________________
20
આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર
ડૉ. સોનેજી હવે એક એવી કક્ષાએ પહોંચ્યા હતા કે વ્યવહારિક કે સામાજિક ભૂમિકા ભજવવા ન તો તેમની પાસે સમય હતો કે ન રુચિ. તેમની દિશા ધીમે ધીમે નક્કી થતી હતી. ભૌતિક સંસાર પ્રત્યેનો રાગ ઓછો થતો ગયો અને લગભગ શૂન્યવત્ બની ગયો, નક્કર વૈરાગ્યની ભૂમિકાએ પહોંચી ગયો. એની શરૂઆત હૉસ્પિટલમાંથી રાજીનામું આપ્યું ત્યારથી થઈ હતી. કહેવાય છે તન-મન-ધનથી....પણ અહીં ઊલટક્રમ આરંભાયો. પહેલાં ધનનો રાગ છોડ્યો, હવે તનનો રાગ છોડવાનો નિશ્ચય કર્યો અને એના ફળસ્વરૂપે ઈ.સ. ૧૯૭૬માં પૂજ્યશ્રી સહજાનંદજી વર્ણીજી મહારાજના સાન્નિધ્યમાં ૪૫મા વર્ષે ડૉ. સોનેજીએ આજીવન બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞા લીધી. તા. ૫-૭૧૯૭૬ના રોજ અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલા શ્રી અજિતનાથ ભગવાનના મંદિરના ભોંયરામાં આ વ્રત લીધું.
બા. બ્ર. શ્રી ગોકુળભાઈએ પણ સાથે જ આ વ્રત લીધું. પૂજ્ય બહેનશ્રી શર્મિષ્ટાબહેન તો હતાં જ. ઉપસ્થિત પંદરેક મુમુક્ષુ ભાઈબહેનોની મુદ્રા ગંભીર બની હતી. એક-બે બહેનોની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં અને ભાવપૂર્ણ અને ગંભીર દૃશ્ય સર્જાયું હતું.
આ વ્રત ધારણ કરવા માટેનો સીધો સંબંધ તેમનાં પત્ની ડૉ. શર્મિષ્ટાબહેન સાથે છે. સમયની દૃષ્ટિથી લગ્નજીવન ૧૫-૧૬ વર્ષનું ગણાય પણ વાસ્તવિક દામ્પત્ય અગાઉ જણાવ્યું છે તેમ માત્ર ૪૨ મહિનાનું ગણી
શકાય.
બન્ને વચ્ચે વ્રત લેતા પહેલાં ચર્ચા-વિચારણા થઈ હતી અને શર્મિષ્ટાબહેને એની અનુમોદના આપી હતી. પરંતુ આ વ્રતપાલન ખૂબ જ કઠિન છે એનો એમને તે વખતે ઊંડો વિચાર નહિ આવેલો. “ડૉક્ટરની ઇચ્છા છે એટલે મારે સંમતિ આપવી” એમ એમણે નક્કી કરેલું. અલબત્ત તેમને બીજા બાળકની ઇચ્છા તો હતી નહીં. ડૉક્ટરના પરિચયથી તન-રાગ ઓછો થયો હતો. છતાં તેઓ જણાવે છે તે પ્રમાણે નિયમપાલનમાં થોડી મુશ્કેલીઓ પણ અનુભવી. પણ ડૉક્ટરસાહેબના પ્રેમ અને સમજાવટથી પાર ઊતરી શકાયું; અને જેમ જેમ તેમની મહાનતાની ખબર પડવા લાગી તેમ તેમ પોતાના મનને વાળવાનો પ્રયત્ન કર્યો.
ભવિષ્યમાં મુશ્કેલીઓ તો ઘણી પડી. એમને ઘણી વાર એકલવાયુ જીવન કઠતું પણ ખરું. પણ ન તો તેમણે સ્વકુટુંબમાં કે માતા-પિતાને કોઈ ફરિયાદ કરી કે ન તો કોઈને એનો ખ્યાલ પણ આવવા દીધો. તેમણે માત્ર સ્વનો વિચાર ન કરતાં પતિની આધ્યાત્મિક વિકાસયાત્રાને સમજવા કોશિશ કરી છે. અહીં પરંપરાગત પતિ એ જ પરમેશ્વર માનવાવાળી સ્ત્રી નહિ, પણ પતિના આંતરિક વ્યક્તિત્વને સમજી શકનાર એવી ભારતીય નારીની વાત છે, જેમણે પોતે પણ કંઈક અંશે એ દિશામાં વળવા પ્રયત્ન કર્યો. બન્ને ડૉક્ટર છે, બન્નેમાં વૈજ્ઞાનિક દૃષ્ટિ છે, વિચારમાં તર્ક છે. બુદ્ધિજીવી કહીએ એ કક્ષામાં આવે છે એટલે અહીં રૂઢિ-પરંપરાનો પ્રશ્ન ઊઠતો નથી. અહીં હક્કના પ્રશ્નો નથી. ભૌતિકવાદી વિચારસરણી નથી. સ્ત્રી,
માળવા બચાવ્રત અંગીકાર
Jain Education International
72
આજીવન કારાindow)
Private & Personal
અંગીકાર
આજીવન બ્રહ્મચર્યવત
www.jdiffellcllybolg