________________
પાનાંનું માસિક વ્યક્તિગત ધોરણે ‘વર્ધમાન સંદેશ' નામે શરૂ કર્યું. એ વખતે સદ્ભુત સેવા સાધના કેન્દ્ર અસ્તિત્વમાં આવ્યું નહોતું. નિશ્ચય એટલો રાખ્યો કે માસિકમાં શ્રીમદ્ રાજચંદ્રને સંબંધિત વાચનસામગ્રી વિશેષપણે પ્રગટ કરવી. એનું વાર્ષિક લવાજમ દસ રૂપિયા હતું અને સભ્યસંખ્યા લગભગ ૪૫૦ હતી. જશવંતભાઈના કહેવા પ્રમાણે, આ માસિક ખોટમાં ચાલતું હતું પણ એક સત્કાર્ય થઈ રહ્યું છે એનો સંતોષ પણ હતો. છતાં મનમાં એમ હતું કે લોક-ટીકાના ભોગ બનીએ એ પહેલાં મુક્ત થઈ જવું જોઈએ; એમ વિચારી મે - ૧૯૭૭થી શ્રી સદ્ભુત સેવા સાધના કેન્દ્રને સોંપવાનો નિર્ણય કર્યો. આ માસિકની સમસ્ત જવાબદારી કાયમી ધોરણે સંસ્થાને વિનયપૂર્વક અને વિધિપૂર્વક સમર્પિત કરી. ત્યારબાદ આ માસિક ‘દિવ્યધ્વનિ' નામથી પ્રકાશિત કરવાનું સંસ્થાએ શરૂ કર્યું.
ડૉ. સોનેજી અને સંસ્થાની રોજબરોજની પ્રવૃત્તિનો વ્યાપ ધીમે ધીમે વધી રહ્યો હતો. મુમુક્ષુઓની સંખ્યા પણ વધતી જતી હતી. સંસ્થા પોતાના સ્થાપનાકાળથી જ દર વર્ષે વાર્ષિક દિનની ઉજવણી નિમિત્તે અમદાવાદનાં વિવિધ સ્થળોએ તથા વડવા, વવાણિયા, ઈડર જેવાં અનેક સ્થળોએ શિબિરોનું આયોજન કરતી. આ શિબિરોમાં સ્વ. પૂ. સહજાનંદજી મહારાજ, શ્રી મનુવર્યજી મહારાજ, સાબરકાંઠાના પ્રસિદ્ધ સંતશ્રી જેસિંગબાવજી જેવા સંતો તથા અનેક વિદ્વાનો-પ્રાધ્યાપકો, ડૉ. ચિનુભાઈ નાયક, ડૉ. કુમારપાળ દેસાઈ, શ્રી રાકરચંદભાઈ વખારિયા, શ્રી મણિભાઈ શાહ, શ્રી ચંપકભાઈ દોશી, શ્રી સુનંદાબહેન વોહોરા, શ્રી રાવજીભાઈ દેસાઈ, શ્રી વજુભાઈ ખોખાણી, શ્રી પ્રતાપભાઈ ટોલિયા, શ્રી દુર્લભજી ખેતાણી વગેરે આવીને માર્ગદર્શન અને પોતાનું યોગદાન પૂરું પાડતાં હતાં. આ બધામાં, બધા જ દિવસોએ સાહેબજી પ્રત્યક્ષ હાજર રહી સ્વાધ્યાય આપી પ્રેરણા પૂરી પાડતા હતા. | તો આ રીતે ફૂલી-ફાલેલી પ્રવૃત્તિ ભક્તો-ભાવિકો, મુમુક્ષુઓ, સાધકો અને અન્ય રસિકજનો સુધી પહોંચે એવા એક ‘સંદેશક'ની ખૂબ જ જરૂર હતી. સંસ્થામાં ટ્રસ્ટી તરીકે સેવાઓ આપતા એક સજ્જન શ્રી હરિલાલ મોહનલાલ શાહના ધ્યાનમાં આ વાત આવી. તેમણે આ કાર્યને સારી રીતે પાર પાડવા માટે પોતાની આગવી સૂઝ અને સમસ્ત શક્તિઓને કામે લગાડી. તેમના આ પ્રયત્નના ફળરૂપે, લગભગ પંદર વર્ષના ગાળામાં ‘દિવ્યધ્વનિ'ની સભ્યસંખ્યા લગભગ ૪OOO સુધી પહોંચી હતી.
આજે પણ ‘દિવ્યધ્વનિ' સતત ૩૦ વર્ષથી નિયમિતપણે પ્રકાશિત થાય છે અને દેશ-વિદેશના લગભગ પપ00 જિજ્ઞાસુઓને જીવનવિકાસલક્ષી, સંસ્કારપ્રેરક અને આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડે છે. ડૉ. સોનેજી અર્થાત્ હવે શ્રી આત્માનંદજીની દૃષ્ટિ અને કલમનો લાભ આ માસિકને મળ્યા કરે છે. એ રીતે પણ ડૉક્ટરની સરસ્વતી-આરાધના અહર્નિશ ચાલ્યા કરે છે. આ સામયિકે અનેક વિશેષાંકો પણ પ્રગટ કર્યા છે અને ભાવિમાં, અંગ્રેજી-હિંદી લેખો તેમજ મહિલાવિભાગ અને આરોગ્ય-વિભાગ ચાલુ કરીને ઘરના સૌને તે દ્વારા રસમય, વ્યવહારુ અને સાત્ત્વિક સંસ્કારપ્રેરક પાથેય પહોંચે તે અર્થે પ્રયત્નશીલ છે. આ માસિકના પ્રચાર-પ્રસાર અને સંપાદનના મહાન અને વિકટ કાર્યમાં સ્વ. શ્રી હરિલાલ મોહનલાલ શાહ અને શ્રી પ્રકાશભાઈ ડાહ્યાભાઈ શાહે મહત્ત્વનું યોગદાન આપ્યું છે.