________________
| પિતાજીની નાદુરસ્ત તબિયત, દેશમાં ઘરની સાધારણ આર્થિક સ્થિતિ, સ્વદેશ અને કુટુંબની યાદ – આ સમયે દર દસ દિવસે કાગળ આવે કે તમારું ભણવાનું પતી જાય કે વહેલામાં વહેલી તકે ઘેર પાછા આવી જજો.’ આમ, અનેકવિધ કારણોને લઈને બન્નેએ નક્કી કર્યું કે બને એટલાં વહેલાં સ્વદેશ જવું, જેથી બા-બાપુજીની સેવા થઈ શકે. બન્નેનો અભ્યાસ પૂર્ણ થતાં ૨૯મી જૂન ૧૯૬૬ના રોજ સ્વદેશ પાછા ફર્યા. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ન તો ડૉક્ટરને કે ન તો શર્મિષ્ઠાબહેનને ઝાક-ઝમાળ જેવા પરદેશનો કે એવા જીવનનો મોહ હતો. પરદેશની ભૂમિ એ રીતે તેમને આકર્ષી શકી નથી. શર્મિષ્ઠાબહેનનાં બા-બાપુજી (શ્રી શંકરલાલ તથા જયાબહેન) પણ તેઓની સાથે સ્વદેશ ફર્યા; જેઓ તેમના પાછા ફરવાના પૂર્વે છ અઠવાડિયાં અગાઉ યુ.કે. આવ્યાં હતાં.
ઇંગ્લેંડના બન્નેના સહવાસ દરમિયાન ગુહસ્થજીવન પરિસ્થિતિવશ હતું. અભ્યાસનું લક્ષ્ય પૂરું કરવા સંયમિત જીવન જીવવાનું નક્કી કર્યું હતું, એટલે ઝાઝો વિચાર કે સંઘર્ષનો પ્રશ્ન ઊભો થતો નથી. કદાચ એને માટે સમય પણ નહોતો અને મગજ પણ નવરું નહોતું. મુક્ત વાતાવરણમાં રહેવા છતાં લક્ષ્યસિદ્ધિને ધ્યાનમાં રાખી પોતાના દૈનિક જીવનને ઢાળી દીધું હતું એટલે નવ-દંપતી અન્યની જેમ મોજમસ્તી ઉડાવશે એ
કલ્પના પણ કરી ન શકાય. હા, ડૉક્ટરે તો પોતાની જાતને એ . પ્રકૃતિમાતાના ખોળામાં
રીતે કેળવેલી હતી પણ શર્મિષ્ઠાબહેન માટે આ બધું નવું આશ્ચર્યજનક, કંઈક અંશે પોતાની પ્રકૃતિને અનુકૂળ નહોતું અને તેમ હોય એ પણ સ્વાભાવિક છે; છતાં આપણે એમ કહી નહીં શકીએ કે આ બધું પોતાના ઉપર કોઈ દબાવને કારણે હતું. ઊલટું, ઉત્સાહ પ્રેરી, વૈર્યથી ત્યાંના જીવનને વધુ સાનુકૂળ બનાવવાની કોશિશ કરતાં હતાં. કદાચ ડૉક્ટરના આ મૂલતઃ સ્વભાવને કારણે જ શર્મિષ્ઠાબહેનને માટે ત્યાંનું જીવન સહ્ય બન્યું હતું. હૂંફ, પ્રેમ અને આત્મીયતા શું ન કરી શકે? પરોક્ષ રીતે કહીએ તો ભવિષ્યમાં ડૉક્ટરની વિશિષ્ટ જીવનધારામાં જોડાઈ જવાનાં બીજ અહીં નખાઈ ગયાં હતાં.
મેડિકલનો અનુસ્નાતક ડિગ્રીઓનો અભ્યાસક્રમ પૂર્ણ થવામાં હતો. આખરી તબક્કામાં અભ્યાસ હતો. નજીકના ભવિષ્યમાં માદરેવતન ભારત જવાનું હતું. આ સમયે પૂ. પિતાશ્રી વીરજીભાઈની તબિયત સારી રહેતી નહોતી. બીમારી જોર પકડતી હતી. મોટાભાઈ અલગ ઘરમાં રહેતા હોવાથી અવારનવાર પત્રો આવતા કે બન્નેએ વેળાસર ભારત પહોંચી જવું જોઈએ. મુકુન્દભાઈ અને શર્મિષ્ઠાબહેન બંનેનો અભ્યાસ પૂર્ણ થયો. છ-સાત મહિના પણ પસાર થઈ ગયા હતા. શું કરવું એ પ્રશ્ન તો હતો જ નહિ. સાધુ-જીવને ઇંગ્લેન્ડ સ્થિર થવા કાંઈ આકર્ષી શક્યું નહોતું. કુટુંબભાવનાના સંસ્કાર ભારત તરફ આકર્ષી રહ્યા હતા.
આ અરસામાં, ૧૯૬૬ના મે મહિનામાં, શર્મિષ્ઠાબહેનનાં પૂ. બા-બાપુજી ગ્લાસગો (યુ.કે.) આવી ગયાં હતાં. હૉસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ વગેરે સાથેના પ્રેમભર્યા અનુકૂળ સંબંધોને કારણે સૌ સાથે રહી શકીએ એવી વ્યવસ્થા થઈ હતી. તેમને પણ દીકરી-જમાઈ સાથે રહ્યાનો એક માનસિક સંતોષ સારી રીતે થઈ રહ્યો હતો. તેમાં વળી શર્મિષ્ઠાબહેનની સગર્ભાવસ્થાને કારણે તેમને વ્યવહારિક સંતોષની લાગણી અનુભવાતી. આ સ્થિતિમાં દીકરી પાસે મા હોય, એનાથી વધુ રૂડું બીજું શું હોઈ શકે? પુત્રીની મનઃસ્થિતિને જેટલી મા સમજી શકે એટલું બીજું કોઈ ન સમજી શકે. પિતા કે પતિ પણ નહીં. આ ભાવાત્મકતા કુદરતની ન કલ્પી શકાય એવી દેન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org