________________
હોય એ કદી કોઈની નિંદા કે બૂરું કરે નહીં. એ વિનયી હોય, મૈત્રીભાવ કેળવાયેલો હોય, ક્રોધાદિ ભાવ નજીકમાં ડોકિયું પણ કરે નહીં...આ બધાને અંતે સાધકમાં કરુણાભાવ પ્રગટે છે. આ કરુણાગુણ એ જ આત્મઉદ્ધારની ભાવનાનું મૂળ છે.
દાસત્વભાવે કરેલી ભક્તિ એ પણ આત્મતત્ત્વ સુધી પહોંચવાનું મહત્ત્વનું પગથિયું છે. ભિન્ન ભિન્ન પ્રકારના ધ્યાન સુધી પહોંચી ચિત્તને એકાગ્ર કરી, સંપૂર્ણ કેન્દ્રિત કરી આત્મસાક્ષાત્કાર સુધી પહોંચી શકાય છે. ત્યારે સાધકના જીવનમાં એક અદ્ભુત, અલૌકિક અને પ્રસન્નતાદાયક પરિવર્તન આવે છે. આવા સાધકનું ક્ષણભર સાન્નિધ્ય પણ હૃદયને પવિત્ર અને આંદોલિત કરે છે.
આમાં લેખકનો હેતુ જીવમાત્ર સત્યધર્મને પામે, દિવ્યજીવન જીવવાની રીત શીખે અને કલ્યાણનો માર્ગ જાણે એ છે. એટલે જ લેખકે પ્રાકથનમાં જણાવ્યું છે : ‘આ ગ્રંથ ચુસ્ત સંપ્રદાયવાદીને ઉપયોગી નથી.’ ઊલટું મારા મતે તો દરેક જીવને ઉપયોગી છે. પછી એ ઉદારમતવાદી હોય કે ચુસ્ત સંપ્રદાયવાદી હોય. આ લઘુ પુસ્તિકામાં જે આલેખન થયું છે એ કોઈ વાદીના તર્કનો વિષય જ નથી, શાશ્વત સન્માર્ગનું તેમાં આલેખન છે. દરેક મુમુક્ષુએ આનું રોજ વાચન-મનન કરવું જોઈએ, તો અજાણતાં ઘૂસી જતા દોષોથી સજાગ રહી શકાય.
શ્રી આત્માનંદજીની, એમનાં પુસ્તકોના સમર્પણ બાબતની દૃષ્ટિ નોંધ્યા વિના કેમ ચાલે ? કોઈ પણ પ્રકારનો વ્યક્તિગત મોહ રાખ્યા વિના ‘સાધના સોપાન’ સત્પુરુષો, સંતપુરુષો અને સાધકોને વિનમ્ર ભાવે સમર્પણ કર્યું છે; તો ‘સાધક–સાથી’ મહાન ત્રિપુટી ભગવાન શ્રી મહાવીર સ્વામી, યોગીશ્વર શ્રી કુંદકુંદસ્વામી અને પરમતત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીને દાસાનુદાસભાવે સમર્પણ કર્યું છે. આના પરથી ખ્યાલ આવે છે કે ડૉ. સોનેજીથી આત્માનંદ સુધીની આધ્યાત્મિક વિકાસયાત્રાના આ બધા ઋણીજનોનું ઋણ નમ્રતાપૂર્વક સ્વીકારી તેમના ચરણોમાં નમે છે, એ
જ એમની ઊંચાઈ આંખે ઊડીને બાઝે છે.
શ્રી આત્માનંદજીનું બીજું અગત્યનું અને ઉપયોગી પુસ્તક ‘સાધક-સાથી’ ઈ.સ. ૧૯૭૮માં પ્રકાશિત થયું. આ પુસ્તકના પ્રથમ ખંડનો અંગ્રેજી અનુવાદ પણ ‘Aspirant’s Guide’ એ નામથી પ્રકાશિત થયો છે.
સાધકને એક માર્ગદર્શક સાથીની જરૂરત પૂરી પાડે, જીવનમાં પરિવર્તન આણી શકે અને સાચો મૈત્રીભાવ કેળવી શકે એ ગ્રંથરચના પાછળની લેખકની પરમ દૃષ્ટિ છે. સાધનામાર્ગમાં આધ્યાત્મિક માર્ગદર્શન મળી રહે અને સાધકવર્ગ પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વલણ દાખવી પ્રોત્સાહિત કરવા એ એમનું લક્ષ્ય છે. પ્રેરણાપ્રાપ્ત સાધકની જિજ્ઞાસા તીવ્ર બને અને સાચી સાધનાના માર્ગે ચડી જાય તો ભયો ભયો. ડૉ. સોનેજીએ આ પુસ્તકમાં પોતાના આધ્યાત્મિક જીવન દરમિયાન જે પ્રાપ્ત કર્યું, તે સમગ્રતયા દોહનરૂપે ઠાલવ્યું છે. એનું આલેખન એટલી ઝીણવટથી અને સૂક્ષ્મ રીતે કર્યું કે અન્ય કોઈ પુસ્તકનો સહારો લેવો જ ન પડે. અધ્યયન-ખંડ ત્રેપન પ્રકરણમાં અને પ્રશ્નોત્તર-ખંડ સાત પ્રકરણમાં સમાયો છે. પ્રથમ ખંડમાં મૌન, કરુણા, મૈત્રી, ધ્યાન, પુનર્જન્મ, મુમુક્ષુતા અને આત્મભાવના વગેરેની સારી એવી છણાવટ કરવામાં આવી છે. કેટલાક મુદ્દાઓ એકબીજાના પૂરક અને સાપેક્ષ છે. ક્રોધનો અંકુશ ક્ષમા છે. મનની શાંતિનો અનુભવ પણ તેમાં થાય છે. તેથી તો ક્ષમાને મોક્ષનો ભવ્ય દરવાજો કહ્યો છે. અભિમાનનો ત્યાગ એટલે નમ્રતા. સારા કર્મનું પણ પોતાનું ઉચ્ચપણું સ્થાપવાના માનવસહજ સ્વભાવ પ્રમાણે, પ્રત્યક્ષ યા પરોક્ષ પ્રયત્ન કરવો તે પણ એક પ્રકારનું અભિમાન છે અને તે સાધક માટે બાધક છે. દંભી નમ્રતાના મૂળમાં આ વસ્તુ હોય છે તેના તરફ એમણે ધ્યાન દોર્યું છે.
કર્મસિદ્ધાંત સમજાવતાં કર્મની વિવિધ વિચિત્રતાઓનું આલેખન પણ કર્યું છે, જે દ્વારા સમાજમાં દેખાતા
Jain Education International
86
For Private & Personal Use Only
www.jalfellbratV.org