________________
અધ્યાત્મજીવનનું નવનીત છે. તેઓ કોઈ સાહિત્યકાર નથી કે સાહિત્યકાર તરીકેનો દાવો પણ નથી કરતા. તેઓ કહે છે કે એમણે તો અગાઉના સર્વ આધ્યાત્મિક તત્ત્વજ્ઞાનીઓનું ઋણ સ્વીકાર્યું છે અને તેમના જ તત્ત્વજ્ઞાનનું રહસ્ય પોતાની ભાષામાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. જ્ઞાન પુરોગામીઓનું છે, રજૂઆતની શૈલી એમની છે. બાલ્યાવસ્થાથી સાહિત્યિક વાચનનો ભરપૂર શોખ હોવાથી એમને શબ્દ શોધવા જવું પડતું નથી. યોગ્ય અર્થમાં યોગ્ય શબ્દ જ વપરાવો જોઈએ એવો તેમનો આગ્રહ સરાહનીય છે. એ એમની ચોકસાઈ સૂચવે છે. ભાષાકીય શુદ્ધતાનો આગ્રહ હંમેશ રહ્યો છે. એમનું લખાણ હેતુપુર:સર છે. દરેક ગ્રંથ પાછળ એમની ચોક્કસ દૃષ્ટિ રહેલી છે. તેમાં રહેલી ઉપયોગિતા તરફ વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ક્યારેક ક્યારેક પુનરાવર્તનનો દોષ વહોરીને એકની એક વાત જુદી જુદી રીતે મૂકવાનો પ્રયાસ થયો છે પછી તે સત્સંગનો હોય, આત્મજાગૃતિનો હોય કે ભક્તિનો મુદ્દો હોય. પરંતુ એકંદરે લાભ તો વાચકને થાય છે. સ્વાધ્યાયમાં કોઈ મુદ્દાને સ્પષ્ટ કરવા માટે અનેક સંતો-ભક્તો-કવિઓની પંક્તિઓનો સુમધુર રણકાર શ્રી આત્માનંદજીના કંઠેથી શ્રવણ કરવો અને તે સમયે તેમના સમસ્ત વ્યક્તિત્વનું, તે પદોના અર્થ સાથેનું ભાવાત્મક અનુસંધાન એ સૌને માટે પ્રેરણાદાયી હોવા છતાં ઉચ્ચ સાધકના હૃદયને પુલકિત કરનારો એક વિરલ અનુભવ છે. તેવી રીતે જ એમના લેખનમાં અનેક ઉક્તિઓ જોવા મળે છે. કેટલાંક ઉદાહરણોપ્રસંગો પણ પૂરક રીતે આપે છે. આમ, એક રીતે જોઈએ તો એમનું આધ્યાત્મિક સાહિત્ય કેવળ સાધકોને નહિ, પણ વિવિધ સમાજને ઉપયોગી છે અર્થાત્ સર્વજનહિતાય પણ છે.
Jain Education International
Fod Private & PERSONU
Only
www.ainelibrary.org