________________
અધ્યાત્મને
અજવાળે
એમ.બી.બી.એસ. પાસ થતાં, વી. એસ. હોસ્પિટલમાં તા. ૧-૮-૧૯૫૬થી પ્રોફેસરિયલ યુનિટમાં, ડૉ. કે. સી. ગુપ્તાના હાથ નીચે ડૉ. હર્ષદ ડી. જોષી સાથે Houseman તરીકે જોડાવાનું બન્યું. પરંતુ કુદરતે કાંઈક બીજું જ વિચાર્યું હતું. એવામાં સરકારી નોકરી માટેનો ઑર્ડર આવ્યો; જેમાં મહારાષ્ટ્રના કોલાબા જિલ્લાના ખોપોલી ગામમાં મેડિકલ-ઑફિસર તરીકે તા. ૧-૯-૧૯૫૬થી જોડાવાનું હતું.
જેમના હાથ નીચે ડૉ. સોનેજી વી. એસ. હૉસ્પિટલમાં ફરજ બજાવતા હતા તે બન્ને ડૉક્ટરો, સર્જન સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. એમ. ડી. દેસાઈએ અને મેડિસિનના પ્રોફેસર ડૉ. કે. સી. ગુપ્તાએ કહ્યું, “તું ખોપોલી ન જા, તારે પૈસાની જરૂર હોય તો અમે તને આપીએ.”
“ના સાહેબ. આપણે ફ્રીશીપ લઈ ભણ્યા એટલે જવું તો જોઈએ જ.” ડૉ. સોનેજીએ કહ્યું.
“જો ફરી વિચાર કરી જો . કુટુંબથી દૂર જવાનું, કમાણી ખર્ચાઈ જશે. જે હેતુથી ત્યાં જાય છે એ હેતુ સિદ્ધ નહિ થાય.”
કંઈ વાંધો નહિ, અનુભવ તો મળશે.” હા, વળી, સરકારનું ઋણ ઉતાર્યાનો મોટો સંતોષ પણ મળશે. શું એ ઓછું છે?”
આ પ્રમાણે બન્ને સાહેબોએ વી. એસ. હૉસ્પિટલમાં રહેવા ખૂબ સમજાવ્યો પણ મુકુન્દને મન જવું એ નિશ્ચિત હતું. અંતે તા.૧-૯-૫૬ના રોજ ખોપોલી (જિ. કોલાબા, મહારાષ્ટ્ર)ની સરકારી હૉસ્પિટલમાં નોકરીમાં જોડાઈ ગયો.
મુકુન્દને બહારગામ જવાનો કે રહેવાનો અભ્યાસ નહોતો. તે જમાનામાં ત્રણ ટ્રેનો બદલીને ખોપોલી જવાતું. ઘરનાં સૌ સગાંવહાલાં અને હૉસ્પિટલનો સ્ટાફ, રેલવે સ્ટેશન પર જાણે “કન્યાને વળાવવા” આવ્યો. સૌની આંખમાં આંસુ કે એકલો ક્યાં જશે? શું કરશે? તેનું ધ્યાન આ આદિવાસી પ્રદેશમાં કોણ રાખશે?
પણ ફરજ બજાવવા જવાનું જ હતું અને આખરે ગાડી ઊપડી ગઈ. બીજે દિવસે લગભગ દોઢ વાગ્યે ખોપોલી સ્ટેશને પહોંચ્યા. ત્યાંના કમ્પાઉડરે, કપડાં ઉપરથી ડૉ. સોનેજીને ઓળખી લીધા અને બીજે દિવસથી હૉસ્પિટલનું કામકાજ ચાલુ થયું.
| ખોપોલીમાં તે સમયે લગભગ ૬૦ જેટલાં ગુજરાતી કુટુંબો વસતાં હતાં, જેઓ ચોખાની મિલ ચલાવતાં હતાં અને સુખી-સંપન્ન હતાં. છોકરા જેવા દેખાતા નવા ગુજરાતી ડૉક્ટર આવ્યા છે એ જાણી તેઓ ખૂબ રાજી થયા અને નવા ડૉક્ટરને રોજ પોતાને ઘેર હોંશપૂર્વક જમવા માટે નિમંત્રણ આપતા હતા. ડૉ. મુકુન્દને ઘણી અનુકૂળતા થઈ ગઈ. જમવાનો ખર્ચ (રોજનો લગભગ દોઢ રૂપિયો)બચી ગયો અને ઓળખાણ થતાં પ્રાઇવેટ પ્રેક્ટિસ વધી તે નફામાં!!
યાત્મને રાજવાળે અધ્યાત્મને અજવાળે અધ્યાત્મને અજવાળે અધ્યાત્મને અજવાળો