________________
૨૧
અંતર ચેતનાનો ઉત્સવ
ડૉ. સોનેજી હવે એક સુંદર, એકાંત, નૈસર્ગિક અને પવિત્ર સ્થળમાં રહેવા લાગ્યા. એકાંત-સાધનાની પ્રવૃત્તિને વેગ મળ્યો. આ ભૂમિમાં કાયમી નિવાસસ્થાન સર્જાયું. સામાજિક પ્રવૃત્તિ ઓછી જ નહિ બલ્કે નહિવત્ બનતાં જ્ઞાન-ધ્યાન-વૈરાગ્યમય અવસ્થા વધતી ગઈ. રાગ ઘટતો ગયો.
કુંભોજની નિયમિત મુલાકાતો થતી ગઈ; આમ આશરે ૧૩ વર્ષના સત્સંગ દરમ્યાન કુલ લગભગ ૧૨૦ દિવસ માટે તેઓએ સંઘ સહિત પૂ. મુનિશ્રીના પ્રત્યક્ષ સત્સંગ આદિનો લાભ લીધો. આ સમય દરમ્યાન, પૂ. મુનિશ્રીના કારંજાસ્થિત શિષ્યો સર્વશ્રી બા. બ્ર. શ્રી માણિકચંદજી ચવરે, વિર્ય શ્રી ધન્યકુમાર ભોરેજી તથા બહેનશ્રી વિજયાબહેન અને અન્ય ભક્તજનો પણ કુંભોજ આવતાં, જેથી એક ઘનિષ્ઠ સત્સંગ, પ્રશ્નોત્તરી, ધર્મવાર્તા અને સાધના તેમજ સિદ્ધાંત-વિષયક વાર્તાલાપ સરળ અને ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં થતો; જેમાં તેમની ૬૫ વર્ષની સાધના અને અનુભવોનો લાભ ઉપસ્થિત સૌ મુમુક્ષુઓને મળતો અને એક શાંત સમતાપ્રેરક દિવ્ય વાતાવરણ સર્જાતું.
ડૉક્ટરશ્રીને મુનિ મહારાજે, તેમના સમાગમના પ્રારંભકાળથી જ ત્યાગમાર્ગની પ્રેરણા આપી હતી. ઈ.સ. ૧૯૮૧માં તેમના અંતેવાસી બા. બ્ર. શ્રી ચવરેજીને ખાસ મદ્રાસ પાસે આવેલી કુંદકુંદસ્વામીની તપોભૂમિ ‘પુન્નુર હિલ્સ’માં અભ્યાસરૂપે કેટલાક નિયમો આપવા મોકલેલા. હવે, ૧૯૮૪ના એપ્રિલમાં, તેઓશ્રીએ ડૉક્ટરને નામવેશનું પરિવર્તન કરવાની પ્રેરણા કરી અને બ્રહ્મચારીના વેશ સહિત, જ્ઞાનાનંદ, ચિદાનંદ અને આત્માનંદ - એમ ત્રણ નામોમાંથી કોઈ એક નામ ગ્રહણ કરવાની આજ્ઞા કરી અને આશીર્વાદ આપ્યા. આ આજ્ઞાનુસાર, ડૉક્ટરશ્રીએ આત્માનંદ નામ ગ્રહણ કરવાનો નિર્ણય કર્યો; અને તે માટે ગિરનારનું તીર્થધામ નક્કી કર્યું.
બૃહદ્ સોનેજી પરિવારને પણ હવે ડૉક્ટરની જીવનદશા અને જીવનદિશાનો અહેસાસ આવતો જતો હતો. શર્મિષ્ટાબહેને પતિની સાધનાના વિકાસમાં સહયોગ આપવો જોઈએ એવી ભાવના કેળવી હતી, અને તે દિશામાં નક્કર પગલાં ભરવાનાં ચાલુ કર્યાં હતાં. માત્ર દૂર રહ્યે રહ્યે એ પ્રવૃત્તિની અનુમોદના કરવાને બદલે શર્મિષ્ટાબહેન સ્વયં એમાં જોડાયાં અને પોતે ચિ. રાજેશ સાથે અમુક અમુક યાત્રાઓમાં પાંચ-સાત દિવસો માટે જોડાતાં રહ્યાં. એમના જીવન પર પણ આધ્યાત્મિકતાનો રંગ ચડવા લાગ્યો. પોતાના પતિને સાધનાના પંથે જવાની અનુમતિ આપવી એ એક વાત છે, પરંતુ એ માર્ગે સ્વયં પુરુષાર્થ કરીને પ્રવૃત્ત થવું એ મોટું સમર્પણ માગે છે.
ક્રમે ક્રમે ડૉક્ટરનો નિવૃત્તિનો સમય વધતો જતો હતો. એકાંત-સાધનાનો સમય પણ વધતો જતો હતો. વૈરાગ્યભાવના દિવસે દિવસે તીવ્ર થતી જતી હતી. આને માટે મહાન વિભૂતિ મુનિશ્રી સમંતભદ્રની પ્રબળ
Jain Education International
77
b
અંતર ચેતનાનો ઉkrvate & Orsonal use વનાનો ઉત્સવ
અંતર ચેતનાના ઉત્સવ