________________
વિવિધ વિરોધાભાસો વિશે પણ સમાધાન થઈ શકે છે.
આ ઉપરાંત તેમણે “ભક્તિમાર્ગની આરાધના' (૧૯૮૨), “અધ્યાત્મને પંથે' (૧૯૭૯), “અર્વાચીન જૈન જ્યોતિર્ધરો' (૧૯૮૮) વગેરે ગ્રંથો લખ્યા છે.
ચારિત્રસુવાસ' (૧૯૭૭) અને “આપણો સંસ્કારવારસો' (૧૯૯૮) આ બન્ને પુસ્તકો ચરિત્રઘડતર માટેના ઉપયોગી પ્રકાશનો છે. શ્રી આત્માનંદજીને હંમેશ લાગ્યું છે કે સારા સંસ્કાર, મહાપુરુષોના ગુણોને પ્રગટ કરનારા પ્રસંગો, બાલ્યાવસ્થાથી તેમની સામે બુદ્ધિગમ્ય રીતે રજૂ કરવામાં આવે તો પશ્ચિમની સંસ્કૃતિની વધતી જતી ઘેલછા સામે પ્રતિકારરૂપ બની શકે; વળી તે યુવાનોને પણ સ્વીકાર્ય બને. મનુષ્યોને સારા માનવ બનવા માટે જરૂરી પ્રસંગો જેટલી પ્રેરણા પૂરી પાડે છે તેટલી પ્રેરણા તો ભાષણ પણ આપી શકતા નથી. કેટલીક શાળાઓએ ‘ચારિત્ર સુવાસ’ ઇતર વાચન માટે અપનાવ્યું છે એ આનંદની વાત છે અને છેલ્લે બહાર પડેલ ‘આપણો સંસ્કારવારસો'માં સંપૂર્ણપણે ભારતીયતાની છાપ હોવા છતાં મૂળભૂત માનવીય આચાર-વિચારોની સરળ રજૂઆત થઈ છે, જે માનવમાત્રને જીવનનાં ઉન્નત મૂલ્યો તરફ લઈ જવાની દૃષ્ટિ સમર્પિત કરી, તેના અંતિમ ધ્યેયરૂપ પરમાત્મદર્શનની ભૂમિકા તૈયાર કરવામાં ઉપકારક બની રહે છે. તેમાં દેશ-ધર્મ-કાળ-ભાષા-જાતથી પર એવી વૈશ્વિક સ્તરે દુનિયાના માનવને સાત્ત્વિક પ્રેરણા પૂરી પાડે છે.
શ્રી આત્માનંદજીનાં લખાયેલાં પુસ્તકો બિનસાંપ્રદાયિક દૃષ્ટિકોણથી લખાયેલાં છે, આથી તમામ પ્રકારના વાચકોને માટે રસનો વિષય બને છે. તેમાં જૈન તત્ત્વજ્ઞાનના અભ્યાસનું પ્રભુત્વ દેખાઈ આવે તેથી જૈન સમાજને તો આકર્ષે જ, પણ વૈશ્વિક સ્તરે સંપ્રદાયથી પર બની ઉપયોગી બની શકે તેવું છે. એનો ખ્યાલ શ્રી આત્માનંદજીની આગવી આલેખનપદ્ધતિ પરથી મળી રહે છે, આથી જૈન અને જૈનેતર સહુની આધ્યાત્મિક તૃષા છીપાવે તેવું આ સાહિત્ય છે. એ વિસ્તારમાં જૈનેતરોની પણ જિજ્ઞાસા વધે એમ કહેવું સહેજ પણ અનુચિત નથી. ‘ભક્તિમાર્ગની આરાધના’ પુસ્તક કોઈ પણ સંપ્રદાયની વ્યક્તિને પોતાનું લાગ્યા વિના નહીં રહે. તેમાં દર્શાવલ નવધા ભક્તિ દ્વારા શાશ્વત પરમ આનંદ સુધી કેવી રીતે પહોંચાય તે દર્શાવ્યું છે. ભક્તિ એ સર્વોપરી માર્ગ છે. યોગ્ય રીતે, શ્રદ્ધાથી થાય તો મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. ભક્તિમાં આધ્યાત્મિક સંગીત અને શાસ્ત્રોક્ત કીર્તન ભાવવિશુદ્ધિનું કારણ બને છે. અહીં આપણને હવેલી સંગીત યાદ આવ્યા વિના રહે નહીં.
પ્રશ્નોત્તરીની બે પુસ્તિકાઓ ‘અધ્યાત્મજ્ઞાન-પ્રવેશિકા' (૧૯૯૦) અને “અધ્યાત્મતત્ત્વ-પ્રશ્નોત્તરી (૧૯૯૧) નવરાશની પળે ગંભીરતાથી માણવા જેવી પુસ્તિકાઓ છે, જે આ માર્ગની પ્રકાશક ક્ષિતિજો વિસ્તાર છે.
‘શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ’ના ચાર પત્રો ૨૫૪, ૪૯૩, ૫૨૫ અને ૨૬૯નું વિશદ વિવેચન ‘અધ્યાત્મને પંથે’ (૧૯૮૦) નામના પુસ્તકમાં શ્રી આત્માનંદજીએ કર્યું છે. શ્રીમદ્ રાજચંદ્રજીનું જીવન વિશિષ્ટ અને અધ્યાત્મપૂર્ણ હતું. પત્રોમાં રહેલી એમની ગૂઢ વાતોને સ્પષ્ટ કરવા પ્રયત્ન થયો છે. નર્યું તત્ત્વજ્ઞાન હોવાથી વાચકને અર્થ-બોધ પામતાં મુશ્કેલી અનુભવાય ખરી, પણ બને એટલી ગ્રાહ્ય ભાષામાં રજૂઆત થઈ છે. લેખક જણાવે છે તે પ્રમાણે ત્રણ ઉદ્દેશ છે : એક, પોતાના જીવનને પવિત્ર બનાવવાનો અવસર મળે; બીજો , સામાન્ય મુમુક્ષુઓને સમજવામાં સરળતા પડે; ત્રીજો, ગુણાનુરાગીને આધ્યાત્મિક અને સાહિત્યિક રસાસ્વાદ અનુભવવા મળે. આમ, આ ત્રણ | પ્રયોજનને ધ્યાનમાં રાખી વિવેચન લખાયું છે. દૈનિક જીવનમાં તત્ત્વજ્ઞાનના પ્રયોગોનું અને તેની વિધિનું દિગ્દર્શન તેમાં થયેલું છે. તેથી આ ગ્રંથને Synopsis of principles and practice of spritualism ગણવું જોઈએ.
આમ છેલ્લાં લગભગ ત્રીસ વર્ષ દરમ્યાન તેઓ દ્વારા લખાયેલાં ઉપરોક્ત પુસ્તકો એમના પ્રત્યક્ષ
હા
87 87
er b
are