________________
સ્થાનોની યાત્રા કરી. વવાણિયા, સાયલા, મોરબી, રાજકોટ, ખંભાત, બોરસદ, ભાદરણ, કાવિઠા, ઉત્તરસંડાનિડયાદ, અગાસ, બાંધણી તથા ઈડર-ઘંટિયા પહાડ; આ ઉપરાંત ભદ્રેશ્વર (કચ્છ) અને શંખેશ્વર તેમજ તારંગા, પાલીતાણા પણ ખરાં.
ઈ.સ. ૧૯૭૬ થી ૨૦૦૬ - આજ સુધીમાં એમણે નાનીમોટી ભારતમાં સેંકડો તીર્થોની યાત્રાઓ કરી છે. ભારતનાં મોટા ભાગનાં જૈન તીર્થધામોમાંથી કોઈ બાકી નહીં રહ્યાં હોય. એકલા, તો ક્યારેક દસ-વીસથી સિત્તેરએંસી મુમુક્ષુઓ સાથેની હોય, ક્યારેક બસ-ટ્રેન કે વિમાન મારફત હોય કે ક્યારેક પગપાળા પણ હોય, ક્યારેક ત્રણેક દિવસની હોય કે ક્યારેક ૪૨ દિવસની દક્ષિણ ભારતની સુદીર્ઘયાત્રા પણ હોય. એમાં પૂર્વ ભારતમાં સમ્મેતશિખર, રાજગૃહી, પાવાપુરી, દક્ષિણ ભારતમાં કુંભોજ, બાહુબલી, શ્રવણબેલગોલા, કન્યાકુમારી, પોંડિચરી, કાંચી વગેરે. કુંભોજનું આકર્ષણ તો સવિશેષ હોય એ સ્વાભાવિક છે. ઉત્તર ભારતમાં - અયોધ્યા, આગ્રા, મથુરા, ઉજ્જૈન, મધ્ય પ્રદેશમાં ઇન્દોર, હસ્તિનાપુર, બનારસ, સોનાગિરિ, બડેબાબા (કુંડલપુર), સિદ્ધવરકુટ, ગ્વાલિયર; રાજસ્થાનમાં ઉદેપુર, જયપુર, ચિત્તોડગઢ, જોધપુર, નાગોર, બાડમેર, જેસલમેર. વર્તમાનકાળના કોઈ સંત કે ધર્માત્માઓનો સમાગમ મળી જાય તો મુમુક્ષુઓ સાથે તેવી જગ્યાની મુલાકાત લઈ લે. જૈન તીર્થંકરોની શાંત, વિશાળકાય, પ્રાચીન ધ્યાનસ્થ મૂર્તિઓ પ્રત્યે તેમને અત્યંત ભક્તિભાવ રહેલો છે. દક્ષિણ
પુષ્પગિરિ (મધ્યપ્રદેશ) તીર્થના પાર્શ્વપ્રભુ
ભારતમાં પૂર્વાચાર્યોની જન્મભૂમિઓથી તપોભૂમિઓ અને પણ તેઓ વિશેષ પ્રભાવિત બને છે. ક્યારેક તેઓ મૂર્તિ સમક્ષ ધ્યાનસ્થ ભાવમુદ્રામાં આવી જાય છે, તો ક્યારેક તેમનું સરળ, બાળકવત્ વ્યક્તિત્વ સમૂહ સાથેની હળવી પળોમાં યાત્રા દરમિયાન ખીલેલું જોવા મળે છે. ક્યારેય આપણને અધ્યાત્મનું ભારણ લાગતું નથી. એમની સાથે યાત્રા કરવી એ સુખદ લહાવો છે; એમના વ્યક્તિત્વની ખૂબીઓ નજીકથી માણવા મળે છે, જે એમને સમજવામાં આપણને સહાયભૂત થાય છે.
યાત્રા શુષ્ક કે ચીલાચાલુ ન બને એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જે તે સ્થળોનો સચિત્ર ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઇતિહાસ આપણને આપે છે; તેથી સ્થળ પ્રત્યે આત્મીયતા સધાય છે. પ્રવાસ દરમિયાન વાહનમાં પણ ભક્તિ-ધૂન-ભજન કે ધાર્મિક અંતકડી સતત ચાલુ હોય છે. બૅટરીવાળું એક નાનકડું લાઉડ સ્પીકર પણ રાખે. જિજ્ઞાસુ હોય તો ટ્રેન કે બસમાં પણ ધર્મવાર્તા અથવા પ્રશ્નોત્તરી ચાલુ રાખે. અગત્યનાં તીર્થોમાં ૫-૭-૧૦ દિવસ રોકાય અને આખા દિવસની દિનચર્યામાં સાધનાનો ક્રમ ઘડી કાઢે; જેથી મુમુક્ષુને સહેજે નવરાશ મળે નહીં. પ્રમાદ કરવાનો અવસર જ ન મળે. આમ, સર્વને કોઈ ને કોઈ રીતે સક્રિય રાખે અને લક્ષ તરફ લઈ જવા પ્રયત્ન કરે અને કોઈની જીવનદિશા બદલાઈ પણ જાય.
શ્રી આત્માનંદજીની ભારતભરનાં યાત્રાસ્થાનોની પસંદગી જોતાં એમ લાગે કે પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન – ત્રણે કાળની રાષ્ટ્રીયતા સાથેનો જીવંત સંપર્ક તેમણે રાખ્યો છે. આનું મૂળ વિદ્યાર્થીજીવન દરમ્યાન, તેમનો અત્યંત પ્રિય વિષય ઇતિહાસ હતો તે પણ સંભવે છે. વળી તેઓ ડૉક્ટર હોવાને કારણે એમની દૃષ્ટિમાં એક વૈજ્ઞાનિક દૃષ્ટિ છે. સાહિત્યનો શોખ હોવાને કારણે એક સાંસ્કૃતિક દૃષ્ટિ આવી છે. રાષ્ટ્રચેતનાનો અનુભવ કરનાર રાષ્ટ્રીયતાનો વિચાર કરે છે. અધ્યાત્મ-ચેતનાનો વિચાર કરનાર આધ્યાત્મિકનો વિચાર કરે છે. ગ્રંથો-પુસ્તકોની
93
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org