________________
અને શર્મિષ્ટાબહેનના મહાન અંતરંગ ગુણો (શક્તિ) પ્રત્યે મનોમન નમન કરતો રહ્યો.’
યુરોપનો આ પ્રવાસ ક્રમશઃ પૂરો થયો. નેપલ્સમાં Shipping Agentને ગાડી સોંપીને સૌ રોમ આવ્યાં અને ત્યાંથી વિમાનમાર્ગે તા. ૨૯-૬-૧૯૬૬ના રોજ મુંબઈ પહોંચ્યાં.
મુકુન્દને ચાર વર્ષ અને નવ મહિનાના, એકધારા આ શૈક્ષણિક વિદેશ નિવાસ પછી ભારત પાછા ફરતાં એક નવીન, આનંદદાયક એવા આશ્ચર્યજનક માતૃભૂમિના સ્પર્શનો અનુભવ થયો, જાણે કે કોઈ જુદી જ પવિત્ર ભૂમિમાં પ્રવેશ કર્યો હોય એમ જણાયું. બન્ને પક્ષનાં ૫૦-૬૦ સગાંઓ અમદાવાદ સ્ટેશને ભાવભીનો આવકાર આપવા આવી પહોંચ્યાં હતાં. ૫૭ મહિનાના લાંબા ગાળા પછી કેટલાંક નજીકનાં સગાંઓને (ખાસ કરીને Growing વયવાળા સભ્યોને) પહેલી નજરે ઓળખવામાં પણ મુશ્કેલી પડી હતી.
Jain Education International
47
For Private & Personal Use Only
www.jainelibrary.org