________________
અહીંનાં સૌનો પ્રેમ સંપાદન થયો અને પ્રેક્ટિસ થોડી ચાલવા લાગી કે બેઅઢી મહિનામાં જે. જે. હૉસ્પિટલ, મુંબઈ ખાતે બદલીનો ઑર્ડર આવ્યો.
વચ્ચે એક મહિનો પૂના સિવિલ હૉસ્પિટલમાં ટ્રેઇનિંગ લીધી અને ઈ.સ. ૧૯૫૬ના ડિસેમ્બરની પાંચમી તારીખે, જે. જે. હૉસ્પિટલમાં, B.T.O. (Blood Transfusion Officer) તરીકે ડૉ. સોનેજીએ ચાર્જ સંભાળ્યો.
- મુંબઈની આ નોકરી દરમિયાન શરૂઆતમાં જે. જે. હૉસ્પિટલની જૂની હૉસ્ટેલમાં રહેવાનું બન્યું.
ત્યાર બાદ, એક વર્ષ જે. જે. હૉસ્પિટલમાં ડૉ. તરીકે હૉસ્પિટલના કમ્પાઉન્ડમાં સરકારી મકાનમાં રહેવા માટે ગયા.
હૉસ્પિટલમાં સામાન્ય રીતે ફરજનો સમય સવારના જે.જે. હૉસ્પિટલમાં-ડૉ.ની સમૂહ તસ્વીર (ડાબી બાજુથી પહેલા) ૯-૦૦ થી ૧૨-૦૦ અને બપોરે ૩-૦૦ થી પ-00નો રહેતો. સહાયક ટેકનિશિયન શ્રી દેસાઈ સારા અને અનુભવી હોવાને લીધે ડૉ. સોનેજીનું કામ હળવું થઈ જતું. સમય પણ મળતો. બપોરનું કામ ઓછું હોવાને લીધે સાધના માટેનો સમય સારા પ્રમાણમાં મળી રહેતો. એમ.બી.બી.એસ.ની પરીક્ષાના સમયે જે સાધના-વાચન-મનન ગૌણ થઈ ગયાં હતાં, તે અહીં સમય મળતાં એ જ ગતિથી આગળ વધ્યા. કેટલાક દિવસો તો પાંચથી આઠ કલાક મંદિરોમાં રહેવાનું શક્ય બનતું હતું, જેથી સ્વાધ્યાય-ભક્તિનો ક્રમ સારી રીતે જળવાતો અને શાંત ભાવે થઈ શકતો.
હૉસ્પિટલથી ચાલીને બારેક મિનિટમાં પાયધુની ભુલેશ્વર પહોંચી શકાતું. સમય અને પૈસાનો બચાવ થતો. આવાગમન સરળ બનતું. નજદીક હોવાને કારણે સમયસર ચાલીને પણ જઈ શકાતું. ફરજ અને ફકીરી બન્ને સચવાય તેવો યોગ બન્યો.
ખોપોલીમાંથી જ ડૉ. સોનેજીએ સોનગઢથી કુંદકુંદાચાર્યનાં ‘ત્રણ રત્નો', જેનું પૂર્વે અવલોકન કરેલું તે ત્રણ મૂળ ગ્રંથો ‘સમયસાર’, ‘પ્રવચનસાર’, ‘પંચાસ્તિકાય? તેની ટીકા-સંસ્કૃત-ગુજરાતી સહિતના મંગાવેલ. એનો અહીં ઘનિષ્ઠ અને ઊંડો સ્વાધ્યાય શરૂ થયો. સત્સંગ, સ્વાધ્યાય અને ભક્તિચિંતનનો ઉપક્રમ ચાલુ રહ્યો.
નજીકમાં જ્યાં જ્યાં જૈન મંદિરો કે ઉપાશ્રયો હતાં તેનો મન મૂકીને ઉપયોગ કર્યો.
શ્રી પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિર(ગુલાલવાડી), શ્રી ચંદ્રપ્રભુ દિગમ્બર જૈન મંદિર(ભુલેશ્વર), શ્રી પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિર બુલિયન એચેન્જની
સામે, કાલબાદેવી રોડ અને શ્રી મારવાડી જૈનમંદિર(ચોપાટી) તથા ક્યારેક ગુલાલવાડી(મુંબઈ) દિ. જૈન મંદિરમાં સમય મળે શ્રી સુખાનંદ ધર્મશાળા સી. પી. ટૅન્ક રોડ, શ્રી બોરીવલી જૈન ચિતનાવસ્થા
lain Education Intentional
For Private & Pedale