SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ્યાંકન થશે. હકીકતમાં ડૉ. સોનેજીને ભાવિ વિરક્ત જીવન - વૈરાગ્યસભર જીવન - માટેની કસોટીનાં આ વર્ષો હતાં. પરદેશમાં ભલે બે કે ત્રણ વર્ષ સાથે રહ્યાં હોય, પણ એકબીજાને સમજવામાં અગત્યનાં ગણી શકાય. તેમ છતાં બન્ને ખભેખભો મિલાવી ખપ પૂરતું ધન ઉપાર્જન કરી લેતાં હતાં. “ધન' એ સમસ્યા નહોતી. સમસ્યા હતી ડૉ. સોનેજીની અધ્યાત્મભાવનાને શર્મિષ્ઠાબહેન કેટલે અંશે સમજી શકશે? આમાં માત્ર પત્નીધર્મ નહોતો સમાયો, પણ પોતાના સમગ્ર ભાવિ જીવનનો સવાલ હતો; કારણ કે આમાં ધીમે ધીમે ગૃહસ્થ ધર્મને સંકોચવાનો હતો. એના માટે ઊંચા પ્રકારની માનસિક ભૂમિકાની તૈયારી જોઈએ. પોતાના પતિના અગાઉનાં વર્ષોની જીવન પ્રત્યેના ખ્યાલની ભૂમિકાથી શર્મિષ્ઠાબહેન ભલીભાંતી પરિચિત થયા તો હશે; પરંતુ એ દિશામાં સહયોગ આપવાની તથા પોતાને એ ભૂમિકાએ લઈ જવાની “માનસિકતા” ઘડવાની – આ બેઉ કામ માટે પોતાને તૈયાર કરવા એ સહેલું કામ તો નહોતું, ઊલટું અસંભવ લાગતું કામ હતું; અને એટલે આ ગાળો કસોટી-કાળ બની રહેતો. PO
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy