________________
૧૪.
વ્યાધિ
સમાધિ
હૉસ્પિટલ-પ્રેક્ટિસ અંગે તનતોડ પરિશ્રમ છેક મોડી રાત સુધી ચાલુ રહેતો. શરીરસ્વાસ્થ્ય અંગે જરૂરી કાળજી લઈ શકાય તેવા સંજોગો નહોતા. તેમાં ઑક્ટોબર મહિનો એટલે ઋતુઓનો સંધિકાળ, ચોમાસા પછીનો સમય. ડૉ. મુકુન્દભાઈ સોનેજીને અવારનવાર શરદી થતી. ૧૯૬૮ની સાલમાં શરદીમાંથી ઉધરસ-ખાંસી લાગુ થઈ ગઈ. દવા તરીકે ‘ટેટ્રાસાયક્લીન’ની ગોળીઓ લીધી. તેની તેમને વિપરીત અસર થઈ. Allergic reaction આવ્યું. મોંમાં ચાંદાં પડ્યાં. ધીમે ધીમે ચાંદાંની સંખ્યા વધતી જ ગઈ. મોંમાં છેક ઊંડાણ સુધી ફેલાઈ ગયાં તેમજ જીભની ઉપર પણ મોટું અને ઊંડું ચાંદું પડ્યું. લગભગ ૨૫ દિવસ સુધી અલ્સરની લાંબી વેદનાભરી બીમારી ચાલી. આ સમયે ખૂબ સહનશીલતા દાખવી.
ખાવાનું કંઈ લેવાતું નહીં. પ્રવાહી લેતાં પણ અત્યંત કષ્ટ અને પીડા થવા લાગ્યાં. સૌ કોઈને ચિંતા થવા લાગી. મુંબઈના પ્રસિદ્ધ Gastro-enterologist, Dr. Antiaને પણ બતાવ્યું. આ ઉપરાંત અમદાવાદમાં ડૉ. સુમંત શાહ, ડૉ. પી. પી. મહેતા, ડૉ. પી. એલ. શાહ (સર્જન) તેમજ ઘણાં ઓળખીતા ડૉક્ટરોને પણ બતાવ્યું અને સલાહ લીધી. આખરે નિદાન ‘Aphthous Stomatitis’ – એવું થયું. એની કોઈ દવા નથી. ધીમે ધીમે એક મહિના પછી બીમારી ઓછી થઈ અને સંપૂર્ણ આરામ થતાં લગભગ ચારેક મહિનાનો ગાળો નીકળી ગયો.
બીમારીની શરૂઆતના ૨૫ દિવસ તો ભારે કસોટીના હતા. કશું જ લેવાતું નહોતું. એટલે લગભગ ઉપવાસ જ ગણાય. શરીરનું વજન ૬ થી ૭ કિલો ઘટ્યું. આખા દિવસમાં ૧૦૦ ગ્રામ જેટલું ઠંડું દૂધ લેવાતું. કોઈ પણ વસ્તુ, પાણી સુધ્ધાં - ચાંદાંઓને અડે તો અસહ્ય કષ્ટ થતું. ભારે વેદના થતી અને આંખોમાંથી આંસુ નીકળી જતા. બોલી પણ શકાતું નહોતું. મૌન-ઉપવાસ અને રૂમમાં જ રહેવાનું ફરજિયાત બની ગયું હતું. આખો દિવસ પથારીમાં જ પડ્યા રહેવાનું.
એક એક ક્ષણનો ઉપયોગ કરનાર ડૉક્ટરને અકર્મપણે પથારીમાં પડ્યા રહેવાનું ફરજિયાત બને એ કેમ પાલવે? આ અસહ્ય બીમારી સમસ્ત કુટુંબીજનોને ગંભીર ચિંતાનું કારણ પણ બની રહી. ડૉક્ટરની પરવશતાલાચારી અને વેદના એમનાથી જોઈ શકાતી નહોતી..... કદાચ કંઈ અણધાર્યું બને તો!
પરંતુ કુદરતે કંઈ બીજું જ ધાર્યું હતું.
ડૉક્ટર તો અંતરમાં માનતા હતા કે ‘જ્ઞાની-ધર્માત્માઓની અમૃતમય વાણીરૂપ ઔષધના સેવનથી જ આ બીમારીમાંથી હેમખેમ પાર ઊતરી શકાશે.’ ‘રામ રાખે એને કોણ ચાખે?' એનો ઠીક ઠીક પ્રત્યક્ષ અનુભવ થયો અને બન્યું પણ એમ જ. આ બીમારી ડૉક્ટર માટે એક મુખ્ય જીવન પરિવર્તનકારી વળાંકનું ઉત્તમ નિમિત્ત બની. સંપૂર્ણ પથારીવશ ડૉક્ટર આંખો ખુલ્લી રાખી ઉપર જુએ, આજુબાજુ દૃષ્ટિ ફેરવે. થાકે એટલે આંખો બંધ
52
વ્યાધિ બતી સમાધિ વ્યાધિ બતી સમાધિ વ્યાધિ બતી સમાધિ વ્યાધિ બતી સમાં