________________
જ્ઞાનચેતનાનો સ્પર્શ પામનાર જ્ઞાનદૃષ્ટિએ સઘળું જુએ છે. આમાં ક્વચિત્ એકાંગીપણું આવી જાય, તેવી દહેશત રહે છે. આત્માનંદજીની વિશેષતા એમનું દૃષ્ટિ-સંગમ ધરાવતું માનસ છે. એમાંથી સાંપડતું દર્શન બંધિયાર નહીં, પણ સાધકને વિશાળ ગગનના ઉડ્ડયનની વ્યાપકતા સાધી આપે છે.
આ યાત્રા દરમિયાન વિવિધ ત્યાગી-વિદ્વાન ધર્માત્માઓનો લાભ મળ્યો છે; એમાં આચાર્ય શ્રી સમંતભદ્ર મહારાજ, આચાર્ય શ્રી વર્ધમાન સાગરજી મહારાજ, આચાર્ય શ્રી વિદ્યાનંદજી મહારાજ, આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજ, આચાર્ય શ્રી પદ્મસાગરજી મહારાજ, ઉપાધ્યાય શ્રી અમરમુનિજી, આચાર્ય શ્રી ભરતસાગરજી, આચાર્ય શ્રી વિમલસાગરજી, પૂજ્યશ્રી
ચારુકીર્તિજી મહારાજ, બાલબ્રહ્મચારી શ્રી માણિકચંદજી આ આચાર્યશ્રી વિદ્યાનંદજી સાથે પૂજ્યશ્રી (દિલ્હી) ચવરેજી, ધર્મમૂર્તિ શ્રી વીરેન્દ્રજી હેગડે, પૂજ્ય જ્ઞાનમતિ માતાજી વગેરે અનેક આચાર્યો, સાધુ મહારાજ અને સંતોનો સમાવેશ થાય છે.
એમનું પરિભ્રમણ માત્ર ભારત પૂરતું સીમિત નથી રાખ્યું પણ ભારત બહાર વિશ્વના બધા જ ખંડોમાં પણ કર્યું છે. અલબત્ત ભારતનાં સ્થાનોમાં ઇતિહાસ અને સંસ્કારવારસો પાર્શ્વભૂમિકામાં આકર્ષણનું એક મહત્ત્વનું કારણ હોય તેવું પરદેશ-યાત્રામાં ન હોય એ સ્વાભાવિક જ છે. જ્યારે પરદેશમાં એ ધર્મ સમજની શુદ્ધ સંસ્કારયાત્રા જ બની રહે છે. શ્રી આત્માનંદજીના પરિચયમાં આવનાર પરદેશના ધર્મગુણાનુરાગી સજજ્જનો ભાવપૂર્વક એમને ત્યાં આમંત્રે છે, જેથી દૂર બેઠા બેઠા પણ આત્માના કલ્યાણનો વિચાર થઈ શકે. એ રીતે પરદેશમાં એમણે ધર્મપરિષદોને સંબોધી છે.
વિદેશની ધર્મયાત્રાઓ
તેઓશ્રીએ સૌપ્રથમ વિદેશયાત્રા ઈ.સ. ૧૯૮૪માં કેન્યા અને લંડનની કરી હતી. કેન્યા ધર્મયાત્રાના મુખ્ય સંયોજક શ્રી સોમચંદભાઈ ડી. શાહ હતા. Voice of Kenya તરફથી બે રેડિયો વાર્તાલાપો અને કેન્યા ટેલિવિઝન તરફથી તા. ૧૬-૫-૧૯૮૪ના રોજ લગભગ ૨૦ મિનિટનો ઇન્ટરવ્યુ પણ લેવામાં આવ્યો હતો. ત્યાર પછી તો
આફ્રિકા, ઇંગ્લેન્ડ, અમેરિકા, અને કેનેડા જેવા દેશોની યાત્રા કરી, જેમાં ન્યૂયૉર્ક, ન્યૂજર્સી, બોસ્ટન, વૉશિંગ્ટન, ટોરોન્ટો વગેરે સ્થળો આવરી લેવામાં આવ્યાં.
- ઈ.સ. ૧૯૯૦માં લંડનના બકિંગહામ પૅલેસમાં, પૂજ્યશ્રીની હાજરીમાં અને અનેક આંતરરાષ્ટ્રીય જૈન સમાજના અગ્રણીઓની તેમજ પ્રિન્સ ફિલિપની હાજરીમાં ‘ડેક્લેરેશન ઑન નેચર'નો મંગળ પ્રસંગ થયો. પૂજ્યશ્રીએ નવકારમંત્રના ઉચ્ચારણથી આ મંગળ પ્રસંગનો પ્રારંભ
કર્યો. a “ડેક્લેરેશન ઑન નેચર” પ્રસંગે પ્રિન્સ ફિલિપ સાથે
For Private & Personal use only
www.lainelibrary.org