________________
તેમની દિશા પહેલી જ વાર જૈન ધર્મ અને જૈન તત્ત્વજ્ઞાન તરફ વળી. અત્યાર સુધીમાં જૈન તત્ત્વજ્ઞાનને લગતાં બીજાં કોઈ પુસ્તકો વાંચ્યાં નહોતાં. પણ હવે એમાં રસ પડવા લાગ્યો. તેથી ત્યાર પછીના ત્રણેક મહિનામાં યોગસાધન-આશ્રમમાંથી મનુવર્યજી મહારાજ પાસેથી આચાર્ય શ્રી પૂજયપાદસ્વામી વિરચિત “સમાધિશતક' ગ્રંથ મળ્યો અને તેના ઉપરની જૂની અને નવી ગુજરાતીમાં ટીકા પણ તેમની પાસે હતી તે માંગી લઈ તેનું ઊંડાણથી અધ્યયન કર્યું. આ પુસ્તક આજે પણ કોબા ગ્રંથાલયમાં છે.
હા, એટલું ખરું કે હવે પછી એમ.બી.બી.એસ.ના ચોથું અને અંતિમ વર્ષ હતું. ખૂબ જ મહેનત કરવાની હતી. લક્ષ્ય કેન્દ્રિત કરવાનું હતું. પરીક્ષાની તૈયારીઓ કરવાની હતી તેથી કાચબો પોતાનાં અંગો સંકોચે તેમ આધ્યાત્મિક દિશાનાં વાચન અને મનનને સંકોચી લીધું. ગુપ્ત ગંગા કે ગુપ્ત સરસ્વતી નદીની જેમ ભીતર આ જ્યોતને પ્રજવલિત રાખી લૌકિક રીતે પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા. સ્વાભાવિક છે કે વિશેષ વાચન-વિચારની પ્રક્રિયામાં ઓટ આવે, છેલ્લા વર્ષની પરીક્ષામાં સાત વિષયોની એકસાથે પરીક્ષા આપવાની હોવાથી ઘણા જ પરિશ્રમની જરૂર હતી....અંતે એમાંય મુકુન્દ ૧૯૫૬માં ૨૫ વર્ષની ઉંમરે એમ.બી.બી.એસ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ડૉક્ટર બન્યા. (હવે પછી આપણે મુકુન્દનો ડૉ. સોનેજીના નામે જ ઉલ્લેખ કરીશું.)
પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછી તરત જ માત્ર ૨૫ દિવસ માટે વી. એસ. હૉસ્પિટલ(અમદાવાદ)માં ડૉ. ગુપ્તાના છત્ર હેઠળ મેડિસિનમાં Housemanship લીધી. એ વખતે એમના સાથીઓમાં ડૉ. હર્ષદ જોશી જે આજે અમદાવાદના વિખ્યાત ન્યૂરો ફિઝિશિયન છે તે, ડૉ. આર. એન. બૅન્કર, ડૉ. સુમન્ત એન. શાહ (Orthopaedic), ડૉ. નારાયણ એમ. પટેલ (સ્ત્રી રોગના નિષ્ણાત), ડૉ. દેવેન્દ્ર ડી. પટેલ (કૅન્સર સ્પેશ્યાલિસ્ટ), ડૉ. મનુભાઈ એચ. શાહ (ફિઝિશિયન) વગેરે ગુજરાતના અનેક પ્રસિદ્ધ ડૉક્ટરો પણ હતા.
Jain Education International
Fat Private & Personal use only
www.alinelibrary.org