________________
મૂલ્યાંકન થશે. હકીકતમાં ડૉ. સોનેજીને ભાવિ વિરક્ત જીવન - વૈરાગ્યસભર જીવન - માટેની કસોટીનાં આ વર્ષો હતાં. પરદેશમાં ભલે બે કે ત્રણ વર્ષ સાથે રહ્યાં હોય, પણ એકબીજાને સમજવામાં અગત્યનાં ગણી શકાય. તેમ છતાં બન્ને ખભેખભો મિલાવી ખપ પૂરતું ધન ઉપાર્જન કરી લેતાં હતાં. “ધન' એ સમસ્યા નહોતી. સમસ્યા હતી ડૉ. સોનેજીની અધ્યાત્મભાવનાને શર્મિષ્ઠાબહેન કેટલે અંશે સમજી શકશે? આમાં માત્ર પત્નીધર્મ નહોતો સમાયો, પણ પોતાના સમગ્ર ભાવિ જીવનનો સવાલ હતો; કારણ કે આમાં ધીમે ધીમે ગૃહસ્થ ધર્મને સંકોચવાનો હતો. એના માટે ઊંચા પ્રકારની માનસિક ભૂમિકાની તૈયારી જોઈએ. પોતાના પતિના અગાઉનાં વર્ષોની જીવન પ્રત્યેના ખ્યાલની ભૂમિકાથી શર્મિષ્ઠાબહેન ભલીભાંતી પરિચિત થયા તો હશે; પરંતુ એ દિશામાં સહયોગ આપવાની તથા પોતાને એ ભૂમિકાએ લઈ જવાની “માનસિકતા” ઘડવાની – આ બેઉ કામ માટે પોતાને તૈયાર કરવા એ સહેલું કામ તો નહોતું, ઊલટું અસંભવ લાગતું કામ હતું; અને એટલે આ ગાળો કસોટી-કાળ બની રહેતો.
PO