________________
વિયોગ ઇંગ્લેન્ડ જવાથી ‘સુયોગ'માં પલટાયો તો ખરો, પરંતુ.....
બન્ને અભ્યાસ માટે ઇંગ્લેન્ડ આવ્યાં હતાં. ઇંગ્લેન્ડનું ખુશનુમા વાતાવરણ, યુવાન વય, મુક્ત જીવન, લાંબા સમયનો વિયોગ, આ બધાં પરિબળો - કોઈ પણ દંપતીને લલચાવવા માટે પૂરતાં છે.
પણ અહીં એક પ્રકારની પ્રબળ જાગૃતિ હતી કે આપણે કશું મેળવવા માટે આવ્યા નથી કે નથી આવ્યા લીલાલહેર કરવા. છતાં બન્નેની આંખોમાં કયા ભાવ હશે!...
બન્નેને ડિગ્રી તો મેળવવી હતી.
સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવું એ અકુદરતી હતું. એના કરતાં પોતાનાથી શક્ય એટલું “સંયમી’ જીવન પળાય એવી સમજણ અને સમજૂતી પરસ્પર કેળવી, જેથી અભ્યાસને બાધક ન નીવડે. ઉચ્ચ કક્ષાની પરીક્ષાઓ હતી. ખૂબ મહેનત માગી લે. કઠોર મહેનત કર્યા વિના સફળતા મળે એમ નહોતું.
આ બન્ને એકબીજાંથી ઘણે જ દૂર હતાં. મુલાકાત પણ uslaual Lock Lomond - Scotland
પખવાડિયે જ થાય. આ અંગે ડૉ. સોનેજી જણાવે છે : “ઇંગ્લેન્ડમાં આવ્યાં ત્યારથી તેમણે પરિશ્રમ, ઠંડી આબોહવા, પતિનો વિરહ અને એકલવાયાપણું – એમ અનેક પ્રકારે મુશ્કેલીઓ સહી. કોઈક વાર અકળાઈ પણ જતાં, પણ અમારી બન્નેની પરીક્ષાઓ ઘણી અઘરી હતી અને તે સફળતાપૂર્વક પૂરી ન થઈ જાય ત્યાં સુધી એટલે ઑક્ટોબર ૧૯૬૫ સુધી અમારે માટે બ્રહ્મચર્યપૂર્વક રહેવું મુશ્કેલ છતાં આવશ્યક હતું. ઘણું વિકટ છતાં પ્રભુકૃપાથી અને એકબીજાના સહયોગ સહિત દેઢ સંકલ્પબળથી પાર પડ્યું.”
ત્યારપછી જ ગૃહસ્થસંબંધ બંધાયો - પ્રારંભ થયો - જે સામાન્ય ધારાધોરણ મુજબ ૧૯૬૯ના પ્રારંભ સુધી જ રહ્યો ગણાય. એક રીતે જોઈએ તો યુવાન દંપતીએ પ્રારંભમાં જ કઠોર તપસ્યા કરી. આમ, ૧૯૬૫ ઑક્ટોબરથી શરૂ થયેલો ગૃહસ્થસંબંધ ૧૯૬૯ સુધી લગભગ બેતાલીસ મહિના રહ્યો ગણાય. ત્યાર બાદ જ્ઞાન-વૈરાગ્યની વૃદ્ધિ થતાં ગૃહવિરક્તિ વધતી ગઈ. ઇંગ્લેન્ડનાં પાછલાં વર્ષો દરમિયાન બન્નેનો ગૃહસ્થ સંબંધ બંધાયો.
સ્ત્રીરોગોનો વિશેષ અભ્યાસ કરીને લંડનમાંથી ૧૯૬૬માં શર્મિષ્ઠાબહેને D.(obst.)R.C.O.G.(London)ના ડિગ્રી મેળવી જયારે ડૉ. સોનેજીએ લંડનમાંથી D.T.M.H, તથા ગ્લાસગો અને એડિનબરોમાંથી M.R.C.P.ની બેવડી ડિગ્રી હાંસલ કરી. બન્ને ઇંગ્લેન્ડથી ૧૯૬૬માં ભારત પાછા ફર્યા. બેવડી ખુશી શર્મિષ્ઠાબહેનને હતી. ડિગ્રી પ્રાપ્ત કર્યાની અને ઉદરમાં છ માસના ગર્ભની. આવ્યા પછી ત્રણેક મહિના બાદ તા. ૧૮-૯-૬૬ના રોજ પુત્ર રાજેશનો ઇન્દોરમાં જન્મ થયો. ડૉક્ટર દંપતીને ઘેર ભાવિ ડૉક્ટરનો જન્મ થયો.
શર્મિષ્ઠાબહેનના તપ માટે બહુ ભાવપૂર્વક – આદરપૂર્વક આત્માનંદજી લખે છે : “શર્મિષ્ટાબહેને લગ્ન પૂર્વે કે પછી રૂડું ધર્મમય જીવન જીવવામાં કોઈ ગણનાપાત્ર વિઘ્ન ઊભું કર્યું હોય તેમ યાદ નથી, બલ્ક તેઓનો દિવ્ય જીવન જીવવામાં બહુમુખી અને નોંધપાત્ર ફાળો રહ્યો. આ પરમ સત્યની સૌને સ્પષ્ટ જાણ પણ થવી જ જોઈએ.”
ડૉ. સોનેજીને શાંતિપૂર્વકનો સહકાર કેટલો વિધેયાત્મક - Positive - હતો તે આના પરથી આપણને સુપેરે સમજાય છે. ઇંગ્લેન્ડના વસવાટ દરમિયાનનાં લગભગ પાંચ વર્ષ માત્ર અભ્યાસની દૃષ્ટિથી મૂલવવાં એ અલ્પ
Jain Education international
For Private
Personale Only
www.jainelibrary