________________
વિનોદભાઈ દલાલ) ઉપર આવીને બેસતા.
સ્વાધ્યાયીઓની સંખ્યા વધવા લાગી. ડૉક્ટરની સુવાસ ફેલાવા લાગી.
વધુ તો નહીં પણ એક ‘ફૉરેન રિટર્ન શૂટેડ-બૂટેડ-ડ્રેસ પહેરેલો ડૉક્ટર સત્સંગ કરાવે છે, વાચન કરે છે, આ સમાચાર માત્ર એક કુતૂહલનો વિષય બન્યા. એમ કરતાં ધીમે ધીમે એકાદ વર્ષમાં આજુબાજુનાં પંદરેક ભાઈ-બહેનો પણ સ્વાધ્યાયમાં નિયમિત રૂપે આવવા લાગ્યાં. બહારગામનાં શ્રીમદ રાજચંદ્રનાં અનેક ભક્તો પણ આવવા લાગ્યાં.
સોનગઢના સંત પૂ. શ્રી કાનજી સ્વામીની પ્રેરણાથી ખાડિયા (અમદાવાદ)માં તા. ૨૧-૨-૧૯૬૯ના રોજ જૈન મંદિરની પ્રતિષ્ઠા થઈ; આ સમય દરમિયાન તેમનાં આધ્યાત્મિક પ્રવચનોનો ઠીક ઠીક લાભ લગભગ દસેક દિવસ સુધી ડૉક્ટરને સતત મળતો રહ્યો.
| હવે તો નિયમિત ‘પાઠશાળા'માં સ્વાધ્યાય માટે જવાનો ક્રમ શરૂ થઈ ગયો. પ્રારંભમાં પાઠશાળામાં વિઠ્ઠલદાસ કરીને એક ભાવિક ભક્તનો પરિચય થયો. તેઓ આ યુવાન ડૉક્ટરને નિયમિત સ્વાધ્યાય કરતાં જોઈને વિસ્મય પામ્યા. પરિચય વધતાં તેઓ પણ સ્વાધ્યાયમાં આવીને બેસવા લાગ્યા.
પાઠશાળામાં જતાં વચ્ચે ખાડિયાનું જિનમંદિર આવતું એટલે ત્યાં દર્શન કરીને પાઠશાળાએ જવાનો નિત્યક્રમ બની ગયો.
થોડાક સમયમાં તો શ્રી હેમેન્દ્રભાઈ શાહ, શ્રી ચંદુભાઈ મહેતા, શ્રી રાકરચંદભાઈ શાહ (શકરાકાકા - તળિયાની પોળવાળા), શ્રી કનુભાઈ શેઠ (એ વખતે પીએચ.ડી. કરતા હતા), એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટના તે વખતના નિયામક વિદ્વર્ય શ્રી દલસુખભાઈ માલવાણિયા, શ્રી જયંતિભાઈ ઘીવાળા, શ્રી ભોગીભાઈ શાહનો પરિવાર, શ્રી ચીનુભાઈ શાહ, શ્રી રમણભાઈ ખોડીદાસ, શ્રી રતિભાઈ લાલભાઈ, શ્રી ચંદ્રકાંતભાઈ શાહ અને કોબા શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં દૂબળા-પાતળા અને સદાય હસતા જોવા મળતા મુમુક્ષુ શ્રી રમણીકભાઈ શેઠ પણ અવારનવાર આવવા લાગ્યા.
એક મુલાકાતમાં શ્રી રમણીકભાઈ પ્રારંભનાં (લગભગ ૧૯૭૩) સંસ્મરણો વાગોળતાં જણાવે છે :
“પૂ. સાહેબ સ્વાધ્યાય માટે પંચભાઈની પોળમાં પાઠશાળામાં જતાં પહેલાં મારે ત્યાં આવે અને ગાડીનું હૉર્ન વાગે ત્યારે દૂરથી જ મને ખબર પડી જાય એટલે હું બહાર આવી જાઉં. રસ્તામાં અનેક ગાડીઓ જતી હોય પણ સાહેબની ગાડીનું હૉર્ન તો તરત જ ઓળખી કાઢે અને અમે સાથે જઈએ. સાહેબનો એ વખતનો (વસ્ત્રપરિધાન) ડૉક્ટરી લિબાસ હોય કોટ-પેન્ટ-ટાઈ વગેરે, પણ તે ધીમે ધીમે છૂટતું ગયું.”
ફેબ્રુઆરી ૧૯૬૯ની “ધ્યાન-દશા’ની બીનાનો ડૉક્ટર પર જે જીવનપરિવર્તનકારી પ્રભાવ પડ્યો અને તેમાંથી ઉત્પન્ન થયેલી જ્ઞાન-વૈરાગ્યની વૃદ્ધિ માટેની જે એક તીવ્ર ઝંખના જાગી, તે એટલી બધી તીવ્ર બની કે ડૉક્ટરના શબ્દોમાં જણાવું તો “ઝંખનાએ એક પાગલપણાનું રૂપ ધારણ કર્યું.” બીજું કશું સૂઝે નહીં. લોહીના ભ્રમણ સાથે રગેરગમાં આ રૂપ વ્યાપી ગયું. દરેક વાતનાં વહેણ આ દિશામાં વહેવા લાગ્યાં.
આમ, ધર્મ અને વૈરાગ્યની વાત સતત ગુંજવા લાગી. ઘરમાં બા સાથે પણ સત્સંગ-સ્વાધ્યાય-ધર્મ વગેરેમાંથી તે તે વિષયોની અદ્દભુતતા ડૉક્ટર દર્શાવતા. એક વખત તેની મહત્તાનું શ્રેષ્ઠપણું દર્શાવતી વાતચીત ચાલી. ૧૯૭૧ના પ્રારંભકાળના આ પ્રસંગને યાદ કરતાં ડૉક્ટર જણાવે છે : વાતચીત વખતે જ બાએ કંઈક ગુસ્સામાં કહ્યું :
56
Jan Education International
For Private Personal use only
www.ja nelibrary.org