________________
આકાર લેતી સંસ્થા (૧૯૮૨)
‘શ્રી સત્કૃત સેવા સાધના કેન્દ્રની સ્થાપના વખતે ડૉક્ટરસાહેબના મુખ્ય બે ઉદ્દેશો હતા : (૧) આધ્યાત્મિક અને સંસ્કારપોષક સાહિત્ય પ્રકાશિત કરવું. (૨) સત્સંગ, સ્વાધ્યાય, ભક્તિ, વૈરાગ્ય, સંયમ, ધ્યાન વગેરે આધ્યાત્મિક સાધના દ્વારા પોતાના જીવનને જ્ઞાન-વૈરાગ્યના માર્ગે આગળ વધારવું તથા બહુજનસમાજમાં નૈતિક તેમજ આધ્યાત્મિક મૂલ્યો ઊંચું સ્થાન પામે તેવો પ્રયાસ કરવો. અનેક પ્રકારની યુવા શિબિરો જોતાં આ કામ સ્થાપિત થતું જોવામાં આવે છે. | સંખ્યા વધતી જાય છે. પ્રવૃત્તિનો વ્યાપ પણ વધતો જાય છે. પોતાના ધ્યેયોને સિદ્ધ કરવા માટે કોઈ શાંત, એકાંત રમણીય અને વિશાળ જગ્યાની જરૂરત ઊભી થઈ હતી. વિવિધ પ્રવૃત્તિઓ આધુનિક ઢબે, સક્ષમ રીતે, કોઈ પણ પ્રકારના સાંપ્રદાયિક આગ્રહ વિના, વ્યક્તિગત અને સામૂહિક રીતે થઈ શકે અને વીતરાગધર્મની વિશેષપણે આરાધના જયાં કરી શકાય એવા સ્થળની શોધ તો ચાલુ હતી. ડૉક્ટર સોનેજી, હવે લગભગ સંપૂર્ણ નિવૃત્તિ લઈને, પોતાની સાધનાની અભિવૃદ્ધિ કરી શકે અને અન્યને કરાવી શકે એવા સ્થળની શોધમાં હતા. ગુજરાતના સાબરકાંઠા, ખેડા, અમદાવાદ જિલ્લાઓમાં આવેલાં અનેક સ્થળો તરફ નજર દોડાવી પણ મન બેસતું નહોતું.
સમયની દૃષ્ટિથી થોડાં વર્ષ પાછળ જઈએ.
ઈ.સ. ૧૯૭૫માં ડૉ. સોનેજી, શર્મિષ્ઠાબહેન, રાજેશ અને વિનોદભાઈ દલાલ પહેલી વખતે દહેગામ ગયાં હતાં. પણ, બીજી વાર પણ દહેગામ ગયાં તે પ્રસંગે નદીકાંઠે નાનકડો આશ્રમ સ્થાપવાની પ્રેરણા ડૉક્ટરને થયેલી. તેમણે તે વખતે જણાવેલું કે મારે એવા પાંચ મુમુક્ષુની જરૂર છે કે જે આ માર્ગમાં પ્રવેશી આત્મોન્નતિ કરી શકે.
બત્ત તે વખતે મુમુક્ષુઓની સંખ્યા ઓછી તો નહોતી; પણ પ્રાથમિક દશામાંથી નીકળી આગળ નીકળી જાય એવાની એમને જરૂર હતી. ત્યારબાદ ત્રીજી વાર દહેગામ ગયાં ત્યારે ડૉ. મનહરભાઈ શાહ પણ સાથે હતા. આશ્રમ સ્થાપવાની ભાવના તો રમ્યા કરતી હતી. પાછા ફરતાં અમદાવાદ-બાપુનગરના રસ્તે તેમના નિવાસસ્થાને જઈ રહ્યાં હતાં ત્યારે એક ઝાડ નીચે નરોડા હાઈવે પર જ્યાં કૃપાળુદેવની પાદુકાની સ્થાપના કરી છે ત્યાં અચાનક ડૉક્ટરે ગાડી જી.જે.બી. ૬૬૧૬ થોભાવી.
બધાંને આશ્ચર્ય થયું. ‘મારે કંઈક કહેવું છે', સાહેબે કહ્યું. બધાં એમની સામે જોઈ રહ્યાં. ડૉક્ટરે કહેવા માંડ્યું.......
“આ દેહધારીને ડૉ. સોનેજીના નામથી ઓળખે છે, આ દેહધારી ઉપર આધ્યાત્મિક વિકાસમાં સત્સંગનો અપૂર્વ અને સૌથી વધારે મહિમા જેમણે સમજાવ્યો અને તેને મોક્ષમાર્ગની આ માસ્ટર-કીની જેમણે ભેટ આપી છે એવો સર્વોત્તમ ઉપકાર આ પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રનો છે.”
તેમના સ્વ-મુખે આ વાક્યો સરી પડતાં, અંતરના ઊંડાણમાંથી જાણે જ્યોતિ પ્રગટી હોય તેમ તેમની આંખમાંથી હર્ષનાં આંસુ સરી પડ્યાં.
એક મિનિટ તો બધાં સ્તબ્ધ થઈ ગયાં. આ સમયે ઉપસ્થિત શ્રી વિનોદભાઈ દલાલ કહે છે કે “મારા પણ બધા જ આત્મપ્રદેશના રોમાંચ ખડા થઈ ગયા. “સદ્ગુરુદેવની જય' બોલાવી બધાએ આગળ પ્રયાણ કર્યું.”
Jain Education International
For Private & Personal use only
www.ainelibrary.org