________________
માનો કે કોઈ અપેક્ષા રાખે તો ખોટું કે અસ્થાને નથી. માનવી તરીકેનું લક્ષણ છે. માનવસ્વભાવ છે. પણ બીજી રીતે વિચારીએ તો સુશિક્ષિત અને સંસ્કારી પતિ-પત્ની પરસ્પરની લાગણી અને ભાવના સમજી શકે તો ક્યાંથી ક્યાં પહોંચી શકાય છે તેનું જીવતું-જાગતું ઉત્તમ ઉદાહરણ ડૉ. સોનેજી અને શર્મિષ્ઠાબહેનનાં વ્યક્તિત્વમાં પ્રતિબિંબિત થાય છે. ડૉ. શ્રી શર્મિષ્ટાબહેન જણાવે છે : “જેમ જેમ તેમના જીવનનો, જ્ઞાનનો, ભક્તિ અને વૈરાગ્યનો વિકાસ જોયો તેમ તેમ પ્રભુ-ગુરુની કૃપાથી મને પણ તેમની અસર થોડે અંશે થવા લાગી; અને તેથી તેઓએ જ્યારે વધુ નિયમો અંગીકાર કર્યા અને વધુ નિવૃત્તિ લીધી ત્યારે મેં થોડા દુ:ખ સહિત પણ સ્વેચ્છાએ સ્વીકૃતિ આપી.”
અહીં આપણે શર્મિષ્ઠાબહેનની પારદર્શિતા જોઈ શકીએ છીએ. જે થયું તે જણાવ્યું પણ વધુ શ્રેય સર્વનું શામાં છે એનો વિચાર પણ કર્યો અને લેશમાત્ર આનાકાની વિના નૂતન જીવનને સહજપણે સ્વીકારી લીધું.
ડૉ. સોનેજીના બ્રહ્મચર્યવ્રત-સ્વીકારથી એમના સામાજિક જીવનને કશો બાધ આવ્યો નથી. ન તો તેમણે જવાબદારીમાંથી મોં ફેરવ્યું કે ન તો ઉપેક્ષા કરી. ઊલટું વધુ ચીવટથી છેક રાજેશભાઈનાં લગ્ન સુધીની નાનીમોટી જવાબદારીઓ નિભાવી; યોગ્ય સલાહસૂચનો પણ આપ્યાં છે. હજુ પણ કોઈ મુશ્કેલી હોય તો માર્ગદર્શન આપે છે.
આ અવસ્થાને આપણે “સાંસારિક સાધુની” અવસ્થા ગણી શકીએ કે જેઓએ આપણી પરંપરામાં આ પ્રકારના અનેક મહાન સાધુ-સંતો-ભક્તો થયેલા જોઈ શકીએ છીએ. સંસાર પ્રત્યે જલકમલવત ભાવથી રહીને સાધનામાર્ગમાં અને પ્રભુપ્રેમમાં સુંદર પ્રગતિ કરી છે.
- હા, ડૉ. સોનેજીનું કુટુંબ જૈન પરંપરાકુળનું હતું નહિ. એટલે દીક્ષા જેવા મહાપવિત્ર પ્રસંગો જે સહજ સ્વીકાર્ય બને છે તેવું બન્યું હોય એમ લાગતું નથી. કુટુંબનાં અન્ય સભ્યો, ભાઈ-બહેનો તેમજ વડીલોને આઘાત તો લાગ્યો હતો. યુવાન ભાભી તથા બાળ રાજેશનો નજર સમક્ષ આવતો ચહેરો એમના રંજનું કારણ બને છે. પરંતુ ડૉ. સોનેજીને પોતાની માન્યતા અને સંકલ્પમાં દેઢ રહેવા માટે પૂજ્ય બહેનશ્રી શર્મિષ્ઠાબહેન તેમજ ભાઈશ્રી અનિલભાઈ સોનેજીનું યોગદાન ઘણું જ પ્રશંસનીય અને નોંધપાત્ર રહ્યું; કારણ કે આ સામાન્ય નિર્ણય નહોતો.
જેમ કોઈ વીર કારગિલ જેવા યુદ્ધક્ષેત્રે પોતાના દીકરા કે ભાઈ-ભાંડુને વિદાય કરે ત્યારે હૃદયમાં આઘાત અનુભવાય અને કોઈ ઉત્તમ પ્રયોજન માટે જતો હોય ત્યારે હસતે મુખે વિદાય અપાય તેમજ આત્મિક સંતોષ પણ અનુભવાય. આવી મિશ્ર લાગણી અહીં કુટુંબીજનોની હતી. એમનાં બહેનશ્રી હંસાબહેન, જેમણે કુટુંબની વિષમ આર્થિક સ્થિતિને પહોંચી વળવા લગ્નને પણ ટાળ્યું હતું (ખૂબ મોડેથી લગ્ન કરેલાં). તેમણે અને ડૉ. સોનેજીના સૌથી લઘુબંધુ શ્રી જ્યોતીન્દ્રભાઈ (જે કૅનેડા છે) હમણાં ભારત આવ્યા ત્યારે તેમની મુલાકાત દરમ્યાન આ જ ભાવ પ્રદર્શિત કર્યો હતો. પરંતુ એટલું ચોક્કસ કે આટલા લાંબા ગાળા પછી પણ કુટુંબના સર્વ સભ્યો (બે-ત્રણ પેઢી) વચ્ચેનો પ્રેમ અને એકતા અકબંધ છે અને શ્રી આત્માનંદજીને અંતરના પૂજ્યભાવથી જુએ છે. જ્યારે પૂજયશ્રીને અમેરિકા-કૅનેડા જવાનું થાય ત્યારે ન્યૂજર્સીમાં તેઓ તેમનાં બહેન દિવ્યાબહેનને ત્યાં તથા ટોરોન્ટોમાં સૌથી નાના ભાઈ જ્યોતીન્દ્રભાઈને ઘેર પણ રહેવા જાય છે.
- ઈ.સ. ૧૯૭૫ થી ૧૯૮૦ના ગાળા દરમિયાન ડૉ. સોનેજીની આધ્યાત્મિક પ્રવૃત્તિ પૂરવેગમાં હતી. અનેક તીર્થયાત્રાઓ, અનેક સ્થળોએ સ્વાધ્યાયો વગેરે થતાં એટલે તેમની તથા સંસ્થાની પ્રવૃત્તિઓની જાણ દેશ-વિદેશમાં થવા લાગી. શ્રીમદ્ રાજચંદ્રનાં વચનામૃતને અનેક કુટુંબોમાં પહોંચાડ્યાં. વચનામૃતના આધારે સત્સંગ અને સ્વાધ્યાયો આપતા. તેનો લાભ લેવા સમસ્ત ગુજરાતમાંથી અનેક અધ્યાત્મરસિક ભાઈ-બહેનો અમદાવાદ આવવા લાગ્યાં.
0 73.
Jan Education International
For Private & Personal use only
www.jainelibrary.org