________________
એક બાજુ યુ.કે.ના તેમના અધ્યાપકો, સિનિયર કન્સલ્ટન્ટ - ડૉ. ઍન્ડરસન, ડૉ. થૉમસન વગેરે વારંવાર ઇંગ્લેન્ડમાં રહેવા, પ્રેક્ટિસ કરવા, સમજાવતા હતા. છ-બાર મહિનામાં, પુષ્કળ આર્થિક લાભ મળી રહે એવી આગળની ઉપલી નિમણૂકો આપવાનાં વચનો પણ આપેલાં. આ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ લલચાઈ જાય; પરંતુ લાલચ કરતાં સંસ્કાર આગળ નીકળી ગયા. એમનું લક્ષ્ય માત્ર ઉચ્ચ પ્રકારની ડિગ્રીઓ મેળવવી એ હતું. એમને યુ.કે.માં સ્થિર થવાનો વિચાર સુધ્ધાં આવેલો નહીં અને ભારત પાછા જવાનો પાકો નિર્ણય પ્રેમપૂર્વક સિનિયર કન્સલ્ટન્ટ ડૉક્ટરસાહેબોને જણાવી દીધો અને એ રીતની તૈયારીની પત્રો દ્વારા બા-બાપુજીને જાણ પણ કરી દીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org