________________
શ્રી કુંદકુંદાચાર્યનાં ત્રણ રત્નો
પાલ જામા પશ
ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ - ૩૮૦૦૧૪
આત્માનંદજી એમના એક લેખમાં લખે છે : “ભગવાન મહાવીરે ‘વત્થ સહાવો ધમ્મો' એટલે કે વસ્તુના સ્વભાવને ધર્મ કહ્યો છે. જે પ્રવૃત્તિ કે વિધિ દ્વારા આપણા જીવનમાં સરળતા, ક્ષમા, વિનય, સંતોષ આદિ ગુણો પ્રગટે અને પોતાના સ્વરૂપની ઓળખાણ સહિત, અંતર્મુખતાની સિદ્ધિ થઈ નિર્વિકલ્પ સમાધિદશા પ્રગટે તેને ધર્મ કહ્યો છે, એ પ્રાગ્-ઐતિહાસિક કાળથી ચાલ્યો આવે છે. તે સર્વ જીવોને...જૈન-જૈનેતરને સન્માર્ગની દિશા બતાવે છે.” આ મૂળમાર્ગની શુદ્ધિનો ખ્યાલ રાખી શ્રી કુંદકુંદે અનુભવના આધારે લખ્યું...મારા-તારાના પ્રપંચો વગર જગતના સર્વ સાધકોને.... સર્વગ્રાહી અને શ્રેષ્ઠ પાથેય તેમના આ સાહિત્યમાંથી મળી રહે છે. (દિવ્યધ્વનિ, કુંદકુંદ વિશેષાંક-૧૯૮૮).
આવા મહાન જ્યોતિર્ધર અને આર્ષદ્રષ્ટા વિરચિત “કુંદકુંદાચાર્યનાં ત્રણ રત્નો’’ની અસર ન થાય તો જ નવાઈ!
કુંદકુંદાચાર્યનાં ત્રણ રત્નો
જીવનનું અંતિમ લક્ષ્ય શું? આખરે આ જીવન શા માટે? હું કોણ છું? સમજણ માટે મુકુન્દના આધ્યાત્મિકધાર્મિક પુસ્તકોના વાચને ભૂમિકા તો માનસિક રીતે તૈયાર કરી હતી. પાત્ર તૈયાર હતું. કોઈ વર્ષા પડે તો ઝીલવાની તૈયારી હતી. તમે ગમે તેટલી ઇચ્છા કરો તો પણ કોઈ પુણ્ય પળે જ ગર્ભાધાન થાય એ રીતે કોઈ એવો યોગ મળે તો જ વર્ષા ઝિલાય. આવી પળ અને યોગાનુયોગ આ ‘ત્રણ રત્નો’નો ગ્રંથ મળવાથી થયો અને મુકુન્દ ધન્ય બની ગયો.
તેનાં વાચન-મનન-સ્મરણથી હૃદયે આનંદતરંગો, હર્ષાશ્રુ અને રોમાંચ અનુભવ્યાં; તેમજ એના મૂળ કર્તા પ્રત્યે એક અલૌકિક સમર્પણભાવરૂપી ભક્તિ ઊપજી; જે આજેય એવી ને એવી તાજી છે, બલ્કે વૃદ્ધિ પામી છે. એનું દર્શન તો કોબાસ્થિત ‘વિદ્યા-ભક્તિ-આનંદધામ'માં તેઓનું પૂર્ણ કદનું વિશેષ ચિત્રપટ પ્રતિષ્ઠિત કરીને તેમનું અગાધ ઋણ ચૂકવવાનો અલ્પ પ્રયત્ન તેણે કરેલ છે.
જૈન અધ્યાત્મના ભીષ્મ પિતામહ સમાન લોકોત્તર મહાપુરુષ, એક યોગીશ્વર, ધર્મનાયક, યુગપ્રવર્તક, સિદ્ધ આચાર્યની ડૉ. મુકુન્દ પર ઘેરી અસર હતી. ‘ત્રણ રત્નો’માં આલેખાયેલું આત્મતત્ત્વનું નિષ્પક્ષ વર્ણન હૃદયમાં અપૂર્વ અજવાળાં પાથરી ગયું. આજેય ૭૫ વર્ષે એનું જ ચિંતન, મનન, માનસિક પરિકમ્મા યથાશક્તિ ચાલે છે. એ અધ્યાત્મનું જેટલું આચમન કરીએ, જળ લઈએ, તેટલું એ વધે છે અને શાંતિ અને પ્રેમનો અનુભવ કરાવે છે.
હું કોણ છું? આ વિશ્વના સમસ્ત પદાર્થો શું છે? મારે અને આ વિશ્વને શું સંબંધ છે? વિશ્વના પદાર્થો સાથે કેવા પ્રકારે વર્તવું તેનું સચોટ અને સ્તબ્ધ કરી દે તેવું વર્ણન આ ગ્રંથોમાં મળે છે.
આત્મા અને બંધ-મોક્ષ સંબંધી સર્વ જિજ્ઞાસાઓનું બહુમુખી સમાધાન મુકુન્દને થયું. વય મોટી નહોતી, અનુભવ અલ્પ હતો. પરિપક્વતાના કિનારે હજુ પહોંચવાનો પ્રયત્ન હતો. છતાં જે ઝિલાયું એ ઓછું નહોતું. જે સમજાયું તેનાથી નક્કર ભૂમિકા બંધાઈ.
Jain Education International
અત્યાર સુધીમાં જે કંઈ સત્શાસ્ત્રોનું વાચન કર્યું હતું તે બધાં હિન્દુ પરંપરાને અનુરૂપ હતાં. અમુક કક્ષાએ એ બધાં એક જ માર્ગે ‘આત્મા’ને મોક્ષમાર્ગ તરફ દોરતા હતા, પરન્તુ મનુષ્યના જીવનમાં ક્યારેક એવું બને છે કે જંગલ સમસ્તમાં અમૂલ્ય ખજાનો હોય તો પણ તૃષા છીપાવે તે પાણી, શીઘ્ર ગ્રાહ્ય બને. એ ભણી લઈ જાય તે સાધન અને તારે તે તરવૈયો. મુકુન્દના જીવનમાં પણ એવું જ કંઈક બન્યું એટલે તો ‘ત્રણ રત્નો’ તારક બન્યાં અને
29
For Private & Personal Use Only
www.jainelibrary.org