________________
તરત , ચા જવાબ
૧૯૭૨-૭૩માં પંચભાઈની પોળના ભક્ત-મુમુક્ષુ શ્રી લાલભાઈ સોમચંદના બૃહદ્ કુટુંબ તથા અન્ય સ્થાનિક મુમુક્ષુઓની પ્રેરણાથી ત્રણ દિવસની મોરબી-વવાણિયા અને કચ્છ-ભદ્રેશ્વરની યાત્રા યોજાઈ હતી. સૌ ધર્મઉત્સાહથી પ્રેરિત હતાં. તેમાં ભદ્રેશ્વર તીર્થની યાત્રા સમયે સવારના પ-૩૦ થી ૭-૦૦ના સમય દરમિયાન, તીર્થથી બે-ત્રણ ફર્લાગ દૂર, એકાંત ભક્તિભાવનામાં ડૉક્ટર લીન બની ગયા. એના ફળરૂપે એક વિશિષ્ટ આનંદદાયક ધ્યાનદશા પામ્યા. આજે ૩૩ વર્ષ બાદ પણ આ વિશિષ્ટ અનુભૂતિનું સ્મરણ તેઓ કરે છે ત્યારે આનંદ-પંદનોનો અનુભવ કરતા હોય તેવા ભાવો તેમના મુખ પર પ્રતિબિંબિત થાય છે.
બીજી એક આવી વિશિષ્ટ ભક્તિભાવસભર અનુભવદશાનું સ્મરણ પણ ડૉક્ટરના ચિત્તમાં આજેય જીવંત છે. પ્રાંતિજ તાલુકાના ફતેપુર ગામમાં શ્રી બાબુભાઈ મહેતાની પ્રેરણાથી અને સ્થાનિક સમાજના સહકારથી ભગવાન નેમિનાથના નૂતન મંદિરની પ્રતિષ્ઠાના પ્રસંગે તેઓ ફતેપુર ગયા હતા. નવા મંદિરની વિધિવત્ સ્થાપના, ગર્ભ-જન્મ-દીક્ષા-કેવળજ્ઞાન અને નિર્વાણ – એમ પાંચ દિવસો દરમ્યાન, પંચકલ્યાણક સહિત કરવામાં આવે છે; તેમાંના દીક્ષા કલ્યાણકના દિવસે સવારે ભગવાનની પરમ વૈરાગ્યની દશાનું વર્ણન સાંભળતા સાંભળતા, પ્રથમ ભક્તિભાવથી રોમાંચ થયો અને થોડી ક્ષણો માટે તેઓ સમાધિમાં સ્થિર થઈ ગયા.
આવી રીતે ડૉ. સોનેજીની ધર્મયાત્રા વ્યક્તિગત અને સામૂહિક રીતે પ્રબળ વેગથી આગળ વધતી જતી હતી. એ વખતના તેમના સહયાત્રીઓને યાદ કરીએ તો સર્વશ્રી જયંતીભાઈ પોપટલાલ ઘીવાળા, આંખના ડૉ. હીરાભાઈ પટેલ, ન્યાયાધીશ ડાહ્યાભાઈ સી. મહેતા (પ્રસંગોપાત્ત), કાશીભાઈ પટેલ, રમણભાઈ ખોડીદાસ, વિનોદભાઈ દલાલ (બૅન્કવાળા), ચીનુભાઈ શાહ, હિંમતભાઈ પુંજાભાઈ, રતિલાલ લાલભાઈ, ચીમનભાઈ, કુસુમબહેન, જ્યોતિબહેન, કલ્યાણભાઈ, રમણીકભાઈ શેઠ, મણિભાઈ લહેરચંદ શાહ, ભોગીભાઈ શિવલાલ શાહ, જાસુદબહેન રસિકભાઈ શાહ, વિઠ્ઠલભાઈ ભાવસાર વગેરે અનેક ગણાવી શકાય. આ સહુ સાધકો પંચભાઈની પોળની શાળામાં અવારનવાર સ્વાધ્યાયનો લાભ પણ લેતા રહેતા.
ઘનિષ્ઠ અધ્યયન અને સત્સંગનો સમયગાળો
ઈ.સ. ૧૯૭૩ થી ૧૯૭૫ દરમ્યાનનો ત્રણ વર્ષનો સમયગાળો, ઘનિષ્ઠ અધ્યયન અને વિવિધ ધર્મપ્રભાવક વૃત્તિઓનો રહ્યો.
જીવન લક્ષની વિશેષ ખોજ શરુ થઈ અને ચિત્તમાં જેમ પ્રશ્નો જાગતા ગયા તેમ ઉત્તરો પણ મળતાં ગયાં. એ પ્રશ્નોત્તરના અનુભવનું એમની રોજનીશી (ઈ.સ. ૧૯૭૨-૭૩)માં પ્રતિબિંબ પડ્યું, જે અહીં અવતરિત છે : પ્ર. આનંદને - સત્ય આનંદને - પ્રાપ્ત કરો. એટલે ?
આનંદસ્વરૂપ એવા આત્માને પ્રાપ્ત કરો.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only