________________
અગમ પિયાલાની
null
શ્રીમદ્ રાજચંદ્રજીએ જેના પર ખાસ ભાર મૂક્યો છે તેવા સત્સંગની શોધ અને આરાધના માટે ડૉ. સોનેજી ઉદ્યમી બની ગયા. આધ્યાત્મિક ભૂખ સાચે જ તીવ્ર બની ગઈ હતી.
હવે માત્ર જિજ્ઞાસા નહોતી. આત્માને પરિતૃપ્ત કરે એવા ‘ભાથા’ની શોધ હતી. આત્મ-વિકાસની ગતિ હતી. એક ઉચ્ચ ડિગ્રીધારી પેન્ટ-કોટ-ટાઈ પહેરેલો ૩૭ વર્ષનો યુવાન ડૉક્ટર કશુંક શોધવા દોડધામ કરી રહ્યો છે.
‘મન હોય તો માળવે જવાય.” ‘દાનત હોય તો દિશા મળે.” ‘દિશા હોય તો લક્ષ્ય તરફ ગતિ મળે.'
ડૉક્ટર ઉપર શ્રીમદ્ રાજચંદ્રના સાહિત્યની ગાઢ અસર હતી. હૉસ્પિટલની કામગીરીમાંથી મુક્ત થયા બાદ તેઓ અવારનવાર ડૉ. રમેશ આર. પરીખની સાથે તેમજ એકલા પણ નીકળતા. શ્રીમદ્ રાજચંદ્રની સાધનાપદ્ધતિને અનુરૂપ ક્યાંય સત્સંગ થતો હોય તો વધારે અનુકૂળ આવે તેમ વાત કરી. સત્સંગમાં જવા તૈયારી બતાવી.
અમદાવાદમાં આ અંગે શોધ ચાલી. થોડાક મહિના પછી એમને જાણવા મળ્યું કે પંચભાઈની પોળ(ઘીકાંટા-અમદાવાદ)માં પ્રાણલાલ શેઠના ડહેલામાં શ્રીમદ્ રાજચંદ્ર પાઠશાળા’ના સ્થળે, દર રવિવારે સત્સંગ થાય છે. આ સમાચાર મળ્યા પછી ત્યાં જવાનું શરૂ કર્યું (૧૯૬૯).
પ્યાસાને પિયાલો મળી ગયો..
અહીં દર રવિવારે સવારે ૯-૩૦ થી ૧૧-૦૦ વાગ્યા સુધી શ્રી મંગળદાસ શાહ નામના સજ્જન, શ્રીમદ્ રાજચંદ્ર-સાહિત્યના માધ્યમથી જાહેરમાં વાચન અને સત્સંગ કરાવતા. ડૉ. સોનેજીએ મહિનામાં બે વખત સત્સંગમાં જવાનો પ્રારંભ કર્યો.
૧૯૭૦ થી વડનગરમાં Visiting Consultant તરીકે જવાનું બંધ કરતાં A પંચભાઈની પોળ-પાઠશાળા અમ.-૧ દર રવિવારે સત્સંગમાં આવવાનું ચાલુ કર્યું.
સત્સંગ દરમિયાન શ્રી મંગળદાસભાઈ અવારનવાર ડૉક્ટરને પ્રશ્નો પૂછતા. એનો પ્રત્યુત્તર સાંભળી તેઓનો ઉત્સાહ અને ઉલ્લાસ ખૂબ વધી જતા. તેઓ પોતાની હયાતીમાં જ વખતોવખત ડૉક્ટર પાસે થોડું થોડું વાચન કરાવવા લાગ્યા. પછીથી તો ડૉક્ટરે દરરોજ વાચન ચાલુ કર્યું. આ અરસામાં જ મંગળદાસભાઈનો દેહવિલય થતાં, ડૉક્ટરસાહેબ એકલા જ વાચન કરતા. કોઈક વાર વિઠ્ઠલકાકા (વિઠ્ઠલદાસ ભાવસાર અને
55
મિ ધિરાલાની પ્રાપ્તિ અગમ પિયાલાની પ્રાઈમ
મમ પિયાલાની પ્રાપ્તિ અગમ પિયાલાની પ્રામિ