________________
પરિચય અને પરિચયથી પ્રેમ વધારીએ અને જીવનને દિવ્ય બનાવીએ.’
આ સંસ્થાની સ્થાપનાના બીજા વર્ષે જ, ૧૯૭૬માં દક્ષિણ ભારતનાં તીર્થોની એક સુદીર્ઘ મંગળયાત્રાનું (તા. ૨૯-૧૦-૭૬ થી તા. ૯-૧૨-૭૬ સુધીની ૪૨ દિવસની યાત્રાનું) આયોજન થયું. તેમાં જોડાયેલા અનેક યાત્રીઓ સાહેબજી સાથે ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા. એમના વિચાર, એમની ભક્તિ, એમની સાધના અને વિશેષ તો એમના સૌહાર્દપૂર્ણ પ્રેમમય વ્યવહા૨ની ઊંડી અસર તે યાત્રિકો પર પડી. તેમને બધાને ભક્તિ-સ્વાધ્યાયમાં ખૂબ જ રસ પડ્યો અને અમદાવાદ આવીને સંસ્થાની સર્વ પ્રવૃત્તિઓમાં વધુ રસથી સક્રિય બન્યા; જેમાંના કેટલાક તો સંસ્થાની ફાલતી જતી પ્રવૃત્તિના પાયાના પથ્થર બન્યા.
Jain Education International
68
For Private & Personal Use Only
www.jalfe||brary.org