત્ત્વ શોધી તે સ્વીકારવાની તૈયારી, નીરક્ષીરવિવેક દૃષ્ટિ, બાળપણથી સૌમ્ય સ્વભાવ એટલે શિક્ષકો સહ સર્વને પ્રિય, મિત્ર-મંડળ અને પાછળથી સ્વાધ્યાય-વર્તુળ બહોળું, દરેક પ્રકારની વ્યક્તિઓ સાથે એકસરખો સંબંધ - એ વેપારી હોય કે કારીગર, ડૉક્ટર હોય કે એન્જિનિયર, ખેડૂત હોય કે કર્મચારી, ભણેલો હોય કે અભણ - સૌ સાથે એ જ આત્મીયભાવે વાતચીત.
એક નોંધવા જેવું લક્ષણ એ કે ખૂબ ઉચ્ચ ભણેલા સંસ્કારી વર્ગ તરફ વિશેષ લગાવ, પણ પક્ષપાત નહીં. વાતચીતનું સ્તર બદલાય એટલું જ. હા, ક્યારેક એવું લાગે ખરું. એ તો હોશિયાર બાળક ‘મા’ને વિશેષ વહાલું હોય, છતાં બધાં બાળકો સરખાં એના જેવું જ. એમનામાં વિજ્ઞાન, વિદ્વત્તા અને વૈરાગ્ય-ધર્મનો અદ્ભુત સમન્વય છે. પરિણામે વૈચારિક સંતુલન એવું કે ક્યાંય કોઈ બાબત અંગે જડતા કે પક્ષપાત લાગે નહિ. સર્વને સાંભળવાની તૈયારી, એમાંથી અનુકૂળતા સાધી આગળના વિકાસ માટે વિચાર રમતો કરી દેવાની કુશળતા, બધાને એકસૂત્રમાં બાંધીને વિવિધ પ્રકારના કાર્યક્રમોને નક્કર સ્વરૂપ આપી કાર્યાન્વિત કરવાની શક્તિ, નાના-મોટા પ્રત્યેકને યથાયોગ્ય કામ મળી રહે અને પ્રમાદી ન બની જાય તેની સતત કાળજી.
કોબા-આશ્રમના તો એ પ્રાણ છે, ધરી સમાન છે. આશ્રમની બધી જ પ્રવૃત્તિઓના એ પ્રેરક છે. માત્ર પ્રેરક નહિ, સક્રિય પ્રેરક અને સંવર્ધક છે. પછી એ દિવ્યધ્વનિ હોય કે ગ્રંથાલય, શિબિર હોય કે ધર્મયાત્રા, સ્વાધ્યાય હોય કે પ્રશ્નોત્તરી, શ્રમપ્રવૃત્તિ કે સંસ્કારપ્રવૃત્તિ – સર્વમાં એમનું સીધું માર્ગદર્શન અને યોગદાન હોય જ. બધી જ પ્રવૃત્તિઓ શ્રમપૂર્વક જાતે તૈયાર કરી, ઝીણામાં ઝીણી વિગતોનો વિચાર કરી પછી બધાને સાથે રાખી અમલમાં મૂકતા. એક રીતે કહીએ તો આશ્રમના વાતાવરણની સજીવતા શ્રી આત્માનંદજીની સાથે જોઈ શકીએ છીએ. સાંજના ભોજન બાદ શ્રી આત્માનંદજી ચાલવા (Walking) માટે નીકળે ત્યારે ખૂબ હળવા હોય, એમની સાથે આ દસ-પંદર મિનિટ વાત કરવાની મજા આવે. કોઈ પણ બાબતની નિઃસંકોચ ચર્ચા કરી શકાય. એમની સાથે ફરવા નીકળનારાં ભાઈ-બહેનોને એમની નિખાલસતાનો ખ્યાલ આવે. ખરેખર એમની આ દસ-પંદર મિનિટની કોઈક નોંધ રાખી હોત તો એમના વ્યક્તિત્વનું વિશેષ પાસું જોવા મળ્યું હોત.
100
Reansણી પ્રતિભાનો પ્રકાશ
બહુમા ની પ્રતિજ્ઞtagો પ્રકાશ બહુમુખી પ્રતિભાનો કા