________________
પોતાના પ્રેરણાગુરુ સમંતભદ્રજીની આજ્ઞાથી તેમણે આત્માનંદજી” નામ ધારણ કર્યું હતું. આ મંગળ પ્રસંગ નિમિત્તે રાજકોટ, મુંબઈ, લીંબડી, અમદાવાદ, સુરેન્દ્રનગર આદિ સ્થળોના મુમુક્ષુઓ ઉપરાંત ડૉ. શર્મિષ્ઠાબહેન તથા પ્રો. અનિલભાઈ સોનેજીએ પણ ઉપસ્થિત રહીને મંગળ પ્રસંગની અનુમોદના કરી હતી અને તે નિમિત્તે, ઉલ્લાસભાવથી, રૂપિયા પંચોતેર હજારની દાનરાશિ પોતાના
તરફથી જાહેર કરી હતી. આમાંથી પ્રેરણા લઈને અનેક A પ્રભુજીને વંદના
અન્ય મુમુક્ષુઓએ પણ નાના-મોટા નિયમો લીધા હતા; જેમાં શ્રી શશિકાંતભાઈ ધ્રુવે આજીવન બ્રહ્મચર્યની સજોડે પ્રતિજ્ઞા લીધી હતી અને ઉપસ્થિત અન્ય મુમુક્ષુઓએ ઉદાર ભાવથી સારી એવી દાનરાશિ જાહેર કરી હતી.
- પૂજ્યશ્રીને રાજકોટ લઈ જવા માટે રાજકોટના એક્ઝિક્યુટિવ એંજિનિયર શ્રી પ્રવીણભાઈ - જ્યોત્સનાબહેન મોદી પણ સહકુટુંબ આવ્યાં હતાં. *રાષ્ટ્રીય શાળામાં સ્વાધ્યાયનો ત્રિદિવસીય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો; જે પૂરો થતાં, સુરેન્દ્રનગર-લીંબડીમાં, અનુક્રમે ડૉ. પી. સી. શાહ અને મુ. વિનુભાઈ ડગલીના આયોજનોને ન્યાય આપી સૌ મુમુક્ષુઓ કોબા પહોંચી ગયાં હતાં.
આજે તેઓ સર્વ જગ્યાએ આત્માનંદજીના નામે જ ઓળખાય છે. મુમુક્ષુઓ પ્રેમથી એમને ‘સાહેબના હુલામણા નામથી પણ ઓળખે છે.
દેહના ડૉક્ટર મટી તેઓ હવે આત્માના ડૉક્ટર થયા. અનેકોના આત્માને ઢંઢોળી જીવનના પથપ્રદર્શક બન્યા છે.
“આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું’ એ એમનું સોનેરી સૂત્ર આશ્રમના વાતાવરણમાં ગુંજતું રહે છે.
ડૉ. સોનેજીએ પારંપરિક દીક્ષા લીધી નહોતી, પણ પોતાની મર્યાદામાં રહી વ્રતપાલન-નિયમપાલન લીધાં હતાં. રખેને આપણે માની લઈએ કે તેઓએ સર્વસંગપરિત્યાગ કર્યો છે. સંબંધોમાં પણ એમણે એમના વ્યવહારિક સંબંધોને ‘તટસ્થતાની’ કક્ષાએ લઈ “મારે હવે શું? હું તો ત્યાગી થયો છું' એવું સહેજ પણ મિથ્યાભિમાન ન સેવતા, સંસારના કોઈ પણ વળગણ વિના, મોહ વિના, પોતાના વ્રત-પાલનને બાધ ન લાગે તે રીતે જીવનના જરૂર પૂરતા વ્યવહારો સાચવ્યા છે અને આપણે અગાઉ જોયું તેમ શર્મિષ્ઠાબહેને સાચું જ કહ્યું કે તેઓ રાજેશભાઈના ભણતર (ડૉક્ટરી પાસ થયા) અને લગ્ન સુધી ખપ પૂરતું અને યોગ્ય માર્ગદર્શન આપતા રહ્યા. આજે પણ જ્યારે પ્રસંગોપાત્ત તેઓને તેમના અસલના નિવાસસ્થાને (કાંકરિયા) જતાં જોઈએ ત્યારે તેનો ખ્યાલ આવે છે. પુત્ર-પુત્રવધૂ ડૉક્ટર છે એટલે એમના સ્વાથ્યની શ્રેષ્ઠ કાળજી રાખવા જરૂર પડ્યે તેઓ સ્વાભાવિકપણે સદૈવ તત્પર હોય જ. એમનું જેટલું લાંબું આયુષ્ય એટલો સમાજને વધુ ફાયદો. એવું પુણ્ય કમાવાની તક પરિવાર કેમ છોડે ? પોતે કદાચ એમની કક્ષાએ પહોંચી ન શકે તો પણ એમની સેવા કરી આત્મસંતોષ તો મેળવે જ અને થોડી ભક્તિ-સત્સંગ-સદ્વાચન કરે અને યથાસંભવ ‘સદ્ગુરુપ્રાસાદનો લાભ પણ લે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org