________________
૧૧
વિદેશતી ધરતી,પર સંઘર્ષ
શર્મિષ્ટાબહેનના ચિત્તમાં ‘સંઘર્ષ’ હતો કે નહિ એ એમણે પ્રગટ થવા દીધો નથી અથવા તો કળાવા દીધું નથી એ રીતે એ સંપૂર્ણ ભારતીય નારી જોવા મળે છે. એમનો વિવાહ થયો ત્યારથી જ આછોપાતળો ખ્યાલ તો એમને આવી ગયો હતો કે કેવા અને કયા પ્રકારના જીવનમાં પ્રવેશ થઈ રહ્યો છે. ૧૯૫૯માં સગાઈ થઈ ગયા પછી બન્ને અમદાવાદ સમર્થેશ્વર મહાદેવનાં દર્શને ગયાં ત્યારનો ડૉ. સોનેજી સાથેનો સંવાદ તેઓ નોંધે છે : “ત્યારે મને કહ્યું હતું કે જીવન સહેલું નથી, ઘણું અઘરું જીવન જીવવું પડશે.” મેડિકલ વિદ્યાશાખાનાં વિદ્યાર્થિની શર્મિષ્ટાબહેને નિખાલસપણે જણાવેલ કે એનો કોઈ વિશેષ અર્થ સમજ્યા વગર મેં હા પાડી દીધી. પરંતુ એમને જીવનમાં આવેલી આ મૂક સંમતિનો અફસોસ ક્યારેય થયો નથી. ઊલટું, લગ્ન પછી સોનેજી કુટુંબે એમને જે પ્રેમ, માધુર્ય અને વાત્સલ્યથી અપનાવી લીધાં અને હૂંફ આપી એને કારણે તો એમના જીવનને ‘બળ' મળ્યું. તેઓ જણાવે છે : “પૂ. બા-બાપુજી, મુ. જેઠશ્રી, ત્રણ દિયર વગેરેનો સૌજન્યભર્યો વ્યવહાર તથા વાત્સલ્યભાવ પ્રગટપણે જોવા મળ્યા. પૂ. બાપુ તો ‘બેટા’ કહીને જ બોલાવતા.” કદાચ કુટુંબને ડૉ. સોનેજીની જીવનદિશાનો આછો ખ્યાલ આવી ગયો હોય તેથી આવનાર પાત્રને એકલવાયું લાગે નહિ ને ‘અમે છીએ ને !’ એવું આશ્વાસન બની રહે.
લગ્ન પછી ૧૯૬૧માં ડૉક્ટર વધુ અભ્યાસર્થે લંડન ગયા અને ત્યાંથી પણ ખૂબ પ્રેરણા તથા ઉત્સાહ વધે એવા પત્રો લખતા. શર્મિષ્ટાબહેનનો અભ્યાસ તો ચાલુ હતો જ. આ પત્રો વધારે મહેનત કરવા પ્રેરતા. એમ.બી.બી.એસ. પૂર્ણ કર્યા પછી પૂ. બા-બાપુજીના (પૂ. શંકરલાલ તથા જયાબહેન) સહયોગથી તેઓ પણ વધુ અભ્યાસ માટે લંડન ગયાં. એમને માટે ડૉક્ટરે સારી નોકરી તૈયાર જ રાખેલી. ડૉક્ટરની M.R.C.P. પરીક્ષાની તૈયારીઓ ચાલુ જ હતી. કોઈ દિવસ નાપાસ નહિ થયેલ ડૉક્ટર આ પરીક્ષામાં નાપાસ થયા તેથી તેમને ખૂબ દુ:ખ થયું. તેમણે નોકરી છોડી દીધી. બન્નેની હૉસ્પિટલો ઘણે દૂર હતી, જેથી બહુ મળી શકાતું નહીં. તેથી શર્મિષ્ટાબહેનને એકલવાયાપણું લાગવા માંડ્યું. ડૉક્ટર સિવાય ત્યાં કોઈ પોતાનું કહી શકાય એવું હતું જ નહિ. તેમણે બાળસ્વભાવની જેમ ડૉક્ટરને કહ્યું કે “મારે તો ભારત પાછાં જતાં રહેવું છે.” આ સંજોગોમાં ડૉક્ટરની ખરી કસોટી હતી. બીજો કોઈ હોય તો ગુસ્સે થઈ જાય પણ ડૉક્ટરે સહેજ પણ ગુસ્સે થયા વિના શાંતિ, સમભાવ અને ધૈર્યથી સમજાવવાના પ્રયત્નો કર્યા એટલું જ નહિ; પોતે ગુનેગાર હોય એમ માફી માંગી કહ્યું કે “હવે તમારે બહુ વખત એકલાં રહેવું નહિ પડે.”
યુ.કે.માં, ઘનિષ્ઠ અભ્યાસની વેળાએ
112 2118
Jain Education International
દેશની ધરતી પર
42
For Private & Personal Use Only
હતી પર માપ વિદાની દ
www.jainelibrary.org