________________
તેમજ બુદ્ધિમાન શ્રી જયંતીભાઈ પોપટલાલ શાહ (ઘીવાળા)નું ડૉક્ટર અવારનવાર સ્મરણ કરે છે. ડૉક્ટરની તેમની સાથે મિત્રતા અને આત્મીયતા બંધાઈ હતી. ઈ.સ. ૧૯૭૩-૭૪ના ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવ દરમિયાન તેમણે ‘જિનેશ્વર-ભક્તિ’ નામના ગ્રંથનું સંપાદન ‘વચનામૃત’ના આધારે કર્યું હતું. તેઓ ઘણા ઉત્સાહથી વાચન-લેખન-સત્સંગ અને સાધુઓની સેવા કરવાનો લાભ લેતા. જિજ્ઞાસુ અને અભ્યાસી જીવ, એટલે જ્યારે તેમની ઘીની દુકાન પર બેસે ત્યારે પણ વાચન-લેખન તો નિરંતર ચાલુ હોય જ. આમ, જ્ઞાન-વૈરાગ્ય અને તપના માધ્યમથી તેઓ ઝડપથી મોક્ષમાર્ગની આરાધના કરી રહ્યા હતા. અવારનવાર જૈન સાધુઓના સમાગમનો પૂજ્યશ્રીને લાભ અપાવતા. પરંતુ દુર્ભાગ્યવશ પેટ (Pancreas)ના કૅન્સરથી, ઈ.સ. ૧૯૭૯માં, ૪૪ વર્ષની યુવાન વયે તેમનું અવસાન થયું અને ડૉક્ટરે એક નિકટના અને ઉચ્ચ કક્ષાના મુમુક્ષુ ગુમાવ્યા.
પંચભાઈની પોળમાં સ્વાધ્યાયમાં કટકિયાવાડ, દરિયાપુરમાં રહેતા શ્રી ચીમનભાઈ ટેઇલર નામના એક ખાસ જિજ્ઞાસુનો પરિચય તેઓને થયેલો. તેમનામાં તીવ્ર જિજ્ઞાસા હતી. ખાસ ધ્યાન ખેંચે એવી સરળતા પણ હતી. આશરે ૭૦-૭૨ વર્ષની ઉંમર હશે. ઘનિષ્ઠ સાધના માટે કોઈક કોઈક વાર ઉત્તરસંડા-નરોડા વગેરે સ્થળોએ જવાનું થતું. ધર્મવાર્તા, ધૂન અને ધ્યાન અહીંના એકાંત પ્રદેશોમાં સારી રીતે થતાં. પરંતુ એકાદ વર્ષની અંદર તેમને પણ શ્વાસનળીના કૅન્સરની બીમારી લાગુ પડી અને થોડાક મહિનામાં જ તેઓનો દેહોત્સર્ગ થઈ ગયો. ડૉક્ટર જણાવે છે કે ‘તેમના જવાથી એક ગંભીર, સરળ, જિજ્ઞાસુ જીવનો વિયોગ અનુભવાયો.’
તેઓ જતાં જતાં પણ ડૉક્ટરને ઉત્તરસંડાની એકાંત તપોભૂમિમાં સત્સંગ અને એકાંત-સાધનાનો સ્વાદ લગાડતા ગયા, તેથી વારંવાર ઉત્તરસંડા પણ જવાનું બનતું. ડૉ. શર્મિષ્ટાબહેન પણ અનવારનવાર સાથે જોડાતાં હતાં. અહીં શ્રી હીરાલાલ ઝવેરી અને શ્રી અગરચંદજી નાહટાનાં પત્ની બહેનશ્રી સદ્ગુણાબહેનના સહયોગથી એક સ્મારક બન્યું છે. આ સ્થળે, તે વખતે શ્રી ઠાકોરભાઈ પટેલના મામા શ્રી અરવિંદભાઈ વહીવટદાર તરીકે હતા. તેઓ ઉત્તરસંડાની યાત્રા વખતે ‘સાધના’માં વિવિધ રીતે મદદરૂપ થતા. ઈ.સ. ૧૯૭૨માં અહીં ત્રણેક દિવસ ઘનિષ્ઠ સાધના માટે ૧૫ જેટલા મુમુક્ષુઓ સાથે રહેવાનું બન્યું, ત્યારે રીલીફરોડ, પાંજરાપોળની ચાલીમાં રહેતા ચીમનભાઈ નામના ભાવિક ભક્તને ચાલુ સ્વાધ્યાયે બપોરના લગભગ ૩-૩૦ વાગ્યે છાતીમાં દુખાવો ઊપડ્યો અને ૧૫ મિનિટમાં જ તેમનો દેહ છૂટી ગયો.
આ સમયે લૌકિક વ્યવહારની વાતને બાજુએ મૂકીએ તો પણ, ‘સાધના’ની કસોટીરૂપ આ પ્રસંગને નિહાળીએ. ડૉક્ટર સાધનામાં કેટલા આગળ વધ્યા હશે તેનો ખ્યાલ આવે.
સ્વાધ્યાય ચાલુ હતો. મુમુક્ષુ ચીમનભાઈનો નશ્વર દેહ એમની સમક્ષ પડ્યો હતો.
અચેતન શબ, ભક્ત એવા ચીમનભાઈ-નામધારીનો દેહ.
ડૉક્ટરના શબ્દોમાં જોઈએ ઃ
“ગુરુમંદિરના અંદરના ખંડમાં સ્વાધ્યાય ચાલતો હતો. તેમાંથી શ્રી ચીમનભાઈ એકાએક બહાર ચાલ્યા ગયા. પાંચેક મિનિટ બાદ ડૉ. શર્મિષ્ટાબહેન પણ બહાર ગયાં.
મનમાં વિચાર કરતો હતો કે શું થયું હશે? તેટલામાં વિચિત્ર રીતે શ્વાસ લેવાતો હોય તેવો અવાજ આવ્યો. સ્વાધ્યાય બંધ કરી હું બહાર ગયો. ત્યાં ડૉ. શર્મિષ્ટાબહેન ભોંય પર સૂતેલા ચીમનભાઈની નાડ તપાસતાં, ગંભીર મુદ્રામાં દેખાયાં.
‘કેમ શું લાગે છે ?’ – મેં પૂછ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org