________________
મહાપુરુષોએ સમાધિપૂર્વક સ્વર્ગારોહણ કર્યું કે નિર્વાણ પામ્યા હોય, તેવાં પાવન સ્થળો પ્રત્યે પૂજ્યશ્રીને અંતરનું એક તીવ્ર આકર્ષણ રહેલું છે અને આજે ૭૫ વર્ષની ઉંમરે પણ એવું ને એવું જ તીવ્ર રહ્યું છે. સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારીએ તો તેમના આધ્યાત્મિક વિકાસ સાથે તીર્થયાત્રાઓનો સીધો સંબંધ રહ્યો છે તેમજ વિશિષ્ટ યોગદાન પણ રહ્યું છે. આજ દિન સુધી તીર્થોનાં શાંત, પવિત્ર સ્પંદનો અને ભગવાની સૌમ્ય, પ્રસન્ન અને પ્રેરણાદાયી મૂર્તિઓ વિશે વાતો કરતી વેળાએ તેઓ ભાવાવેશમાં આવી જાય છે અને અવારનવાર પૂર્વે કરેલી યાત્રાઓની માનસિક પરિકમ્મા કરવામાં ખોવાઈ જાય છે. ટૂંકમાં તીર્થયાત્રીઓ તેમને માટે અધ્યાત્મ-યાત્રાનું એક અભિન્ન અંગ બની રહ્યું છે અને તેથી જ તેમણે અત્યાર સુધીમાં દેશવિદેશની થઈને લગભગ ૪૦૦ જેટલી યાત્રાઓ કરી છે. | તીર્થ અને તીર્થયાત્રાનું મહત્ત્વ જગતની બધી સાંસ્કૃતિક પરંપરાઓમાં જોવા મળે છે, પરંતુ ભારતીય પરંપરાઓમાં તેનું વિશેષ મહત્ત્વ છે. આપણા દેશના દરેકે દરેક ખૂણાઓમાં પથરાયેલાં મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારાઓ, દેવળો તેમજ પ્રાચીન, ઉગ, અદ્ભુત અને પ્રેરણાદાયી પ્રતિમાઓ આ વાતની પ્રત્યક્ષ સાક્ષી પૂરે છે.
તીર્થ શબ્દની ઉત્પત્તિ તૃ' ધાતુ ઉપરથી થયેલી છે. તીર્યતે નેન વી જેના વડે સંસારસાગર તરીએ તેનું નામ તીર્થ એમ વ્યુત્પત્તિથી અર્થ થાય છે. જોકે સંસારસાગર તરવાનું પરમ સાધન તો આત્મજ્ઞાન અને આત્મસંયમની સાધના જ છે; તો પણ આવા શુદ્ધ ભાવ ઉત્પન્ન થવા માટે જ્ઞાની પુરુષોએ યોગ્ય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની સામગ્રીને માત્ર સહકારી જ નહીં પણ પ્રેરક અને પ્રત્યક્ષપણે ઉપકારી માની છે. આ સિદ્ધાંતને લઈને પૂર્વે થયેલા દૃષ્ટિવાન આચાર્યોએ તીર્થક્ષેત્રોનાં નિર્માણ અને સુવ્યવસ્થા દ્વારા સામાન્ય સાધકને પણ નવીનતા, શાંતિ, પ્રાકૃતિક સૌંદર્ય અને પવિત્રતાને પમાડવામાં મદદ કરી છે. તીર્થોમાં જવાથી આજના વ્યસ્ત જીવનથી દૂર થઈને વ્યક્તિગત, કુટુંબ સહિત કે સમૂહમાં (સંઘ સાથે) જઈને નિશ્ચિતતાનો અનુભવ કરી શકાય છે.
આર્ય પરંપરાઓના અનેક પ્રાચીન અને અર્વાચીન ગ્રંથોમાં વિવિધ રીતે અને છતાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી તીર્થક્ષેત્રોનો મહિમા બતાવ્યો છે. જો કે કોઈ ભૂમિ પોતે તો પવિત્ર હોતી નથી, પરંતુ જ્યાં જ્યાં તીર્થકરો, ઋષિમુનિઓ, મહાન ધર્માચાર્યો અને તપસ્વી પુરુષોએ જન્મ ધારણ કર્યો, દીક્ષા લીધી, જ્ઞાન-ધ્યાન-તપ-સમાધિ-યોગાદિ વડે પોતાના આત્માને પરમ પવિત્ર બનાવ્યો, તે તે સર્વ સ્થાનો તેમના સંસર્ગથી પવિત્ર થયેલાં હોય છે. આવા પુનિત સ્થાનોમાં જવાથી અને સાધના કરવાથી ત્યાંનાં પવિત્ર સ્પંદનોની આપણા ઉપર અસર થયા વિના રહેતી નથી. જેવી રીતે હોટલો-સિનેમા-ક્લબો વગેરે સ્થાનોમાં જવાથી રંગ-રાગ-ખાન-પાનના વિચારો આવે છે તેમ; દૃષ્ટિવાન વિવેકી પુરુષોને આવાં તીર્થોમાં જવાથી, ત્યાં જેમણે સાધના કરી છે તેવા પવિત્ર પુરુષોનાં પાવન ચરિત્રોનું સ્મરણ થાય છે અને તેમની જ્ઞાન-ધ્યાનની દૃઢતાનું, તેમની સહનશીલતાનું, પરમ સમાધિભાવનું અને અલૌકિક આત્મપરાક્રમનું માહાસ્ય દૃષ્ટિમાં આવતાં તેમના પ્રત્યે પરમ ઉલ્લાસભાવ આવે છે. આમ, પુરાણપુરુષોના પાવન પાદારવિંદમાં સાચી ભક્તિ પ્રગટ થવાથી સાત્ત્વિક ગુણો આવિર્ભાવ પામે છે અને વિશિષ્ટ પુણ્યસંચય સ્વયં થાય છે. વળી આવી યાત્રા દરમિયાન કોઈ મહાત્માનો યોગ થઈ જાય તો તેમના દિવ્ય સમાગમ અને બોધનો લાભ લઈ પોતાના જીવનને ધન્ય બનાવી શકાય છે. સમૂહમાં સાથે હોઈએ ત્યારે આપણા સ્વભાવની કસોટી થાય છે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં, અગવડ-સગવડમાં સમભાવ રાખતા શીખવું; “ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશે - એ સૂત્રનો પોતાના જીવનમાં પ્રત્યક્ષ પ્રયોગ કરવો, એ પ્રકારનું ઘડતર અને સંસ્કાર એ મોટામાં મોટો આનુષંગિક લાભ છે.
ઈ.સ. ૧૯૭૦ થી ૧૯૭૫ સુધી તેઓએ મુખ્યપણે શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન સાથે સંકળાયેલાં વિવિધ
Jan Education International
For Private & Personal use only
www.jainelibrary.org