________________
નવો વળાંક મળ્યો. અત્યાર સુધી ધાર્મિક-આધ્યાત્મિક વાચન તો ઘણું કર્યું હતું. પણ જીવનમાં શું જોઈએ છે? એ સ્પષ્ટ થતું નહોતું. કંઈક ખૂટે છે એવો સતત અહેસાસ થતો હતો. નામકરણ થઈ શકતું નહોતું. જેમ પાણી પોતાનો કોઈ માર્ગ શોધે, વહાણને જેમ કોઈ દીવાદાંડી માર્ગ દેખાડે, તેમ આ પુસ્તકે માર્ગ સ્પષ્ટપણે દેખાડ્યો. તેમના જીવનમાં આ પુસ્તકે મોટા અંતરંગ પરિવર્તનનો પ્રારંભ કર્યો.
ત્યારે આપણને એમ થાય કે એવું તો શું છે આ ગ્રંથમાં કે જેણે જીવનની દિશા બદલી નાખી! જીવનની દિશાને એક નવો જ વેગ મળ્યો. દૃષ્ટિ સૂક્ષ્મ અને વિચારક બની જાય તેવી મહાપુરુષોની અનુભવવાણીનો આ જાદુ પ્રત્યક્ષતામાં પરિણમવા લાગ્યો.
ચાલો, આપણે એમના જ શબ્દોમાં જોઈએ :
“વિશ્વના સમસ્ત પદાર્થોનું સંક્ષિપ્તમાં સાપેક્ષવાદની શૈલી દ્વારા વિશ્લેષણ અને નિરૂપણ, જ્ઞાનગુણ દ્વારા આત્મારૂપી પદાર્થનું અન્ય પદાર્થોથી ભિન્નત્વ, આત્માના જુદા જુદા ભાવો દ્વારા કર્મ બંધાવાની વિધિ, બંધનું સ્વરૂપ, તે બંધથી છૂટવા માટે જ્ઞાન-વૈરાગ્યની સાધના અને સર્વ બંધનોથી મુક્ત એવા સદેહ અને વિદેહ આત્માઓનું સ્વરૂપ ઇત્યાદિ વર્ણન વાંચતાં રોમાંચ, ગદ્ગદતા અને પૂર્વની કોઈ સ્મૃતિનું અનુસંધાન થયાનો પ્રતિભાસ થયો.”
ગ્રંથની અંદર રહેલા આ તત્ત્વસ્વરૂપનું આકર્ષણ થવા ઉપરાંત ગ્રંથકારની નિરૂપણશક્તિની અદ્ભુતતા જોતાં, શું ભાવો જાગે છે?
- “ગ્રંથકારના વિનય, પ્રજ્ઞા, સમાધિ, કથનશૈલી, આત્યંતિક વૈરાગ્ય, અનુપમ વિવેક, દિવ્ય જીવન-કવન અને કરુણાપ્રેરિત બોધવચનના સામર્થ્ય પાસે શીશ સહજપણે ઝૂકી ગયું. આજે પણ તેમના વ્યક્તિત્વ કે દિવ્યબોધનું શ્રવણ થતાં હૃદય ભક્તિભાવથી દ્રવિત થઈ જાય છે.”
- તે અંગે તેઓ તેનાં મુખ્ય પાંચ કારણો આપે છે : (૧) પોતાના આત્માને પ્રાપ્ત કરવાની મુખ્ય આજ્ઞા તથા ક્રિયાકાંડ આદિની ગૌણતા. (૨) પોતાનો પરમાત્મપદ પ્રાપ્તિ માટેનો પ્રામાણિક પુરુષાર્થ.
મૂળ ગાથાઓનું ટીકાકાર આચાર્યો દ્વારા અતિ સુંદર, આફ્લાદક અને બહુમુખી પ્રતિભાસંપન્ન,
અનુભવપ્રેરક પ્રતિપાદન. (૪) પુનરાવર્તનથી પ્રાપ્ત થતો દિવ્ય આનંદ. (૫) પૂર્વભવનો કોઈક ચોક્કસ ઋણાનુબંધ.
તેમના માનવા પ્રમાણે અત્યાર સુધીના વાચનમાં આવું ‘Objective, impartial, subtle and scientific, yet dispassionate and compassionate presentation of the nature of the universe' ud ASALસાંભળવા કે સમજવામાં આવ્યું નહોતું.
ગ્રંથકાર માત્ર વિશ્વનું દર્શન કરાવે છે. તેઓ એમ કહેતા નથી કે તું આમ કર કે તેમ કર. ‘તારે સુખ જોઈએ છે? સાચું કે ખોટું?” ‘પ્રભુ, સાચું સુખ જોઈએ છે!'
ધન્ય છો, જો સમજ, વિશ્વમાં છ પદાર્થ છે તેમાં આત્મા નામનો એક જ પદાર્થ એવો છે, જેમાં શાશ્વત આનંદ છે, માટે જો તારે સાચું સુખ જોઈતું હોય તો.....
Jain Education International
For Private & Personal use only
www.ainelibrary.org